Visitors
Visitors

ખેડૂતોના હાથમાં ડિજિટલ સલાહકાર : કલ્પના કરો કે તમારા ખેતરમાં ઉભેલા પાકને રોગ લાગ્યો છે અને તમને તેની જાણ એક અઠવાડિયા પછી નહીં, પરંતુ તે દેખાય તે પહેલાં જ થઈ જાય. અથવા વરસાદ ક્યારે પડશે, કેટલું ખાતર આપવું અને ક્યારે સિંચાઈ કરવી તેનો ચોક્કસ નિર્ણય તમારો મોબાઇલ ફોન તમને જણાવી દે. આ કોઈ કલ્પનાની વાત નથી. કૃત્રિમ બુદ્ધિમત્તા (Artificial Intelligence – AI) આજે કૃષિ ક્ષેત્રમાં આવી જ નવી ક્રાંતિ લાવી રહી છે. ખેડૂતોને વધુ વૈજ્ઞાનિક નિર્ણયો લેવામાં મદદ કરીને AI ખેતીને વધુ નફાકારક, કાર્યક્ષમ અને ટકાઉ બનાવશે?
એક સમય હતો જ્યારે ખેડૂત ખેતીના નિર્ણયો માટે માત્ર પોતાના અનુભવ અથવા આસપાસના ખેડૂતોની સલાહ પર આધાર રાખતા હતા. આજે પરિસ્થિતિ બદલાઈ રહી છે. સ્માર્ટફોન અને ઇન્ટરનેટના વધતા ઉપયોગને કારણે AI આધારિત મોબાઇલ એપ્લિકેશનો ખેડૂતોના ડિજિટલ સલાહકાર બની રહ્યા છે. આવી એપ્લિકેશનો પાકના વિકાસની દેખરેખ રાખવા, હવામાનની આગાહી મેળવવા, જીવાત અને રોગની ઓળખ કરવા, ખાતર અને સિંચાઈનું આયોજન કરવા તેમજ નજીકના બજારના ભાવ જાણવા જેવી અનેક સેવાઓ પૂરી પાડે છે.
ખેડૂતો માટે AI કેવી રીતે ઉપયોગી છે? : આજે સ્માર્ટફોન દ્વારા ખેડૂત પાકના પાનનો ફોટો લઈને રોગ અથવા જીવાતની ઓળખ કરી શકે છે. AI આધારિત એપ્લિકેશન ફોટાનું વિશ્લેષણ કરીને સંભવિત રોગ, તેનું કારણ અને યોગ્ય નિયંત્રણની ભલામણ કરે છે. તે ઉપરાંત હવામાનની આગાહી, વરસાદની સંભાવના, સિંચાઈનો યોગ્ય સમય અને ખાતરની જરૂરિયાત અંગે પણ AI આધારિત સલાહ મળી શકે છે. પરિણામે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી પાકનું નુકસાન ઘટે છે. વધુ આવતા અંકે ……

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    આંગળીના ટેરવે : એ આઈનો કૃષિમાં ઉપયોગ

    આંગળીના ટેરવે : એ આઈનો કૃષિમાં ઉપયોગ કૃષિ, પરંપરાગત રીતો અને માનવ મજૂરી પર આધારિત રહી છે. તેમ છતાં, કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને ટકાઉપણું વધારવા માટે નવીનતમ ઉકેલો રજૂ કરીને આજકાલ “AI in

    વધુ વાંચો....

    આંગળીના ટેરવે : એઆઈ (AI) – ખેડૂતનો નવો સાથી: કમાણી વધારશે, મહેનત ઘટાડશે.

    આજના સમયમાં તમે જ્યાં જુઓ ત્યાં એઆઈ (AI) એટલે કે “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” ની ચર્ચા થઈ રહી છે. અહીં સુધી કે AI હવે શહેરમાં જ નહીં, પણ ગામડામાં અને ખેડૂત સુધી પહોંચી ગઈ

    વધુ વાંચો....

    આંગળીના ટેરવે :આપણા મોબાઈલમાં આપણી વાડી કહેશે પોતાની વ્યથા.

    શું એવું શક્ય છે? શું આ વૈજ્ઞાનિક હવામાનના સાધનો આપણા ખેતરમાં ફિટ કરવાનો ખર્ચ વધુ થાય ? શું આજુ બાજુની વાડી વાળા ભેગા થઈને એક હવામાન સ્ટેશન શરુ કરી શકાય? શું ગામ

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks