
લ્યો આ વાત તો તમને એવી નવાઈ લગાડશે કે આવી રીતે કખગ શીખવાનું સરળ થઇ જશે તો તમારા ગામના વડીલ જીવા આતા જેવા ઘણા પણ તેના દીકરાના દીકરાને કહેશે કે મને પણ એક ટેબ્લેટ કોમ્પ્યુટર લાવી આપ. આપણે વિશ્વમાં બનતી સારી વાત ની વાત કરી રહ્યા છીએ અને દુનિયામાં યોજાઈ રહેલી ટેક્નોલોજી સ્પર્ધાની વાત કરતા હતા તે સ્પર્ધામાં ૪૦ દેશની કુલ ૧૯૮ ટીમોએ ભાગ લીધો અને દરેક ટીમનાં ટૅબ્લેટ કોમ્પ્યુટર બાળકોને આપવામાં આવ્યાં અને એ બાળકોની પરીક્ષા લેવામાં આવી. ત્રણ ટિમ સિલેક્ટ થઇ CCI (USA), Chimple (India) અને RoboTutor (USA). વળી, મજાની બાબત એ છે આ બધાં જ ટૅબ્લેટમાં ગેમ્સ અને વાર્તાઓ જ છે! આનો અર્થ એમ થયો કે હવે બાળકોને પાયાની સાક્ષરતા આપવા માટે શિક્ષકની, માતાપિતાની કે ટ્યુશન ની જરૂર નથી.બાળકો વધુ સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી શકે છે. ટૅક્નૉલૉજી ઓપન સોર્સ છે એટલે કે એને મફતમાં ડાઉનલોડ થઈ શકે જે સાક્ષરતા ટૅબ્લેટ વિકસાવવામાં આવ્યું છે દુનિયામાં કોઈ પણ કંપની તેનો ઉપયોગ કરીને નવા ટૅબ્લેટ બનાવશે. જેમ જેમ વધુ ને વધુ લોકો આવાં ટૅબ્લેટ બનાવશે તેમ તેમ એની કિંમત નીચે જશે, બોલો છે ને વિજ્ઞાનની કમાલ.

















