
આપણા ખેતરની માટીના pH ની અસરકારકતા કેવી રીતે જાળવી રાખવી ? તેમાટે આપણે આપણી માટીનું નિયમિત પરીક્ષણ કરીને જો એસિડિક જમીન હોય તો ચૂનો ઉમેરવો અને જો આલ્કલાઇન હોય તો જીપ્સમ અથવા કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરો, સંતુલિત ખાતર અપનાવો, FYM, ખાતર અને લીલા પડવાશ દ્વારા કાર્બનિક પદાર્થો વધારો કરો જો આવુ કરશો તો પોષક તત્વો લભ્ય બનશે, માટીની જૈવિક પ્રવૃત્તિમાં વધારો થશે. લાંબા ગાળે જમીનનું ટકાઉપણું થતા ખેતીની આવકમાં વધારો થશે .માટી pH વ્યવસ્થાપન એ ખર્ચ નથી પણ સ્માર્ટ રોકાણ છે.

















