આ ધરતી પર વસવાટ કરતાં દરેક જીવ પછી તે સૂક્ષ્મ જીવાણુ હોય, પશુપક્ષી હોય કે પછી વનસ્પતિ હોય તે દરેકના જીવનનો આધાર જમીનના સ્વાસ્થ્ય પર રહેલો છે. માટે જ જમીનના સ્વાસ્થ્યની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. જમીનના સ્વાસ્થ્ય માટે જમીનમાં રહેલા સેન્દ્રિય કાર્બનનું ખૂબ જ મહત્ત્વ છે. આમ આ જમીનનો સેન્દ્રિય કાર્બન એ એક જમીન, વનસ્પતિ, સમુદ્ર અને વાતાવરણમાં થતાં વૈશ્વિક કાર્બન સાઈકલનો એક ભાગ છે. દિવસેને દિવસે થઈ રહેલી ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ તથા ઓછા થતાં જતાં સેન્દ્રિય ખાતરોના ઉપયોગના લીધે જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ ઘટતું જાય છે.

આમ તો આપણાં આખા દેશમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આ ઓછા સેન્દ્રિય કાર્બનનું કારણ જોઈએ તો આપણા દેશમાં વિષુવવૃત્ત મધ્યમાંથી પસાર થાય છે માટે અહીં સૂર્યના કિરણો જમીન પર સીધા પડે છે, જ્યારે સૂર્યપ્રકાશના કિરણો સીધા જ જમીનના સંપર્કમાં આવે ત્યારે જમીનમાં રહેલ કાર્બન વિઘટન થઈ જઈને તે વાતાવરણમાં નાશ પામે છે, સાથે સાથે જમીનમાં રહેલા કાર્બનિક પદાર્થોનું વિઘટન થવાના લીધે જમીનમાંનો કાર્બન વિઘટિત થઈને વાતાવરણમાં ભળી જાય છે; માટે તેનું પ્રમાણ જાળવી રાખવું થોડું મુશ્કેલ છે. વધુમાં જોઈએ તો તેની સામે આપણી પાસે સેન્દ્રિય ખાતરોની માત્રા પણ ખૂબ જ ઓછી ઉપલબ્ધ છે. માટે તેનો ઓછો ઉપયોગ થવાના લીધે જમીનમાં તેનું પ્રમાણ સતત ને સતત ઘટતું જાય છે.

મોટા ભાગના ખેડૂતો વર્ષમાં એકાદ વખત જ છાણિયા/સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરતાં હોય છે. તો આવા કારણોના લીધે આપણી જમીનોમાં કાર્બનની માત્રા ઘણી જ ઓછી જોવા મળે છે. હવે આપણી જમીનમાં સેન્દ્રિય કાર્બન ઘટવાના કારણે ખાતરોની કાર્યક્ષમતા ઘટી રહી છે. વધુમાં જમીનમાં પાણીની સંગ્રહક્ષમતા પણ ઘટી ગઈ છે જેના લીધે વધુ વખત પિયત કરવાની જરૂર પડી રહી છે. આમ વધુ પિયતના લીધે પાણીના તળ દિવસેને દિવસે નીચા જઈ રહ્યા છે. સાથે સાથે જમીનની ઉપરનું ફળદ્રુપ આવરણ પણ ધોવાણ થઈ રહ્યું છે; જમીનમાં જો પૂરતી માત્રામાં સેન્દ્રિય કાર્બન ઉપલબ્ધ હોય તો તે માટીનાકર્ણાને એકબીજા સાથે જડીને રાખે છે પરંતુ તેની માત્ર ઘટવાથી દરકે પિયતની સાથે માટીના કણોનું પણ ધોવાણ થઈ રહ્યું છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    બાયોચાર વિશે જાણો

    બાયોચાર જમીનની ફળદ્રુપતા, પાકની વૃદ્ધિ, ઉપજ પર સકારાત્મક જયારે ઝીણા બાયોચાર કણો માનવ સ્વાસ્થ્ય પર માટે નકારાત્મક એમ બંને રીતે અસર કરે છે. બાયોચાર ઉત્પાદન માટે બાયોમાસ (કૃષિ અવશેષો) ની મોટી માંગનો

    વધુ વાંચો....

    બ્રોકલીની ખેતી માટે જમીનની જરૂરીયાત 

    બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન વધારે માફક આવે છે. જમીનનો પીએચ ૬-૭

    વધુ વાંચો....

    બાયોચાર કેવી રીતે અસરકારક બને છે

    બાયોચાર – 1 જ્યારે પવન હળવો હોય ત્યારે યોગ્ય હવામાન પરિસ્થિતિઓ હેઠળ બાયોચાર લાગુ કરો. હળવા વરસાદની સ્થિતિમાં બાયોચાર લાગુ કરવું પણ મદદરૂપ થઈ શકે છે જ્યાં હળવા વરસાદથી બાયોચારની ધૂળ ભીની

    વધુ વાંચો....

    ખેતીમાં જમીનનું ઉષ્ણતામાન

    • વાવણી સમયે બીજના ઊગાવાને અસર કરે છે. તાપમાનને ધ્યાને લઈ વાવણી કરવી કે નહીં તે નક્કી કરી શકાય છે.• કંદ અને મૂળમાં થતી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે.• વધુ

    વધુ વાંચો....

    બાયોચાર એટલે શું ?

    બાયોચાર = બાયો (એટલે કે જૈવિક) + ચાર (એટલે કે કોલસો) બાયોચાર (જૈવકોલ / જૈવિક કોલસો) એ બાયોમાસ (કૃષિ અવશેષો) ના કાર્બોનાઇઝેશનમાંથી મેળવવામાં આવેલ ઘન પદાર્થ છે. બાયોચારની પરમાણુ રચનાને કારણે, તે

    વધુ વાંચો....

    સોઇલ સોલારાઈઝેશન કેવી રીતે કરી શકાય ?

    ગરમીનું પ્રમાણ વધુ હોય તે સમયગાળા દરમિયાન જમીનને ખેડીને ભરભરી બનાવવી અને જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે તેટલું પિયત આપવું. ત્યારબાદ તરત જ ધરૂવાડિયા કે ખેતરના ક્ચારા પ્રમાણે ૨પ માઇક્રોનની (૧૦૦ ગેઝની)

    વધુ વાંચો....

    સોઈલ સોલારાઈઝેશન કયારે અને કેવી રીતે કરી શકાય ?

    ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે ઉત્તમ સમય છે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય અને ન્યૂનતમ પવન હોય ત્યારે સોલારાઈઝેશન કરવામાં આવે તો સચોટ પરિણામ મેળવી શકાય. ગુજરાતમાં ૧૫મી

    વધુ વાંચો....

    કૃમિ નિયંત્રણનો ઉપયોગ સોઇલ સોલારાઈઝેશન

    મોટાભાગના શાકભાજી અને ફળફળાદી પાકોમાં કૃમિનો ઉપદ્રવ જોવા મળે છે. આ કૃમિ સૂક્ષ્મદર્શા હોય છે, તેને નરી આંખે જોઈ શકાતા નથી તેથી જમીનમાં તેની હાજરીનો ખ્યાલ આવી શકતો નથી. ગુજરાતમાં પાકમાં રોગ

    વધુ વાંચો....

    સોઇલ સોલારાઈઝેશન ક્યારે કરી શકાય ?

    ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે શ્રેષ્ઠ ગણી શકાય. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય દા.ત. અમુક વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૫મી અપ્રિલ થી ૧૫મી જૂન સુધી ૩૨૦ ૪૩૦ સે.

    વધુ વાંચો....

    સોઇલ સોલારાઈઝેશન એટલે શું ?

    સોઇલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ. જમીન પર ચોક્કસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવાચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦સે. જેટલુ વધી જાય છે, જેના કારણે જમીનમાં રહેલ પાકને નુકસાનકર્તા

    વધુ વાંચો....

    જમીન : સોઈલ સોલારાઈઝેશન એટલે શું ?

    સોઈલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ, જમીન પર ખાસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવા ચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦ સે. જેટલુ વધી જાય છે, જેના કારણે જમીનમાં રહેલ

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks