દાળિયા (લેડી બર્ડ બીટલ ) : તે ખૂબ જ જોવા મળતું અને જાણીતું પરભક્ષી કોટક છે. ખેતીમાં તેનો એક દાયકાથી કીટકીના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે બહુભોજી પરભક્ષી છે. તેની ઈયળ અને પુખ્તાવસ્થા પરભક્ષી છે. દાળિયાની નાની ઈયળો યજમાન કીટકના શરીરમાંથી લોહી ચૂસે છે. જ્યારે મોટી ઈયળો અને પુખ્ત દાળિયા મોલોને ચાવીને ખાય છે. આ પરભક્ષીની દૃશ્ય શક્તિ ઓછી હોવા છતાં એક પુખ્ત દાળિયું તેના જીવનકાળ દરમિયાન ૫૦૦૦ જેટલી મોલોનું ભક્ષણ કરે છે. આમ તો દાળિયા મોલોનું ભક્ષણ કરે છે પણ સાથે સાથે ફૂદા અને ચૂસિયાના ઈંડા, કથીરી, થ્રીપ્સ અને અન્ય નાના શરીરવાળા કીટકોનું પણ ભક્ષણ કરતું હોવાથી તે એક અગત્યનું પરભક્ષી છે. દાળિયા શાકભાજી પાકો, ધાન્ય પાકો, કઠોળ વર્ગના પાકો, ફળ પાકો અને બાગાયતી પાકોમાં મોલોના નિયંત્રણ માટે ઉપયોગી છે. સેરેન્જીયમ પારસેસેટોસમ નામના દાળિયાના પુખ્ત અને ઈયળ અવસ્થા શેરડીની સફેદમાખીની તમામ પર નભતા જોવા મળે છે.


























