
આપણ ને ખબર છે કે ટામેટાનાં ફૂલોમાં દરેક ફૂલની અંદર નર અને માદા બંને ભાગ હોય છે.. ખુલા ખેતર ની જતી અલગ હોય છે , ખુલા ખેતરમાં પવન , મધમાખી વગેરે ફલીની કરણ માં મદદ કરે છે . પરંતુ ગ્રીન હાઉસમાં પવનની ગતિ ઘણી જ ધીમી હોવાથી જાતે પરાગનયન થવાની શક્યતા ઘણી જ ઓછી હોય છે. ગ્રીન હાઉસમાં ટામેટાં ઉગાડતાં ખેડૂતો ઈલિક્ટ્રિક પોલીનેટરનો ઉપયોગ કરીને છોડને હલાવી ને સારી એવી સંખ્યામાં ફ્ળધારણ કરાવી શકે છે. સવારનો સમયે જ્યારે માદા ભાગની ગ્રહણશક્તિ સારી હોય અને પરાગમુક્ત થવાનો યોગ્ય સમય હોય છે ત્યારે અડધી સેકન્ડ માટે ઈલેક્ટ્રિક પોલીનેટરથી ફૂલને ધ્રુજાવીને પરાગનયન કરાવી શકાય છે. ગ્રીન હાઉસમાં પરાગનયન માટે અનુકૂળ તાપમાન ૨૧° થી ૨૭ સે. અને સાપેક્ષ ભેજ ૭૦ ટકાની પરિસ્થિતિ ઉત્તમ છે. યાદ રાખો ગ્રીન હાઉસમાં પરાગનયન થવું બહુ અગત્યનું છે .
























