aries agro

આપણે ત્યાં અનુમાન થી મગફળીના થોડા છોડવા ઉપાડીને પોપટા ગણીને અંદાજ કરવામાં આવે છે કે આ વીઘા માંથી કેટલી મગફળીનો ઉતારો આવશે? હવેનો યુગ બદલાયો છે. બટેટા જેવા જમીનમાં ઉગતા પાકમાં એક પણ છોડવો ખોદયા વગર કેટલો ઉતારો આવશે તે કહેવાનું વિજ્ઞાન એટલે કે એઆઈ ટેક્નોલોજી આવી છે. યુનિવર્સિટી ઓફ ટોક્યો ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એગ્રીકલ્ચરલ એન્ડ લાઈફ સાયન્સીસ અને કુબોટા કોર્પોરેશનના સંશોધકોએ ડ્રોન-આધારિત એક એવી AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સિસ્ટમ વિકસાવી છે, જે છોડને જમીનમાંથી ખોદ્યા વગર જ જમીનની અંદર રહેલા બટાકાના ટ્યુબર (ગાંઠ)ના બાયોમાસ (વજન/જથ્થો)નો અંદાજ લગાવે છે અને લણણીના પાક ઉત્પાદનની આગાહી કરે છે. આ કામગીરી સંયુક્ત ‘કુબોટા તોડાઈ લેબ’ પહેલ હેઠળ કરવામાં આવી છે .
આ સિસ્ટમમાં પાક ઉગાડવાની આખી સીઝન દરમિયાન નિયમિત અંતરે બટાકાના ખેતરોના કેમેરાથી સજ્જ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. તે તસવીરો પ્લાન્ટ કવર રેશિયો (છોડનો ઘેરાવો), કેનોપી હાઇટ (છોડની ઊંચાઈ), કલર ઇન્ડાઇસીસ (રંગ સૂચકાંકો) અને વેજીટેશન ઇન્ડાઇસીસ (વનસ્પતિ સૂચકાંકો) મેળવે છે. એક મશીન લર્નિંગ મોડેલ દ્વારાબટાકાના બાયોમાસનો અંદાજ લગાવે છે. પ્રિસિઝન એગ્રીકલ્ચર (ચોકસાઈપૂર્વકની ખેતી) માં ડ્રોન-આધારિત રિમોટ સેન્સિંગ અને AI ના ઉપયોગ તદ્દન નવીન છે .

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ -1

૧. ડ્રોનની વિશિષ્ટ વિશેષતાઓ જેવી કે ઓપરેશનની ઓછી કિંમત, ઓછું વજન, ગ્રાઉન્ડ સ્ટેશનનું સંપૂર્ણ નિયંત્રણ, સંચાલન અને આયોજન માટે થઈ શકે છે. ૨. નેવિગેશન સેન્સર્સ સાથે ડ્રોનની સ્વાયત્ત અને સ્થિર ઉડાન અને

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : તણાવ સહનશીલતા માટે સ્પીડ બ્રીડીંગ

પંજાબ કૃષિ યુનિવર્સિટી (PAU) એ તેના પ્લાન્ટ બ્રીડિંગ અને જિનેટિક્સ વિભાગ ખાતે આ વધતી જતી ગરમી સામે ખેતી પાકોની સહનશીલતા વધારવા અંગેનો એક સેમિનાર “તણાવ સહનશીલતા વિકસાવવા માટે અદ્યતન સંવર્ધન વ્યૂહરચનાઓ’ આ

વધુ વાંચો....

ખેત પેદાશ ના પેકીંગ હવે ભેજથી ભીના નહિ થાય

ખેતી પેદાશને ઉપભોક્તા સુધી પહોંચાડવા ખેડૂતો કાર્ડબોર્ડના બોક્સનો ઉપયોગ કરે છે. કોઈ નર્સરીનો માલિક કોઈને છોડવા કે રોપા કુરિયરમાં મોકલે તો તેમાં રહેલા ભેજને લીધે કાર્ડબોર્ડ પાણીના લીધે ડૂચો થઇ જાય છે.

વધુ વાંચો....

હજારો ખેડૂતો એકસાથે કૃષિ વિજ્ઞાન માસિક વાંચી શકે છે

પહેલાના વખતમાં આપણે ટપાલ સેવા અને પત્ર દ્વારા સંદેશા મોકલતા હતા સંદેશ પહોંચતા સમય પણ લાગતો આ બધું વોટ્સએપ અને ઇમેઇલ દ્વારા ડિજિટાઇઝ થયું .હવે લગનની કંકોત્રી પણ આપણે વોટ્સએપથી મોકલીએ છીએ

વધુ વાંચો....

કાગળની અરજીમાંથી ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે

આપણને ખબર છે કે જ્યારે કોઇપણ સેવા કે કાર્ય કાગળની અરજી માંથી મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ ખૂબ જ ઝડપથી મોટા સમુદાય સુધી પહોંચાડી શકાય છે.

વધુ વાંચો....

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – ૨

૫. સિંચાઈ : હાયપરસ્પેકટ્રલ, મલ્ટિસ્પેક્ટ્રલ અથવા થર્મલ સેન્સરવાળા ડ્રોન ક્ષેત્રના કયા ભાગો શુષ્ક છે તે ઓળખી શકે છે જેથી જળ સંસાધનો વધુ આર્થિક રીતે ફાળવી શકાય એટલે કે શુષ્ક વિસ્તારો માટે વધુ

વધુ વાંચો....

ક-ખ-ગ શીખવતા ટેબ્લેટની શોધ થઇ ગઈ છે

લ્યો આ વાત તો તમને એવી નવાઈ લગાડશે કે આવી રીતે કખગ શીખવાનું સરળ થઇ જશે તો તમારા ગામના વડીલ જીવા આતા જેવા ઘણા પણ તેના દીકરાના દીકરાને કહેશે કે મને પણ

વધુ વાંચો....

જાતે વાંચતા -લખતા અને ગણતા આવડે તેવું ટેબ્લેટ શોધાયું.

જેમ આપણને આપણી ખેતીથી સંતોષ નથી તેવીજ રીતે કોઈપણ દેશને પોતાની શિક્ષણ વ્યવસ્થાથી સંતોષ નથી. આજે સમગ્ર દુનિયામાં ૨૦.૫ કરોડ બાળકો વાંચન-લેખન-ગણનમાં ખૂબ જ પાછળ રહી જાય છે અને આપણે ત્યાં તો

વધુ વાંચો....

હવામાન માપક યંત્ર કહેશે, ખેતરમાં કયો રોગ ક્યારે આવશે ?

આપણી ખેતીમાં એવું સાધન શોધાય કે પાકમાં કયો રોગ છે તે આપણને બતાવે તો કેવું સારું ? ડીલરો દ્વારા થતા અઠે ગઠે છંટકાવ થી થતા ખોટા ખર્ચ માંથી બચાવ અને સાચું મોલેક્યુલ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks