
સિલિકોન પૃથ્વીના બાહ્યસ્તરમાં બીજુ સૌથી વધુ પ્રમાણ (૫૯ % સિલિકા સ્વરૂપે) માં મળતું અકાર્બનિકતત્વછે. આમતો ડાંગર અને શેરડી સિવાયના પાકોમાં તેનું મહત્વ ઓછુ હોવા છતાં સિલિકોન જૈવિક-અજૈવિક પરિબળો સામે ટકાઉ અને રક્ષણાત્મક પદાર્થ તરીકે પુરવાર થાય છે. જમીનમાં સિલિકોનનો બિનઆયોનિક પ્રકાર સેલિસિલિક એસિડ સ્વરૂપે જાેવા મળે છે, જેનું વહન પાકના મૂળ દ્વારા સહેલાઈથી પાકના અન્ય ભાગોમાં થાય છે. પાણીના ઉત્સર્જન કરતા કોષો, કોષોનું લ્યુમેન, તેમજ આંતરકોષીય જગ્યાઓ પર તેનું વધુ પ્રમાણ જાેવા મળે છે. સિલિકોન વનસ્પતિના પાનની યાંત્રિક મજબૂતાઈ વધારી પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં મદદરૂપ થાય છે. આ સિવાય સિલિકોન વનસ્પતિમાં પોષકતત્વો તથા પાણીનો પ્રવાહ વધારે છે, તેમજ અજૈવિક પરિબળો સામે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.

























