Visitors
Visitors

હેક્ટર 27 સાથે જમીનજન્ય રોગો, જીવાતો અને નેમાટોડેથી સંપૂર્ણ સુરક્ષા

ખેતીમાં સારું ઉત્પાદન મેળવવા માટે માત્ર ગુણવત્તાવાળા બીજ અને ખાતર પૂરતા નથી. જમીનમાં રહેલા વિવિધ ફૂગજન્ય રોગો, હાનિકારક જીવાતો તેમજ નેમાટોડ પાકને શરૂઆતથી જ નુકસાન પહોંચાડે છે. પરિણામે મૂળનો વિકાસ અટકી જાય છે, છોડ પીળા પડે છે અને ઉત્પાદન પર સીધી અસર પડે છે. આજના સમયમાં ખેડૂતો માટે સૌથી મોટી જરૂરિયાત એવી ટેક્નોલોજીની છે જે એકસાથે અનેક સમસ્યાઓનું નિરાકરણ આપી શકે. આ જ વિચાર સાથે વિકસાવવામાં આવ્યું છે હેક્ટર 27 – એક અદ્યતન જૈવિક (Microbial) ટેક્નોલોજી આધારિત ઉત્પાદન.

હેક્ટર 27 શું છે?
હેક્ટર 27 એક વિશિષ્ટ મલ્ટી-માઇક્રોબિયલ બાયો ફોર્મ્યુલેશન છે, જેમાં લાભદાયક સૂક્ષ્મજીવોનું સંયોજન છે. આ સૂક્ષ્મજીવો જમીનમાં સક્રિય થઈને રોગકારક ફૂગ, જીવાતો અને નેમાટોડના દબાણને ઘટાડવામાં મદદ કરે છે.
સાથે સાથે તેમાં રહેલા NPK ની શક્તિ છોડને જરૂરી પોષક તત્ત્વો ઉપલબ્ધ કરવામાં મદદરૂપ બને છે, જેના કારણે રોગ અથવા જીવાતથી નુકસાન પામેલા છોડ ઝડપથી પુનઃવિકાસ કરી શકે છે.

ખેડૂતો માટે શા માટે શ્રેષ્ઠ પસંદગી?
એક જ ઉત્પાદનમાં જમીનજન્ય રોગો, બીજજન્ય રોગો, જીવાતો, નેમાટોડ અને પોષણ વ્યવસ્થાપનનો વૈજ્ઞાનિક અભિગમ આપતું હેક્ટર 27 ખેડૂતોને અલગ-અલગ ઉત્પાદનો ખરીદવાની જરૂરિયાત ઘટાડે છે. પરિણામે ખર્ચમાં બચત થાય છે, જમીનની તંદુરસ્તી સુધરે છે અને પાક વધુ તંદુરસ્ત બને છે.

ઉપયોગ કરવાની રીત
ભલામણ કરેલ માત્રા: 200 ગ્રામ પ્રતિ એકર
હેક્ટર 27 ને સારા સડી ગયેલા છાણિયા ખાતર, વર્મીકમ્પોસ્ટ, રેતી અથવા અન્ય જૈવિક ખાતર સાથે સારી રીતે ભેળવી જમીનમાં આપવું. ઉપરાંત, હેક્ટર 27 નો ઉપયોગ ડ્રિપ સિંચાઈ (Drip Irrigation) દ્વારા પણ કરી શકાય છે. વધુ સારા પરિણામ માટે ભેજવાળી જમીનમાં ઉપયોગ કરવો.

ખાસ સાવચેતી
હેક્ટર 27ને રાસાયણિક ખાતર, ફૂગનાશક અથવા જંતુનાશક દવાઓ સાથે મિશ્રિત ન કરવું. જો રાસાયણિક ખાતર અથવા દવાનો ઉપયોગ કર્યો હોય, તો હેક્ટર 27 નો ઉપયોગ 7 થી 10 દિવસના અંતર બાદ કરવો.
હેક્ટર 27 તમારી નજીકમાં ક્યાંથી મળશે તે જાણવા ફોન કરો. મો. 81410 61247 અથવા નીચે આપેલ બટન પર ક્લિક કરી ફોર્મ ભરો. તમને કોલ આવી જશે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ધર્મજ ક્રોપ ગાર્ડ લી.ના ઉત્પાદનોના પરિણામો અને ખેડૂત પ્રતિસાદ

    ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ (DHARMAJ CROP GUARD LIMITED) ના ઉત્પાદનોના પરિણામો અને ખેડૂત પ્રતિસાદ ખુબ સારો મળી રહ્યો છે . આજે વાત ધર્મજ ક્રોપ ગાર્ડની ખુબ સફળ બ્રાન્ડ ઝૂડીઓ પાવર ની ઝૂડીઓ

    વધુ વાંચો....

    ગ્રો ઈન્ડિગો દ્વારા ભારતમાં ખેડૂતોને સોઈલ કાર્બન ક્રેડિટનું પ્રથમ ચૂકવણું

    લુધિયાણા, ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ : ભારતીય કૃષિ ક્ષેત્રમાં પ્રથમ વખત, પંજાબ અને હરિયાણાના નાના ખેડૂતોને તેમના ખેતરોમાં આબોહવા-અનુકૂળ પદ્ધતિઓ અપનાવવા બદલ પ્રથમ કાર્બન ક્રેડિટ ચૂકવણી મળી છે. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પંજાબ

    વધુ વાંચો....

    ઓછા વરસાદ અને પાણીની અછત વચ્ચે ચણાની ખેતી માટે યોગ્ય જાતની પસંદગી કરો.

    ખેડૂત મિત્રો, આ વર્ષે ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અપેક્ષા મુજબ રહ્યું નથી અને પાણીની ઉપલબ્ધતા પણ ઓછી છે. આવી પરિસ્થિતિમાં રવિ સિઝનના પાકની પસંદગી કરતી વખતે જમીનનો પ્રકાર, પાણીની ઉપલબ્ધતા અને પાકનો

    વધુ વાંચો....

    એસ્કોર્ટ્સ કુબોટાએ બે નવા ટ્રેક્ટર રજૂ કર્યા.

    એસ્કોર્ટ્સ કુબોટા લિ. ભારતીય ટ્રેક્ટર માર્કેટના 41-50 HP સેગમેન્ટમાં તેના પ્રીમિયમ યુટિલિટી ટ્રેક્ટર પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતા બે નવા ટ્રેક્ટર, કુબોટા MU4502 અને MU5002 રજૂ કર્યા છે, જે અનુક્રમે 45 HP અને 50

    વધુ વાંચો....

    એસ્કોર્ટ્સ કુબોટાએ બે નવા ટ્રેક્ટર રજૂ કર્યા.

    એસ્કોર્ટ્સ કુબોટા લિ. ભારતીય ટ્રેક્ટર માર્કેટના 41-50 HP સેગમેન્ટમાં તેના પ્રીમિયમ યુટિલિટી ટ્રેક્ટર પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતા બે નવા ટ્રેક્ટર, કુબોટા MU4502 અને MU5002 રજૂ કર્યા છે, જે અનુક્રમે 45 HP અને 50

    વધુ વાંચો....

    કપાસની ઉત્પાદકતા વધારવા માટે હાઇ-ડેન્સિટી પ્લાન્ટિંગ

    મહારાષ્ટ્રમાં કપાસ પકવતા ખેડૂતો હાઇ-ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ (HDPS) એટલે કે ઉચ્ચ ઘનતા વાવેતર પદ્ધતિ અપનાવી ઓછા ઉત્પાદન અને મજૂરોની અછતના પડકારોને પહોંચી વળવા આ પદ્ધતિ અપનાવી. ભારત, વિશ્વનો સૌથી મોટો કપાસ ઉત્પાદક

    વધુ વાંચો....

    બાયોસ્ટેન્ડ ગ્રુપની નંદી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શ્રી અનિલ કોલ્ટેની નવા બિઝનેસ હેડ તરીકે નિમણૂક

    કૃષિ અને બીજ ઉદ્યોગ ક્ષેત્રે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતની અગ્રણી બાયોસ્ટેન્ડ ગ્રુપની સહયોગી કંપની, નંદી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શ્રી અનિલ કોલ્ટેની કંપનીના નવા ‘બિઝનેસ હેડ’ (વ્યાપારી વડા) તરીકે

    વધુ વાંચો....

    સિન્જેન્ટાએ ખેડૂતો માટે CROPWISE™ એ આઈ ખુલ્લું મૂક્યું .

    સિન્જેન્ટાના ચીફ ઇન્ફોર્મેશન એન્ડ ડિજિટલ ઓફિસર ફિરોઝ શેખે જણાવ્યું છે કે, “કૃષિ ક્ષેત્ર અત્યારે એક મોટા વળાંક પર ઉભું છે. આબોહવાનું દબાણ, વૈશ્વિક બજારની અસ્થિરતા અને ટકાઉ ખેતીની પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાની તાત્કાલિક

    વધુ વાંચો....

    કંપની ન્યુઝ : ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા)નું નવું અસરકારક નિદામણનાશક – અલ્ટેર વિષે જાણો ?

    ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) દ્વારા ડાંગરનું અસરકારક નિદામણનાશક – અલ્ટેર ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ કુમાર અગ્રવાલે જણાવ્યું છે કે: “અમને ભારતમાં અમારા ભાગીદારો નિસાન કોર્પોરેશાન જાપાનનું ઉત્પાદન અલ્ટેર રજૂ કરતા આનંદ થાય

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks