
વાલોળ માં પાક-સંરક્ષણ
રોગ :
(૧) પાનના ટપકાંનો રોગ :
પાન ઉપર રાખોડી રંગના અને ફરતે રતાશ પડતી કિનારીવાળા ટપકા પડે છે. ઉપદ્રવ વધતાં પાન સુકાઈને ખરી પડે છે. આના નિયંત્રણ માટે રોગ લાગેલ છોડને કાઢી નાખવો તથા ડાયથેન એમ-૪૫ ૦.૨ ટકા ૨૭ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પ્રમાણે ૧૦ થી ૧ર દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.
(૨) પંચરંગીયો :
અસર પામેલ છોડના પાન અને નસો પીળી પડી જાય છે. છોડ ઠીંગણી રહે છે. આ રોગ મોલો- મશીથી ફેલાતો હોઈ શોષક પ્રકારની દવાઓ જેવી કે, ડાયમીથોએટ ૧૦ મિ.લી./ ૧૦ લિટર અથવા ફોસ્ફામીડોન ૫ મિ.લી. / ૧૦ લિટરનો વારાફરતી છંટકાવ કરવો.
જીવાત :
(૧) ચુસિયા પ્રકારની જાવતો :
મોલો-મશીના નિયંત્રણ માટે બજારમાં મળતા તૈયાર મિશ્રણ થાયોમિથોકઝામ ૧૨.૬ + લામડા સાહેલોથ્રીન ૯.૫% ઝેડસી ૦.૦૦૫%, ૨.૫ મીલી/૧૦ લિટર પાણી (૨૭.૬૩ ગ્રામ/હે.) નો એક છંટકાવ કરવો.
(૨) શીંગ કોરી ખાનાર ઈયળ :
શીંગ કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે બજારમાં મળતા તૈયાર મિશ્રણ કલોરોએન્ટ્રાનીલીપ્રોલ ૯.૩% + લામડા સાહેલોથ્રીન ૪.૬% ઝેડસી ૦,૦૦૬%, ૪ મીલી/૧૦ લિટર પાણી (૨૭.૮૦ ગ્રામ/હે.)નો એક છંટકાવ કરવો.















