

કપાસ માટે પોષણ વ્યવસ્થાપન
કપાસના પાકમાં ઉચ્ચ પોષણ વ્યવસ્થાપનએ ઉત્પાદન અને રેશાની ગુણવત્તાને સુધારવા માટે ખૂબ જ જરૂરી છે. કપાસમાં સામાન્ય રીતે જમીનના પોષણ માટે જરૂરી તત્વોની ખામીને દૂર કરવા માટે પોષણ આપવામાં આવે છે, અને જયાં પણ ટપક સિંચાઈની સુવિધા હોય છે ત્યાં ખેડૂતો પાણીમાં દ્રાવ્ય ખાતરો વધુ અપનાવી રહ્યા છે.
હાલમાં ખેડૂતો પહેલાની સરખામણીમાં વધુ ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે, જેમકે આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગની જમીનનો પીએચ વધી રહ્યો છે. તેથી સામાન્ય રીતે ખાતરોની કાર્યક્ષમતા ઘટી રહી છે. આ સ્થિતિમાં આપણે સામાન્ય ખાતરોની સાથે તટસ્થ અને ઓછા પીએચ વાળા ખાતરોનો ઉપયોગ કરવો જરૂરી છે. જેથી છોડને પુરતા પ્રમાણમાં પોષક તત્વો મળી શકે અને ઉત્તપાદન પણ સારૂં આપી શકે.

આઈસીએલ સ્પેશ્યલિટી ફર્ટિલાઈઝર્સ, દુનિયાની એક અગ્રણી કંપની છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ઈઝરાયલ ટેકનોલોજી પર આધારિત કેટલાક અનોખા તટસ્થ અને ઓછા પીએચ વાળા ખાતરો ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. જેનો ઉપયોગ કરીને ખેડૂતો વધુ સારું ઉત્પાદન મેળવી રહ્યાં છે. આઈસીએલના ખાતરો વાપરવાથી કપાસનુ સારૂં ઉત્પાદન અને મહત્તમ ગુણવત્તા મેળવી શકાય છે.
કપાસમાં પોષક તત્ત્વોનું મહત્ત્વ
નાઈટ્રોજન (N) :કપાસના પાકમાં નાઈટ્રોજનની પુરતી માત્રા, પાકનું ઉત્પાદન, ઝીંડવાની સંખ્યા, પ્રોટીનની રચનાની સાથે-સાથે કપાસની ગુણવત્તામાં સુધારો કરવા માટે જરૂરી છે. કપાસમાં નાઈટ્રોજનના ઉપયોગથી સારા પરિણામો મેળવવા માટે કુલ નાઈટ્રોજનનો ત્રીજો ભાગ વાવણીના સમયે અને બાકીનો ઓગસ્ટની શરૂઆત સુધી પિયતની વચ્ચે સરખા ભાગમાં વહેંચીને ઉપયોગ કરવો જોઈએ.
ફોસ્ફરસ (P): છોડમાં ફોસ્ફરસ મૂળના વિકાસ, ઊર્જા સંતુલન, બીયારણનું વજન, તેલની ગુણવત્તા સુધારવા માટે જરૂરી છે. છોડમાં અપૂરતો ફોસ્ફરસ હોવાને કારણે પાકની વૃદ્ધિ અટકી જાય છે. અને પરિપક્વતામાં વિલંબ થાય છે, જેના પરિણામે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
પોટેશિયમ (K) : કપાસના ઉત્પાદન માટે પોટેશિયમ ખાસ કરીને મહત્વનું પોષક ત્તત્વ છે. છોડમાં પોટેશિયમની યોગ્ય માત્રા પાક લાલ થઈ જવાના રોગની અસરોને ઘટાડવા, પાણીના ઉપયોગની કાર્યક્ષમતા વધારવા અને કપાસની ગુણવત્તા સુધારવા માટે જરૂરી છે. પોટેશિયમની ઉણપ થવાથી છોડ રોગો માટે વધુ સંવેદનશીલ બને છે, તેમજ કપાસની ગુણવત્તા અને ઉત્પાદન પર ખરાબ અસર કરે છે.

કેલ્શ્યિમ (Ca): કેલ્શ્યિમ મેટાબોલિક પ્રવૃત્તિના નિયમન કરવામાં મહત્વનો ફાળો ભજવે છે. કેલ્શ્યિમ બીજા સૂક્ષ્મતત્વો જેવા કે ઝીંક, લોહ, મેન્ગેનીઝ નું નિયમન અને છોડની અંદર પોષણનો સ્વસ્થ સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે.
મૅગ્નેશિયમ (Mg):મૅગ્નેશિયમ કપાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે હરિતદ્રવ્યના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે પ્રકાશસંશ્લેષની પ્રક્રિયાને જાળવી રાખે છે. મેટાબોલિક પ્રક્રિયાઓ માટે ઉત્સેચકોને સક્રિય કરી છોડની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. તે કપાસમાં આવતા લાલિયા ને અટકાવે છે અને પાકનો લીલો દેખાવ જાળવી રાખવા મદદ કરે છે.
સલ્ફર (S):ગંધક કપાસનો એક મહત્વપૂર્ણ પોષકતત્વ છે, જે પ્રોટીન અને એમિનો એસિડ ઉત્પાદનને સરળ બનાવીને બીજના વજનમાં વધારો કરે છે. આ જરૂરી પોષકતત્વો બીજના નિર્માણ, કદ અને વજનમાં યોગદાન આપે છે.
કપાસના સારા ઉત્પાદન માટે સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ ની સાથે-સાથે પોષકતત્વો જેમ કે ઝીંક, લોહ અને બોરોન ખૂબ જ જરૂરી છે. કપાસમાં બોરોનનું પુરતુ પ્રમાણ ખાસ કરીને ફૂલો અને ડાળીની રચના દરમિયાન જરૂરી છે.

























