1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત છંટકાવ કરવા. કપાસ મૂળખાઇ/ મૂળનો સડો કાર્બેન્ડાઝીમ 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ 50 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી સૂકાતા છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું.

મોલેક્યુલ : ડાયફેનોકોનાઝોલ
કાર્ય પધ્ધતિ :ડાયફેનોકોનાઝોલ, એક શોષક ફૂગનાશક છે અને રોગ નિવારક તથા રોગહર અસર (Preventive and curative action) ધરાવે છે જે ફૂગના કોષોના બાહ્યાવરણમાં થતી પિત્તઘન (સ્ટીરોલ) દ્રવ્યોના જૈવ સંશ્લેષણની પ્રક્રિયાને અવરોધે છે



















