આંબાની, કેસર જાતનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ૫૦% ફૂલ ધારણની અવસ્થાએ ૧૦ લિટર પાણીમાં ૧૨ ગ્રામ બોરીક એસિડ એકલું અથવા ૩૬ ગ્રામ કેલ્શિયમ નાઈટ્રેટ સાથે મિશ્ર કરી છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન મળેછે. તે સિવાય વધુ ઉત્પાદન મેળવવા ૧% પોટેશિયમ ડાયહાઈડ્રોજન ફોસ્ફેટ (KH,PO4) એકલું અથવા ૧% પોટેશિયમ નાઈટ્રેટ (KNO3) સાથે મિશ્રમ કરી ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી નવેમ્બર માસના પહેલા અઠવાડિયા દરમ્યાન (નવી પીલવણીના ૪૫ દિવસ બાદ) છંટકાવ કરવાની ભલામણ છે. કેસર કેરીના ફ્ળ ઝાડ પરથી ઉતારી લીધા બાદ ઝાડની અંદાજીત ૧ સે.મી. જાડાઈ ધરાવતી ડાળીઓની છટણી (પ્રુનીંગ) કર્યાના ૪-૫ મહિને ૪% પોટેશિયમ નાઈટ્રેટનો છંટકાવ કરવાથી કેરીના ફ્ળોની વહેલી પરિપક્વતા સાથે વધુ ઉત્પાદન મળે છે. આંબાના ઝાડ પર કેરી, વટાણા અને લખોટી જેટલી થાય ત્યારે ૨% નોવેલ સેન્દ્રિય પ્રવાહી પોષક તત્ત્વનો છંટકાવ કરવાથી ગુણવત્તાસભર વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

રોગ : આંબામાં મોરની વિકૃતિ

આંબામાં મોરની વિકૃતિ રોગિષ્ઠ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની ૬ ઇંચ જેટલા તંદુરસ્ત ભાગ સાથે છટણી કરી કાપેલ ભાગ ઉપર બોર્ડો પેસ્ટ (મોરથૂથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી)

વધુ વાંચો....

રોગ : આંબામાં ભૂકીછારો

રોગની શરૂઆત જણાય કે તરત જ પ્રથમ છંટકાવ વેટેબલ સલ્ફર ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી કરવો. બીજાે છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીનો કરવાથી રોગનું અસરકારક

વધુ વાંચો....

અતિ ઘનિષ્ટ કેરીના વાવેતર માટે કઈ કલમોની પસંદગી કરવી

આંબામાં ભેટ કલમ, ચીપ કલમ અને ગોટલા (એપીકોટાઈલ) કલમ પદ્ધતિ પ્રચલિત છે. પરંતુ જ્યારે આપણે અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ અપનાવતા હોઈએ ત્યારે કલમને રોપ્યા પછી તરત ઝાડની કેળવણી કરવાની હોય છે. જે

વધુ વાંચો....

ખેતી પાકોમાં સુક્ષ્મ તત્વોની પૂર્તિ કરવાથી શું ફાયદો થાય ?

જુઓ ખેડૂત મિત્રો, આપણા દૈનિક આહારમા ધાન્યવર્ગ, કઠોળ તેમજ શાકભાજીનું આગવું સ્થાન છે. પોષણ મૂલ્યની દૃષ્ટિએ દરેક ખાધપદાર્થમાં બધા જ પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે. આ પોષકતત્ત્વો તેના પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે.

વધુ વાંચો....

મીઠા અને સોડમદાર જામફળ માટે મૃગ બહાર લેવી ?

જામફળમાં ન ફાવે આંબે બહાર કે ન ફાવે હસ્ત બહાર. જામફળને તો બધી રીતે અનુકૂળ છે મૃગબહાર ! જૂન-જુલાઇવાળી ત્રીજી બહારમાં ફૂલો ખિલવવા માટે મે માસની શરૂઆતમાં પાણી દેવું પડે. પણ એકાદ-બે

વધુ વાંચો....

પપૈયામાં છોડનો વિકાસ અટકાવનાર આ રોગનું નિયંત્રણ કેમ કરશો ?

પપૈયાના પાન કરચલીવાળા અને વિકૃત થવા, પાંદડાની કિનારીઓ અંદર અને નીચે તરફ વળી જાય , નસો જાડી થવી.પાંદડા ચામડા જેવા, બરડ અને વિકૃત થઈ જાય . છોડનો વિકાસ અટકી જાય . અસરગ્રસ્ત

વધુ વાંચો....

જીવાત : નાળિયેરીમાં ગેંડા કીટક

આ જીવાતની માદા કીટક છાણીયાં ખાતરના ખાડામાં ઈંડા મૂકતી હોવાથી નાળિયેરીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી. આજુબાજુના ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી ખાતરના ખાડાને

વધુ વાંચો....

સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય ?

સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય અર્ધસૂકા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, એટલે સહેજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોવાનું અને ગરમીનું પ્રમાણ વધારે જ હોવાનું. પણ પ્રકૃતિની આપણા ઉપર

વધુ વાંચો....

દાડમના ફળ ફાટી જવાના કારણો અને તેનુ નિવારણ

દાડમના ફળો બે કારણથી ફાટી જાય છે. એક તો બોરોન તત્ત્વની ઉણપના કારણે તથા બીજું ભેજની અનિયમિતતાના કારણે. દાડમ ના પાકમાં પિયત નિયમિત રીતે આપવું જોઈએ. જો પિયતના માપ તથા પિયત વચ્ચેના

વધુ વાંચો....

દાડમમાં છાંટણી

દાડમના છોડના મૂળ અને થડમાંથી નીકળતા પીલા વખતોવખત કાઢી નાંખવા, કારણકે આ પીલા ફૂલ બેસવામાં અને તેના વિકાસમાં નડતરરૂપ થાય છે. દર વર્ષે રોગીષ્ટ, સૂકી અને નડતર રૂપ ડાળીઓ કાપી નાંખવી. રોગીષ્ટ

વધુ વાંચો....

રોગ : દાડમમાં જીવાણુંથી થતા પાન અને ફળના ટપકા

રોગની શરૂઆત જણાય કે તરત જ કોપર ઓક્સિકલોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. કોપર ઓક્ઝીક્લોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) અને સ્ટ્રેપ્ટોસાયક્લીન ૧.૫ ગ્રામ ૧૫ લીટર પાણીમાં મિશ્ર કરી

વધુ વાંચો....

દાડમ : ફૂગથી થતા પાન અને ફળના ટપકાં

રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મીલી) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા છંટકાવ વારાફરતી ૧૫ દિવસના અંતરે કરવા.

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks