
૫૧ વર્ષ થી પ્રસિદ્ધ થતું કૃષિ વિજ્ઞાન મેગેઝીનનો તાજેતરનો નવો અંક ઓગષ્ટ ૨૦૨૫ પ્રસિદ્ધ થવામાં છે ત્યારે અહી જોઈએ આ અંકમાં શું શું નવું જાણવા જેવું છે. કઈ માહિતી ખેડૂતને વધુ લાભદાયી થશે તે વિષે વાત કરીએ તો સૌપ્રથમ તો કૃષિ વિજ્ઞાન દ્વારા ૧૯૭૮ની સાલમાં જણાવવામાં આવેલ ખાતરના સદુપયોગની વાત આજે પણ પ્રસ્તુત છે. વધુ માં જાણીએ તો પશુ વીમાના ફાયદાઓ, ચીકણા પિંજર- સ્ટીકી ટ્રેપ વિષે, સોલાર ટ્રેક્ટર,વિશ્વાસ ડુંગળીની સફળ વાર્તા, નિધિ સીડ્સના ઉત્તમ બિયારણ અને ઢીંગરી મશરૂમ તેમજ કામા ઇન્ટરનેશનલના ઓર્ગેનિક ખાતરો વિષે ઘણી માહિતી પ્રસિદ્ધ થઇ છે.ટેકનોલોજીની વાત કરીએ તો AI ખેડૂતનો સાથી તરીકે કેવું ઉપયોગી રહેશે ખેડૂતની કમાણી વધારશે કે ઘટાડશે તે વિષે વિગતવાર જણાવવામાં આવેલ છે. આવું તો ઘણું બધું છે. આખો અંક pdf સ્વરૂપે ફ્રી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.























