
તુવેર – ઓછા ખર્ચે વધુ નફો આપતો શ્રેષ્ઠ કઠોળ પાક નિધિ સીડ્સ સાથે સફળ ખેતીની નવી દિશા આજના આધુનિક કૃષિ યુગમાં નવી ટેક્નોલોજી અને આધુનિક સાધનો ખેડૂતભાઈઓની પહોંચમાં આવ્યા છે, પણ સફળ ખેતીની મૂળ કડી આજે પણ સારા ગુણવત્તાવાળા બીજથી જ શરૂ થાય છે. ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ, યોગ્ય જાત, શુદ્ધતા, રોગમુક્તતા અને સરસ અંકુરણ ક્ષમતા – આ બધું મળીને જ ખેડૂતનું નફાકારક ભવિષ્ય બને છે. તુવેર બીજ : તુવેર એ એવું કઠોળ પાક છે જે ઓછા ખર્ચે વધુ ફાયદો આપે છે. ગુજરાતમાં આજકાલ તુવેરનો રીલે પાક તરીકે ઉપયોગ વધી રહ્યો છે, ખાસ કરીને મગફળી પછી તુવેર વાવેતર કરવાનું પ્રચાલન વધી રહ્યું છે. આ પાકમાં સારો નફો અને ઓછું જોખમ હોવાનું મહત્વપૂર્ણ કારણ છે, જે ખેડૂત માટે આકર્ષક વિકલ્પ બની રહ્યું છે. યોગ્ય જમીન અને હવામાન • મધ્યમ કાળી કે ગોરાડુ જમીન શ્રેષ્ઠ માનવામાં આવે છે. • જમીન એવી હોવી જોઈએ કે જેમાં પાણી ન ભરાય, જેથી છોડના મૂળ વિકસી શકે. શ્રેષ્ઠ જાતોની પસંદગી – નિધિ સીડ્સ સાથે સફળતા નિશ્ચિત નિધિ સીડ્સ ખેડૂતો માટે વિશ્વસનીય નામ છે, જે રોગપ્રતિકારક, ઊંચી ઉપજ આપતી અને બજારમાં વધુ માંગવાળી જાતો આપે છે. નિધિ પ્રોમ્પ્ટ • વહેલી પાકતી જાત (Short Duration) • અંતર પાક માટે અનુકૂળ • ફેલાતો છોડ, ઝુમખા જેવા સીંગો • પીળા ફૂલ અને સફેદ આકર્ષક દાણા નિધિ 711+ • એક સીંગમાં 4-5 દાણા • સુકારા અને SM રોગો સામે સહનશીલ • વધુ ઉત્પાદન અને બજારભાવ નિધિ રેડ હોપ (લાલ તુવેર) • લાલ દાણા વાળી જાત • પટાવાળી સીંગો • મધ્યમ મુદતે પાકતી અને મધ્યમ ઉંચાઈ ધરાવતો છોડ Certified જાતો • GJP-1, BDN-2, નિધિ વૈશાલી વાવેતર અને બીજનો દર • વાવેતર સમય: 15 જુલાઈ થી 30 ઓગસ્ટ • બિયારણ દર: 2.5 થી 4 કિલોગ્રામ/એકર તુવેર – તમારું નફાકારક પાક તુવેર હવે માત્ર પરંપરાગત પાક નથી, તે ખેડૂતોના નફાકારક અને ટકાઉ ભવિષ્યનો અવિભાજ્ય ભાગ બની ગયો છે. યોગ્ય જાતોની પસંદગી, યોગ્ય વાવણી પદ્ધતિ, સમયસર પિયત અને સંભાળથી તમે તુવેરમાંથી વધારે ઉપજ અને નફો મેળવી શકો છો. આજે જ તમારાં નજીકના ડીલર પાસે જાઓ અને શ્રેષ્ઠ નિધિ તુવેર સીડ્સ મેળવીને તમારી ખેતીને નવી દિશા આપો