છેલ્લા થોડા વર્ષમાં આપણે અનુભવ્યું છે કે હવામાનના બદલાવના લીધે અચાનક ગરમી, ઠંડી, કમોસમી વરસાદ કે વાવાઝોડું આવવાથી આપણા પાકને નુકશાન થઇ રહ્યું છે. એ સમય દૂર નથી કે હવે આપણા કૃષિ વૈજ્ઞાનિકોએ આવા આઘાત સહન કરી શકે તેવી નવી જાતોનું સંશોધન કરવું પડશે જેથી ખૂબ ગરમીમાં પણ સારી રીતે ઉગી શકે. ઓછા પાણીમાં અથવા દુષ્કાળ જેવી સ્થિતિમાં સુકાઈ પણ ન જાય જેના લીધે નાના ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવી શકાય.

આંબો અને વેલાવાળા શાકભાજી (કાકડી, તરબૂચ, ટેટી, દૂધી) આવતી ફળમાખીનું નિયંત્રણ
ફળમાખીની કોશેટા અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી ઝાડની ફરતે અવાર-નવાર ખેડ અથવા ગોડ કરવાથી કોશેટાનો નાશ થાય છે. આંબામાં મિથાઈલ યુજીનોલ ટ્રેપનો ઉપયોગ કરી ફળમાખીના નર કીટકોને આકર્ષીને નાશ કરી શકાય છે.
















