

વર્ડેસિયન લાઇફ સાયન્સિસે સમગ્ર એશિયાના વડા તરીકે આરકે ગોયલની નિમણૂકની જાહેરાત કરી છે. કૃષિ ઇનપુટ્સ ઉદ્યોગમાં 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા, આરકે ગોયલ વ્યાપારી નેતૃત્વમાં તેમની ઊંડી કુશળતા માટે જાણીતા છે. તેમણે અગાઉ અગ્રણી બહુરાષ્ટ્રીય અને પ્રાદેશિક કૃષિ વ્યવસાયોમાં વરિષ્ઠ હોદ્દા સંભાળ્યા છે,
“આરકેની બજાર પ્રત્યેની ઊંડી સમજ અને તેમની સહયોગી નેતૃત્વ શૈલી જાણીતી છે તેઓ સારા મોટીવેટર છે,” વર્ડેશિયન લાઇફ સાયન્સના સીઈઓ ક્લેર ડોયલે જણાવ્યું. “અમને વિશ્વાસ છે કે એશિયાભરના ખેડૂતોને ઉત્પાદકતા અને નફાકારકતામાં સુધારો કરવામાં આરકે મદદ કરશે.”
કૃષિ વિજ્ઞાન પણ શ્રી આર કે ગોયલને આવકારે છે અને શુભેચ્છા પાઠવે છે. વધુ જાણકારી માટે ઈન્કવારી કાર્ડ નંબર ૫૫ ઉપર સર્કલ કરી અમને વોટ્સએપ કરો ૯૮૨૫૨૨૯૯૬૬ ઉપર.
























