કોબીજના દડાનું ફાટવું : કોબીજના દડા સામાન્ય રીતે જ્યારે તેઓ લગભગ તૈયાર થઈ ગયા હોય ત્યારે ફાટે છે. કારણકે પાછળથી (મોડેથી) નાઈટ્રોજન ખાતર આપવું.તૈયાર થઈ ગયેલા દડાને ખેતરમાં વધુ સમય સુધી રાખવા. જમીનમાં ભેજનું પ્રમાણ સ્થિર રાખો. પાક તૈયાર થવાના સમયે નાઈટ્રોજનનો ઉપયોગ ટાળો. દડા એકવાર કડક થઈ જાય એટલે તરત જ લણણી કરો.ખેતરમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખો.જમીનનો ભેજ જાળવવા માટે મલ્ચિંગનો ઉપયોગ કરો. યોગ્ય પિયત પત્રક અપનાવો. ફળોના ફાટવાની સમસ્યા નાની લાગી શકે છે, પરંતુ પાણીનું સારું સંચાલન, તાપમાન ઉપર નજર , જમીનનું સ્વાસ્થ્ય અને સમયસર લણણી , પાકની ગુણવત્તા, બજાર કિંમત અને ખેતીના નફામાં મોટો સુધારો કરી શકે છે.

આંબો અને વેલાવાળા શાકભાજી (કાકડી, તરબૂચ, ટેટી, દૂધી) આવતી ફળમાખીનું નિયંત્રણ
ફળમાખીની કોશેટા અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી ઝાડની ફરતે અવાર-નવાર ખેડ અથવા ગોડ કરવાથી કોશેટાનો નાશ થાય છે. આંબામાં મિથાઈલ યુજીનોલ ટ્રેપનો ઉપયોગ કરી ફળમાખીના નર કીટકોને આકર્ષીને નાશ કરી શકાય છે.

















