
આપણા ખેતરની માટી આપણી ખેતીનો આધાર છે અને આ માટીનો આધાર છે માટીનો pH. શું છે આ pH. આ pHનો સંપૂર્ણ અર્થ છે Potential of Hydrogen. “હાઇડ્રોજનની સંભાવના” અથવા “હાઈડ્રોજનની શક્તિ” છે, જે માટીમાં એસિડિટી એટલે કે અમ્લતા અને ક્ષારત્વનું માપ દર્શાવે છે, જે ૦ (એસિડિક) થી ૧૪ (આલ્કલાઈન ) ના સ્કેલ પર હાઇડ્રોજન આયન સાંદ્રતાનું માપ છે, જેમાં ૭ તટસ્થ હોય છે, માટી pH વ્યવસ્થાપન – સારી પાક ઉપજ માટે એક મુખ્ય પરીબળ છે . ચાલો સોઇલ કેમેસ્ટ્રીને સમજીયે વિજ્ઞાન સાથે દોસ્તી કરીયે .

















