
પાંદડા પીળા પડવા (ક્લોરોસિસ) નું કારણ છે પોષક તત્વોની ઉણપ (નાઈટ્રોજન, આયર્ન), નબળા મૂળ, વધુ પડતું પાણી. જો સંતુલિત NPK + સૂક્ષ્મ પોષક તત્વો (ખાસ કરીને આયર્ન) આપો.પાણીના નિકાલની વ્યવસ્થા સુધારો અને પાણી ભરાવા ન દો. મૂળના સ્વાસ્થ્યને મજબૂત બનાવો હ્યુમિક/સીવીડ આધારિત ખાતરો વાપરો. પાંદડા વળવા (લીફ કર્લિંગ)નું કારણ છે પાણીની અછત, ચુસિયા પ્રકારની જીવાત જેવી કે મોલો , થ્રિપ્સ, કથિરી નો ઉપદ્રવ ,વાતાવરણમાં અચાનક ફેરફાર. પિયતનું યોગ્ય સમયપત્રક જાળવો. ઇમિડાક્લોપ્રિડ, સ્પિનોસેડનો ઉપયોગ કરીને જીવાતોનું નિયંત્રણ કરો. બાયોસ્ટિમ્યુલન્ટ્સ દ્વારા છોડનો તણાવ ઓછો કરો.











