
વરસાદ અનરાધાર વર્ષે અને એમાય જો ગામડે ગામડે આપણે રિચાર્જ અને ખેત તલાવડી કે ચેકડેમ બનાવ્યા હોય તો ગગન માંથી વરસેલા અમી જેવા મીઠા જળનું સંચય થાય અને આપણને ફરી ઉપયોગી થાય તેવું આપણે વગાડી વગાડીને કહેતા આવ્યા છીએ તેનો પ્રતિસાદ હજારો ખેડૂતો દ્વારા મળી રહ્યો છે. ઘણા ખેડૂતોએ ભૂંગળું બનાવ્યું તો ઘણાએ ચોખ્ખું પાણી કુવામાં જાય તેવી વ્યવસ્થા બનાવી તેના વીડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થયા છે તે જોઈ ને લાગે કે આપણે હવે સમજયા છીએ અને પાણીનું મૂલ્ય સમજ્યા છીએ .

























