
જુઓ તો ખરા કૃષિ વિજ્ઞાન માર્ચ ૧૯૭૮ વિશેષાંકમાં પ્રસિદ્ધ થયેલ લેખ આજે પણ પ્રસ્તુત છે
કૃષિ વિજ્ઞાન હંમેશા ખેડૂતની સાથે….

કોઈપણ પાકને ખાતર આપવામાં આવે તો તેનો સદુપયોગ થઈ ને ધાયુ પાક ઉત્પાદન મેળવી શકાશે કે કેમ તે જાણવા માટે આપણે ત્રણ સવાલો જેવાં કે ખાતર કેટલા પ્રમાણમાં, ક્યારે અને કેવી રીતે આપવું તેમ જ તેની પાછળ રહેલાં વૈજ્ઞાનિક સિધ્ધાંતો પ્રત્યે પૂરતુ ધ્યાન આપવું જોઈએ .પાકને કેટલા પ્રમાણમાં ખાતર આપવું જોઈએ તેનો આધાર, મુખ્યત્વે જમીનની ફળદુપતા, પાક. પાકની જાત અને પાકના ઉત્પાદન પર રહેલો છે. આ પ્રમાણ નક્કી માટે દરેક ખેડુતે પોતાની જમીનનું પૃથ્થકકરણ દર વર્ષે કરાવી તેના અહેવાલમાં જણાવેલ ભલામણ મુજબ ખાતરનો જથ્થો આપવાનું ગોઠવવું જોઈએ. આ જાતની ભલામણમાં જમીનમાં રહેલ લભ્ય પોષક તત્વો, ખાતર દ્વારા જમીનમાંથી ચૂસાતા તત્વો પાકની – જાત અને અને ઉત્પાદનક્ષમતા લક્ષ્યમાં લેવાય તે અતિ મહત્વનું છે. દરેક વિસ્તારની જમીન અને પાક •પદ્ધતિ જુદા જુદા પ્રકારની હોવાથી કોઈપણ પાક માટે આખા રાજ્યમાં સર્વગ્રાહી એક જ ભલામણ હોઈ ન શકે, જેથી જે તે વિસ્તાર માટે પાકવાર સંશોધનને આધારે નક્કી થયેલ, ભલામણ મુજબ અને જમીનના પૃથ્થકકણ બાદ કરાયેલ ભલામણ મુજબ કોઈ પણ પાકને આપવાના ખાતરનું પ્રમાણુ અપનાવવું તે વધુ વાસ્તવિક અને અનુકુળ ગણાય. આ રીતે, પાકને આપવાના ખાતરનું પ્રમાણ નક્કી થઈ ગયા પછી તે ક્યારે અને કેવી રીતે આપવું તે પ્રત્યે સવિશેષ ધ્યાન આપવામાં આવે તી જ ખાતરોનો સદુપયોગ અમલી બનાવી શકાય





















