
સિંજેન્ટા દ્વારા PLINAZOLIN® ટેક્નોલોજી આધારિત નવી અસરકારક કીટનાશક. PLINAZOLIN® એ સિંજેન્ટા દ્વારા કૃષિમાં જંતુ નિયંત્રણ માટે વિકસાવવામાં આવેલ એક નવીન સક્રિય ઘટક અને ક્રિયા પદ્ધતિ છે. તે એક વ્યાપક-સ્પેક્ટ્રમ જંતુનાશક તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે જીવાતોની વિશાળ શ્રેણીને નિયંત્રિત કરી શકશે. ખેડૂતોમાટે સુગમતા રહેશે PLINAZOLIN® કીટકોને સ્પર્શ દ્વારા મારશે અને કીટકને અસરકારક, ઝડપથી ખોરાક લેવાનું પણ બંધ કરાવશે. કીટકની પ્રતિકાર કરવાની શક્તિ સામે હવે રક્ષણ મળશે. આ સંશોધન બીજ ઉપચાર, જમીનજન્ય અને પાનના ચુસીયા તેમ બધા માટે અસરકારક રહેશે. આ ટેક્નોલોજીને લીધે નવી જંતુનાશક વધુ અસરકારક બનશે. PLINAZOLIN® જંતુઓના ચેતાતંત્રને અસર કરીને, તેમની ખોરાક લેવાની ક્ષમતાને વિક્ષેપિત કરીને કાર્ય કરે છે.


























