– બ્યુવેરીયા બાસિયાના : કીટકના નિયંત્રણ માટે બ્યુવેરીયાએ બ્રોડ સ્પેક્ટ્રમ અસર ઘરાવતી ફૂગ છે. તે ઈયળ વર્ગ અને ચૂસિયા વર્ગના કીટકો ઉપર સારી રીતે પરોપજીવીકરણ કરે છે. અનુભવ દ્વારા માલૂમ પડ્યું છે કે છોડ કે પાંદડા ઉપર વધારે હલનચલન કરતાં કીટકો ઉપર તે વધારે ફૂગના સંપર્કમાં આવે છે. બ્યુવેરીયા દરેક પ્રકારની ઇયળ, લીલીપોપટી , સફેદમાખી , મધિયો , મોલો , મીલીબગ અને ભીગડાવાળી જીવાત માટે ખૂબ જ ઉપયોગી છે. બ્યુવેરીયાથી મરેલા કોટક ઉપર સફેદ કૂગ દેખાય છે. બ્યુવેરીયા યુક્ત દવાઓ બજારમાં બાયોસોફ્ટ, લાવાર્સેલ નામથી ઉપલબ્ધ છે

કાર્બેન્ડીઝીમ
કાર્ય પધ્ધતિ :કાર્બેન્ડાઝીમ ફૂગ ઉપર વિવિધ પ્રકારની અસર ધરાવતું , શોષક/સર્વદૈહિક , રક્ષણાત્મક અને રોગહર/ઉપચારક ફૂગનાશક છે. તે ફૂગમાંકોષ વિભાજનની ક્રિયાને અવરોધે છે જેથી ફૂગની જનન-નલિકાઓનો વિકાસ, આસંબિંબનું નિર્માણ અને કવકજાળ/તંતુજાળની વૃધ્ધિ



















