
આ માત્ર સમયની (Timing) સમસ્યા છે. આપણે વર્ષોથી ખેતી કરીયે છીયે છતાં હજુ આપણને એવું જ પૂછવાની ટેવ છે કે: “મારે કેટલું NPK નાખવું જોઈએ?”પરંતુ સાચો પ્રશ્ન એ છે કે મારે ખાતર અથવા તો એનપીકે ક્યારે નાખવું જોઈએ. મારો પાક અત્યારે ખરી રીતે કયા પોષક તત્વોની માંગ કરી રહ્યો છે?” કારણ કે દરેક છોડ પોષક તત્વોનો વપરાશ એક સરખી રીતે નથી કરતા. પાકની અવસ્થા મહત્વની છે . પ્રત્યેક છોડ પોતાના જૈવિક લય (Biological rhythm) ને અનુસરે છે. પ્રત્યેક છોડને શરૂઆતના તબક્કામાં પોતાના મૂળનો વિકાસ કરવો હોય છે ત્યારે તેને વધારે ફોસ્ફરસ – P ની આવશ્યકતા હોય છે. છોડની વાનસ્પતિક વૃદ્ધિ Vegetative એટલેકે પાંદડાનો વિકાસ થવાની અવસ્થાએ તેને વધારે નાઈટ્રોજન – N ની આવશ્યકતા પડે છે .ફૂલ અને ફળ આવવાનો સમય થાય એટલે છોડની જરૂરિયાત બદલાય જાય છે છે હવે તેને વધારે પોટાશ – K ની આવશ્યકતા છે. હવે આપણે આપણા પાકનું અવલોકન કરતા રહીએ અને તેની આવશ્યકતા પારખી લઈએ તો છોડ તો વધુ ઉપજ આપવા તૈયાર જ છે એટલે ચાલો આજથી આપણે અહીં એક સરળ ફેરફાર કરીએ તેવી નોંધ તમારી ડાયરી માં ટપકાવી લો.






