
શું છે આ બાયો-સ્ટીમ્યુલન્ટ (Bio-stimulant) ? આ બાયો-સ્ટીમ્યુલન્ટ (Bio-stimulant) એ એવા કુદરતી કે જૈવિક પદાર્થો અને સૂક્ષ્મજીવોનું મિશ્રણ છે, જે છોડની પોષક તત્ત્વો શોષવાની ક્ષમતા વધારે છે, તેની કુદરતી વૃદ્ધિ ઉત્તેજિત કરે છે અને તેને હવામાન કે જમીનના પ્રતિકૂળ દબાણ સામે છોડને વધુ ઉત્પાદન આપવા ટકી રહેવામાં મદદ કરે છે.બાયો-સ્ટીમ્યુલન્ટ સીધા ખાતર (NPK) કે જંતુનાશક નથી; તે છોડની આંતરિક ફિઝિયોલોજી (પ્રક્રિયાઓ) અને મૂળના વાતાવરણને ઉત્તેજિત કરવાનું કામ કરે છે.
મુખ્ય પ્રકારો જોઈએ તો હ્યુમિક અને ફુલ્વિક એસિડ (Humic & Fulvic Acid): જમીનનું બંધારણ સુધારે છે અને મૂળના વિકાસને વેગ આપે છે.સીવીડ અર્ક (Seaweed Extract – દરિયાઈ શેવાળ): કુદરતી હોર્મોન્સ (ઑક્સિન, સાયટોકાઇનિન) અને માઇક્રો-ન્યુટ્રિઅન્ટ્સ પૂરા પાડે છે.એમિનો એસિડ અને પેપ્ટાઈડ્સ: પ્રોટીન નિર્માણ ઝડપી બનાવે છે અને તણાવની સ્થિતિમાં ઉર્જા બચાવે છે.ઉપયોગી સૂક્ષ્મજીવો (Microbials): માયકોરાઇઝા (VAM), Trichoderma, અને PGPR (પ્લાન્ટ ગ્રોથ પ્રમોટિંગ રાઇઝોબેક્ટેરિયા). બોટનિકલ અર્ક અને કાઇટોસન (Chitosan): રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ખેતીમાં તેના મુખ્ય ઉપયોગો અને ફાયદામૂળનો ઝડપી અને ઊંડો વિકાસ, સફેદ મૂળિયાંની સંખ્યા વધારે છે, જેથી જમીનમાં રહેલું પાણી અને ખાતર છોડ ઝડપથી ખેંચી શકે છે.પોષક તત્ત્વોનો કાર્યક્ષમ વપરાશ ,જમીનમાં જકડાઈ ગયેલા ફોસ્ફરસ કે સૂક્ષ્મ તત્ત્વો (ઝિંક, આયર્ન વગેરે) ને ચેલેટેડ સ્વરૂપમાં ફેરવીને છોડને ઉપલબ્ધ કરાવે છે. રાસાયણિક ખાતરોનો બગાડ ઘટે છે. પ્રતિકૂળ વાતાવરણ સામે રક્ષણ (Abiotic Stress Tolerance): દુષ્કાળ, વધુ પડતી ગરમી, અતિશય ભેજ, જમીનમાં ખારાશ કે ઝાકળ/ઠંડી જેવી સ્થિતિમાં છોડને મુરઝાતો અટકાવે છે અને રિકવરી ઝડપી બનાવે છે. ફૂલ ખરવાનું પ્રમાણ ઘટે છે, ફળનો કદ-વજન, એકસરખો રંગ અને ચમક સુધારે છે તથા પેદાશની શેલ્ફ-લાઇફ વધારે છે.જમીનની ઉપયોગ કરવાની પદ્ધતિઓક્યારે અને કેવી રીતે ? બીજ માવજત, વાવણી પહેલાં બીજને પટ આપવો કે ડ્રિપ અથવા ડ્રેન્ચિંગ વગેરે વાતો હવે પછી જાણીશું . વાંચતા રહો કૃષિ વિજ્ઞાન www.krushivigyan.com

















