છોડ પોતાના મૂળ દ્વારા શર્કરા, એમિનો એસિડ અને અન્ય સેન્દ્રિય સંયોજનો જેવા વિવિધ સ્ત્રાવો જમીનમાં છોડે છે. આ સ્ત્રાવો ફાયદાકારક સૂક્ષ્મજીવો માટે આહાર અને રાસાયણિક સંકેત તરીકે કાર્ય કરે છે. પરિણામે, આ વિસ્તારમાં સામાન્ય જમીનની સરખામણીએ ૧૦થી ૧૦૦ ગણા વધુ બેક્ટેરિયા અને ફૂગ વસવાટ કરે છે.

જમીન વાર્તા : રાઇઝોસ્ફિયર (Rhizosphere) ક્યાં આવેલો હોય છે? (૨)
રાઇઝોસ્ફિયર મૂળની સપાટીથી શરૂ થઈ તેની આસપાસની જમીનના માત્ર ૧થી ૩ મિલીમીટર જેટલા અત્યંત પાતળા સ્તરમાં આવેલો હોય છે. જ્યારે આપણે કોઈ છોડને ઉખાડીએ ત્યારે તેના મૂળ સાથે જે માટી ચોંટેલી રહે

















