
જૂન 1978 વર્ષના કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસદ્ધિ થયેલી વાત વાંચો :
ગયા અંકમાં આપણે (1) પીઠ ( બઝાર ) પકવનારના હાથ માં હોવી જોઈએ (2) આપણી પ્રારબ્ધવાદી મનોદશાની વાત કરી હતી આ અંકમાં ત્રીજી વાત એ છે કે ખેતી જેવા ઉત્તમ ધંધાને આપણે ખેડુતોએ પણ હલકા ગણવા માંડયાં છે. આપણામાં કહેવત છે કે ઉત્તમ ખેતી તે આજે પણ એટલું જ સાચું છે. કારણ એ ખેતીમાં કેઈનું શોષણ થતું નથી કે છે કે કોઈને અન્યાય થતો નથી માત્ર કુદરત પાસેથી એટલે કે માટી, પ્રકાશ, પાણી. હવા જેવાં કુદરતી તત્વો પાસેથી પોષણ મેળવીને એકના અનેક ગણા દાણા ખેડુતો પકવે છે. બીજા બધાં ધંધામાં જાણતાં-અજાણતાં સીધુ કે આડકતરૂં શોષણ, અન્યાય કે અનીતિ આચરવી પડે તેવી સ્થિતિ છે
વળી એ ધંધાઓમાં જે કંઇ સંપત્તિ વધે છે, કે ઘટે છે તે એકની પાસેથી બીજાની પાસે થતી માત્ર નાણાંની ફેરબદલીનું પરિણામ છે નફો, કમિશન, વ્યાજ દલાલી, આડત ભાડું, તેજી કે મંદીને નામે આવા ફેરફાર થાય છે, એમાં કશુ નવું સર્જન થતું નથી થતું દેખાય છે તે માત્ર માલનું રૂપાંતર છે, જ્યારે ખેડુત તો નવું સર્જન કરે છે તે અન્ન, કઠોળ, કપાસ, તેલિબિયાં શેરડી, ફળફળાદિ વગેરે પકવીને સમાજને દેશને અને જગતને જીવાડે છે. આવા નીતિમય ધંધાને હલકો કેમ ગણી શકાય.






















