
દિવાળી એટલે પ્રકાશનું પર્વ દિવાળી એટલે દિપાવલી આ શબ્દ જ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે ઘરે-ઘરે દિપમાલા પ્રગટે છે અને ચોમેર પ્રકાશ પથરાઈ જાય છે આ પ્રકાશને આંખ ભરીને જોઈ લેવાનું અને મન ભરીને માણી લેવાનો ઉત્સવ આસો મહિનામાં ધનતેરસથી શરૂ થઈને ત્રણ દિવસ સુધી ઉજવાય છે એક દીવડામાં જ્યોતિ પ્રગટે અને એ દિવડા થકી બીજા ત્રીજા એમ. હાર બંધ દીવડાઓની રોશની માનવજીવનને અજવાળે છે ત્યારે દિવાળીનો તહેવાર પ્રકાશ દ્વારા આપણને શુભ સંદેશ આપે છે કે હંમેશા આપણા જીવનમાં ઉજાસ છવાયેલો રહે અરસ પરસ રજવાડાની આપ-લે કરો એક જ્યોત માંથી બીજી જ્યોત પ્રગટાવો તો સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલતા રહેશે
અંધારી અમાસની રાત નું સાૈંદર્ય વર્ષમાં એકવાર દિવાળીએ એક સરખું ઊગી નીકળે છે ધરતી અને આકાશ ફટાકડાના પ્રકાશથી રંગબેરંગી થઈ જાય છે જમીન ચક્કરની પ્રકાશમય રંગોળી જોઈને અબાલ વૃદ્ધ સાૈ કોઇ હરખાઈ ઊઠે છે આકાશ આતશબાજીનો વિખરાતો પ્રકાશ દરેક નક્ષત્રોના નૃત્ય ની બરોબરી કરવામાં મગ્ન બની જાય છે એસ અને ભરપેટ પી લેવા દરેક જીવ દિવાળીની રાતે જરૂર સમય મેળવી લે છે વિશ્વના જુદા જુદા દેશોમાં જુદા જુદા તહેવારો નિમિત્તે ફટાકડા ફોડવામાં આવે છે અને આતશબાજીથી આકાશમાં પ્રકાશની રંગોળી પુરાઈ છે પરંતુ આપણા દેશમાં તો પ્રાચીનકાળથી આજ સુધી પ્રકાશ પ્રકાશ અને સર્વત્ર પ્રકાશ જ રેલાઈ જાય એવું ફક્ત પ્રકાશનું પર્વ દિવાળી મનાવાય છે એવું ભારતીય સંસ્કૃતિમાં પ્રકાશનું આગવું સ્થાન રહ્યું છે
રંગબેરંગી રેલાતા પ્રકાશમાં તન મન ભરીને નાહી લેવા પૈસા ખર્ચી જાણે છે ત્યારે આવા ભાૈતિક સુખ મેળવવાનો ખેડૂત પાસે સમય હોતો નથી પરંતુ હૈયે હરખ તો જરૂર હોય છે શરદ પૂનમ પછી ખેડૂત ભાઈઓ માૈસમ ના કામમાં પરોવાઈ ગયા હોય છે ખેતરમાંથી લચી પડેલા મોલ પાકી ગયા હોય છે એ મોલની લણણી કાપણી વીણી ઝુંડણી, ખળાની કામગીરી અને એ કામગીરી પૂરી થાય એટલે અનાજ કપાસ મગફળી ઘર ભેગા કરીને એક ખેતપેદાશના રોકડા કરી લેવાની વેતરણમાં વણાયેલા ખેડૂતને ફટાકડા ફોડીને કે આતશબાજી કરીને દિવાળી ઉજવવાનો સમય જ ક્યાં છે એને મન તો આખા વર્ષની મહેનતનું પરિણામ ઘરની ડેલીએ પહોંચે એ જ જીવનનો પ્રકાશ ઉજાસ અને સતરંગી રંગોળી મહેનતનું ફળ મળ્યું હોય એ જ દિવાળીના મેવા અને મીઠાઈ.
ખેડૂતને મન તો પ્રકાશનો ઉત્સવ બારેમાસ અને ૩૦ દિવસ ચાલે છે કુદરતી પ્રકાશની તેજ ધારા સાત્વિકતા અને ઉપયોગીતા કૃત્રિમ પ્રકાશમાં નથી મળતી પરોઢિયે ઉગતા સુરજ માંથી પ્રસરતા પ્રકાશના કિરણો તો ખેતરમાં કામ કરતા ખેડૂતના જ નસીબમાં હોય છે ચારે તરફ ક્ષિતિજ સુધી ખેતરો અને ભવમાં સૂર્યોદય નિહાળવાની તક મળે એવો આનંદ શહેરના બહુમાળી જંગલો વચ્ચે અલભ્ય છે સવારના સુરજ ના કિરણો શરીરને સ્પર્શે ત્યારે અમૂલ્ય વિટામિન ડી પ્રાપ્ત થતું હોય છે સૂર્યના પ્રકાશથી જ ખેતીપાકો પ્રકાશ સંïલેષણ ની ક્રિયા થી છોડ માં પોતાનો ખોરાક બનાવી શકે છે આ સૂર્ય વૈશાખ મહિને ધોમ તાપથી તપે છે ત્યારે જ પાણીનું બાષ્પીભવન થઈને વાદળા બંધાય છે અને ખેતી માટે જરૂરી વરસાદ પ્રાપ્ત થાય છે સૂર્ય પ્રકાશના કિરણો કુમળા હોય કે પ્રખર બંને પૃથ્વી પરની જીવ સૃષ્ટિને વિકસવા માટે જરૂરી છે
સૂર્યપ્રકાશ ચંદ્ર પરથી પરાવર્તિત થઈને પૃથ્વી પર આવે છે ત્યારે શીતળતા ધારણ કરી લે છે શરદ ની રાત્રી હોય કે ગ્રીષ્મ ની રાત્રી ચંદ્ર થકી એ રાત્રી શીતળ બની જાય છે ખેતર માં વરસતી હોય કે મકાનની અગાશીમાં આ ચાંદનીની શીતળતા ઘૂંટડે ઘૂંટડે પી લેવાનું મન થાય છે એટલે તો આપણા તહેવારમાં ચંદ્ર એ જ્યારે પૂર્ણ કરી હોય ત્યારે એટલે કે પૂનમ મેં કોઈને કોઈ તહેવાર માણીએ છીએ શરદપૂનમની રાત્રીએ દૂધ પાૈવા મા ચાંદનીની શીતળતા ઉમેરીને જ આપણે લિજ્જતથી આરોગીએ છીએ પૂનમની રાત્રે આકાશમાં દૂર દૂર ના તારા ગ્રહો અને નક્ષત્રો ચાંદનીના પ્રકાશમાં ઝાંખા પડી જાય છે ખેતરમાં અંધારી રાતે ઉડતા સ્વયંપ્રકાશિત ચમકતા AprNep આજની પેઢી એ કદાચ જવલ્લે જ જોયા હશે આવા કુદરતી અમૂલ્ય પ્રકાશનો લ્હાવો લેવાનું આપણને વિનામૂલ્યે મળે છે પરંતુ આધુનિક યુગની ઝાકઝમાળ કૃત્રિમ પ્રકાશ નું મૂલ્ય વધી ગયું છે કારણ કે અમુક જગ્યાએ જરૂરી છે અને પૈસા ચૂકવવાથી મળે છે તેથી તે તેથી તેનું મૂલ્ય સમજાય છે વીજળીનો બલ્બ, ટયુબલાઈટ, સોડીયમ કે નિયોન જેવા ગેસથી પ્રકાશિત લાઈટ એલ ઇ ડી લાઇટ આજના ભાૈતિક યુગમાં જરૂરી બની ગઈ છે સૂર્યપ્રકાશમાંથી પણ વિદ્યુત મેળવીને જુદા જુદા ઉપકરણો દ્વારા ગરમીનો ઉપયોગ કરી શકીએ છીએ સોલાર લાઈટ સોલર વોટર હીટર સોલાર રૂફ સોલર પાવર ફેન્સીંગ વગર સૂર્યની ઊર્જા અને પ્રકાશનું જ રૂપાંતર છે ખેતરમાં કુદરતી પ્રકાશ ની સાથોસાથ કૃત્રિમ પ્રકાશ પણ એટલો જ ઉપયોગી છે ગામમાં અને ખેતર ના ગોડાઉનમાં દિવસ દરમિયાન વીજળી અને પ્રકાશની બંનેની જરૂર પડે છે રાત્રે બેટરી કે વીજળી ની લાઈટ મારફત મળતો પ્રકાશ ખેતી કાર્યો કરવા માટે મદદરૂપ થાય છે ખેતી પાક માં જીવાત નિયંત્રણ માટે પ્રકાશ પિંજર નો ઉપયોગ થાય છે ઉડતી જીવાતો અને ફુદાઓ પ્રકાશ તરફ આકર્ષાય છે અને આ પ્રકાશ પિંજરમાં સપડાઈ જાય છે ખેતર વચ્ચે લટકાવેલા વીજળીના બલ્બ પાસે “સ્ટીકી કાર્ડ’ લટકાવવાથી જીવાતો આકર્ષાય છે અને સ્ટીકીકાર્ડ પર ચોટી જાય છે આમ જીવાત નિયંત્રણ નું કામ પ્રદૂષણ ફેલાવ્યા વગર થાય છે અંધકારનો અનુભવ કર્યા વગર પ્રકાશ ની કિંમત સમજાતી નથી એ પ્રકાશ કુદરતી હોય કે કૃત્રિમ માનવ જીવનના વિકાસમાં પ્રકાશનો મહત્વનો ફાળો છે જેમ દુ:ખ ના અનુભવમાં ઘડાયા પછી સુખ ની કિંમત સમજાય છે અને આપણે પ્રગતિ કરી શકીએ છીએ એવો સંદેશ પ્રકાશમય શુભ દીપાવલી દ્વારા પ્રાપ્ત થાય છે દિપાવલી ની શુભેચ્છાઓ













