aries agro

ફાઇટોપથોરા બ્લાઈટ : વરસાદ પછી હવામાન બદલાય તડકો પડવાનું શરુ થાય પછી શું થાય?

આપણને ખબર છે ખુબ વરસાદથી જ્યાં પાણી ભરાય રહેતું હોય તેવી જમીનમાં કપાસ હોઈ કે મરચી કે પછી મગફળી કોઈ પણ પાક નબળો પડી જાય , કેમ ? ચાલો વિજ્ઞાન ને સમજીયે

જમીનમાંથી જમીનનો ઓક્સિજન બહાર નીકળી ગયો, નીચેના મુળિયા સતત પાણીમાં રહેવાથી કામ કરતા બંધ થયા, ઉપરના મુળિયાને થોડી થોડી ભેજ અને હવા મળતી હતી તેથી ઉપર ઉપરના તંતુ મૂળ વધ્યા, જોજો આવા મૂળ તમને જમીન ની ઉપર ની સપાટી પર પણ દેખાશે, સમજાયું તમને

યાદ રાખજો , આવા તંતુ મૂળ ને લીધે છોડ ટકી રહ્યો હતો તડકો પડ્યો એટલે ઉપરની જમીન સુકી થઇ ત્યાંથી મૂળને જે પોષણ મળતું હતું તે બંધ થયું,

શું થશે ?

ઉપરના તંતુ મૂળ થી છોડ જીવતો હતો ત્યાં ભેજ ચાલ્યો ગયો અને પણ નીચે તો ભેજ બહુ છે તેથી ત્યાંથી તો મરચી ના મૂળ ખોરાક લઇ સકતા નથી, નીચેના મૂળ તો કામ કરતા નથી કારણ કે ઊંડો ભેજ પુષ્કળ છે,

ઉપરના મૂળને જરૂરીયાત મુજબનો ભેજ આપો , આવું ફક્ત ડ્રિપ વાળા ખેડૂત કરી શકે .જે ખુલ્લા પાણીથી શક્ય નથી. આને ટેકનીકલ ઈરીગેશન કહે છે. અડધો કલાક ડ્રીપ થી પાણી આપો. પાલર પાણી ઉતારતા નહિ નહીંતર શું થશે ખબર છે ?

આજે સમજાય છે ટપક ની કિંમત, છોડને બચાવી રાખો જો મોટું પિયત આપશો કે વધુ વરસાદ પડશે  તો ફાયટોપ્થોરા લાગી જશે.

સોસીઅલ મીડિયા પાર વગર ના ગ્રુપ છે, આપણા ગ્રુપ ની વૈજ્ઞાનિક માહિતી તમને ગમતી હોઈ તો બીજા નું પણ ભલું થાય તેવું કરજો , સારું મળે તેને એકલું નહિ ખાતા , જીતો ને જિતાડો –

બીજા ની ખેતી પણ સારી ખેતી થશે તો તમને ભાવ નહિ મળે તે વાત ને મન માંથી કાઢી નાખજો

ક્વોલિટી બનાવો

🌿

આવી જ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

મનની વાત : કપાસમાં વરસાદ પછીની માવજત

અત્યારે બધી જ જગ્યાએ સારા પ્રમાણમાં વરસાદ પડેલ છે ત્યારે કપાસ અને અન્ય પાકોને નુકશાન થવાની શક્યતા છે ત્યારે કપાસના પાકમાં મુખ્યત્વે સુકારો અને ફળ ખરવાના પ્રશ્નો જોવા મળે છે તો આપણે

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૧

મરચીના પાનના ટપકાનો રોગ કેવી રીતે લાગે ? મરચીના પાન સતત ૧૪ કલાક વરસાદ કે ઝાકળથી અથવા વરસાદ થી ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનું છોડ પર આક્રમણ થાય અને મરચીને ચેપ લાગે,

વધુ વાંચો....

મકાઇના પાનનો સૂકારો

ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મિલિ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી 15 મિલિ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ૧૦ ટકા ગૌમૂત્ર (૧ લિટર પ્રતિ ૧૦ લિટર

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – 21

મરચીનો ફાઇટોપથોરા – મરચીનો સુકારો- રૂટ રોટ રોગનું નિયંત્રણ કેમ કરવું અને મરચીને ફરી જીવતી કેમ કરવી ? તે વિષે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૧૮

મરચીનો સુકારો – ફાયટોપ્થોરા બ્લાઈટના નિયંત્રણ માટે કઈ દવા છે ? આમ જુઓ તો ફાયટોપ્થોરા બ્લાઈટ મરચીના સુકારાની સાચી દવા તો ખેતી પદ્ધતિમાં બદલાવ છે. પિયત પાણીનું નિયંત્રણ અને જમીનનો નીતાર માટે

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત -ભાગ- ૧૪

ફાયટોપથોરા : મરચીમાં પુષ્કળ મરચા આવે પછી અમારી મરચી સુકાઈ જાય છે? મરચી સુકાવાના વિવિધ કારણો હોય છે તેમાં એક કારણ મરચીમાં પુષ્કળ મરચા આવે તે સમયે જો પૂરતું પોષણ મળે નહીં

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૯

વરસાદ પછીની માવજત – ૯
————-
મરચીના છોડનો સુકારો લાગવાનું કારણ શું ? તેને કેવી રીતે અટકાવી શકાય ? આ સુકારો આવે નહિ તે માટે આગોતરા ક્યાં ક્યાં પગલાં લાવે

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૪

આ વર્ષે મરચીનો ફાયટોપ્થોરા બ્લાઈટ સુકારો કોને આવશે? વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ન હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks