કાર્ય પધ્ધતિ :
સલ્ફર (અકાર્બનિક) એક અગત્યનું બિનશોષક પ્રકારનું ફૂગનાશક છે. પાક રોગ નિયંત્રણમાં સલ્ફરનો ઉપયોગ સાૈથી જુનો છે. જુદા જુદા ફૂગનાશકોમાં સલ્ફર આધારિત ફૂગનાશકનો આજે પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. અકાર્બનિક સલ્ફરનો ઉપયોગ એલીમેન્ટલ સલ્ફર તરીકે અથવા લાઇમ સલ્ફર મિશ્રણ તરીકે ડસ્ટ/ધૂળના સ્વરૂપમાં અથવા વેટેબલ પાઉડર તરીકે થાય છે, બજારમાં ૨૦૦-૩૦૦ મેશ ગંધકની ભૂકી મળતી હોય છે. વેટેબલ સલ્ફરને પાણીમાં સારી રીતે મિશ્ર કરી શકાય છે અને ભૂકી છારા તથા ગેરૂ રોગના નિયંત્રણ માટે છંટકાવ તરીકે ઉપયોગમાં લેવાય છે. ક્્યારેક છોડ પર સલ્ફરની વિપરીત અસર (ફાયટોટોક્સેસીટી) જોવા મળે છે. સામાન્ય રીતે સલ્ફર ડસ્ટ અને લાઇમ સલ્ફરની ટોક્સેસીટી અનુક્રમે ૩૦ અને ૨૬ ડિ.સે. કરતાં વધુ તાપમાને જોવા મળે છે. લાઇમ સલ્ફરમાં વધું ઝેરીકરણ તેની દ્રાવ્યતાને કારણે હોય છે.
અકાર્બનિક સલ્ફર ઇલેક્ટ્રોન ચળવળને અટકાવી કોષ કક્ષાએ (સેલ્યુલર) શ્વસનની પ્રકિયામાં દખલ કરે છે. સલ્ફરની બહુ-સ્થાનિય સંપર્ક અસરના કારણે ફૂગ સામે પ્રતિકારનો વિકાસ પણ અટકાવે છે. ફૂગનાશક સલ્ફર એ કથીરીનાશક તરીકે પણ કાર્ય કરે છે.
બનાવટો :
લાઇમ સલ્ફર બજારમાં ૨૨% એસસી (સોલ્યુબલ કોન્સેન્ટ્રેટ એટલે કે પાણીમાંદ્રાવ્ય પ્રવાહીરૂપ) સ્વરૂપે ઉપલબ્ધ છે. આ ઉપરાંત સલ્ફર બજારમાં૪૦% અને ૮૦% ડબલ્યુપી (ભીંજવી શકાય તેવા ભૂકારૂપ), ૫૨% અને ૫૫.૧૬% એસસી (ઓગાળી શકાય તેવુ સાંદ્રત પ્રવાહી), ૮૦% ડબલ્યુજી (પાણીમાંભીંજવી શકાય તેવા દાણાદાર) અને ૮૫% ડીપી (ડસ્ટેબલ પાઉડર એટલે કે પ્રસરી જાય તેવા પાઉડર)નાં સ્વરૂપે મળે છે.
વ્યાપારી નામો :
બજારમાં ૪૦% ડબલ્યુપી (શેર, ગ્રોફીટ), ૫૫.૧૬% એસસી (પીટર ૫૫, લીક્વીફ્લો, મેઝીક), ૮૦% ડબલ્યુપી (સલ્ફેક્ષ, સલ્ટાફ, વેટાસલ્ફ-એજી, વેËાસુલ,) અને ૮૦% ડબલ્યુજી (સલ્ફેક્ષ ગોલ્ડ, મેઇનસલ્ફ, ઇનસલ્ફ ગોલ્ડ, સુફીલ, સ્ટારસલ્ફ, સલ્ફોવીટ, સલ્ફીન પ્લસ, ઇનોવેટ, વોકોવીટ, સલ્ફોન, સુલાક, ઘરડા સલ્ફો, કોસાવેટ-ડીએફ) વિગેરે બજારૂ નામે મળે છે.
ઉપયોગ માટે ભલામણ:
સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ મુજબ : સલ્ફર ફૂગનાશક તરીકે મુખ્યત્વે વાલ, જીરૂ, આંબો, વટાણા, ગુલાબ, મરચી, ભીંડા, લીંબુ, ગુવાર જેવા પાકોમાં ભૂકીછારાનાં નિયંત્રણ માટે વપરાય છે. ઉપરાંત મગફળી (ટીક્કા પાનનાં ટપકાં, જુવાર (દાણાનો આંજીયો) અને ચોળા, વટાણા, મગ, અડદ જેવા પાકોમાં ગેરૂના નિયંત્રણમાં વપરાય છે. સલ્ફરનો ઉપયોગ કપાસ, જુવાર, ગુલાબ, ચા જેવા પાકોમાં કથીરીનાશક તરીકે પાન કથીરીના નિયંત્રણ માટે થાય છે.
ઉપયોગ માટે ભલામણ :
આપણે ત્યાં કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ) બોર, રાઈ, તલ, સૂર્યમુખી, ભીંડા, ડુંગળી, લસણ, ગુવાર, મગ, વાલ, વટાણા, આંબો પપૈયા, જીરૂ, ધાણા, મેથી, ગુલાબ વગેરે પાકોમાં ભૂકીછારા રોગના નિયંત્રણ માટે સલ્ફરનો છંટકાવ કરવાની ભલામણ થયેલ છે. સામાન્ય રીતે દ્રાવ્ય ગંધક/વેટેબલ સલ્ફર ૮૦% વે.પા. ૨૫-૩૦ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવામંા આવે છે. પાણીની અછતવાળા વિસ્તારમાં ૩૦૦ મેશ ગંધકની ભૂકી હેકટરે ૨૦-૨૫ કિગ્રા પ્રમાણે રાખ સાથે ભેળવીને સવારના સમયે ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવાની ભલામણ થયેલ છે.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    કાર્બેન્ડીઝીમ

    કાર્ય પધ્ધતિ :કાર્બેન્ડાઝીમ ફૂગ ઉપર વિવિધ પ્રકારની અસર ધરાવતું , શોષક/સર્વદૈહિક , રક્ષણાત્મક અને રોગહર/ઉપચારક ફૂગનાશક છે. તે ફૂગમાંકોષ વિભાજનની ક્રિયાને અવરોધે છે જેથી ફૂગની જનન-નલિકાઓનો વિકાસ, આસંબિંબનું નિર્માણ અને કવકજાળ/તંતુજાળની વૃધ્ધિ

    વધુ વાંચો....

    મેંકોઝેબ

    કાર્ય પધ્ધતિ :“મેન્કોઝેબ’ એ ડાયથાયોકાર્બામેટ્સ જુથના ફૂગનાશકોમાં સમાવેશ થતું અગત્યનું બિનશોષક પ્રકારનું ફૂગનાશક છે. મેન્કોઝેબ ફૂગનાશક બે ડાયથાયોકાર્બામેટ્સ, મેનેબ અને ઝાઇનેબનું મિશ્રણ છે. મેન્કોઝેબ, સ્પર્શધ્ન ફૂગનાશક છે. તે ફૂગ માટે ત્યારે જ

    વધુ વાંચો....

    કાર્બોક્ષીન

    કાર્ય પધ્ધતિ :કાર્બોક્ષીન ફૂગનાશક મુખ્યત્વે બીજજન્ય રોગોના નિયંત્રણ માટે વપરાય છે. કાર્બોક્ષીન ફૂગનાશક સક્સીનેટ ઓક્સિડેશનની સાઇટ પર અથવા તેની નજીકના મિટોકોન્ડ્રીયલ શ્વસનને અટકાવી ફૂગમાં શ્વસનની પ્રક્રિયાને વિક્ષેપિત કરે છે.બનાવટો :આ ફૂગનાશક ૭૫%

    વધુ વાંચો....

    સાયનોપાયરાફેન – એક આધુનિક કથીરીનાશક

    હરિયાળી ક્રાંતિના ઉદય પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારાની સાથે સાથે કૃષિ રસાયણોનો પણ વપરાશ વધવા પામ્યો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા વિવિધ જીવાત-રોગ અને નીંદણના નિયંત્રણ માટે જુદા જુદા કૃષિ રસાયણો

    વધુ વાંચો....

    ફેનપાયરોક્ષીમેટ

    ફેનપાયરોક્ષીમેટ દવા સૌ પ્રથમ નિહોન નોહયાકૂ કંપની દ્વારા ૧૯૯૦માં તૈયાર કરવામાં આવી હતી જ્યારે તેની નોંધણી ૧૯૯૧માં કરવામાં આવી હતી. ફેનપાયરોક્ષીમેટ એ પાયરેક્ષોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું નવીનતમ કથીરીનાશક છે.  

    વધુ વાંચો....

    ક્રોમાફેનોઝાઇડ

    એક જૂથની કીટનાશકનો સતત ઉપયોગ કરવામાં આવે તો તેની સામે રક્ષણ માટે પ્રતિકારક શક્તિ કેળવાય છે. આથી તેના ઉકેલ માટે વૈજ્ઞાનિકો જુદા જુદા ભૌતિક તેમજ રાસાયણિક બંધારણ ધરાવતી કીટનાશકની શોધ કરતા રહે

    વધુ વાંચો....

    પાકસંરક્ષણ વિશેષાંક : ફ્લુફેનોક્ઝુરોન

    ફ્લુફેનોક્ઝુરોન એક કથીરીનાશકની સાથે સાથે કીટનાશક તરીકે પણ કામ કરે છે. પરંતુ કૃષિમાં તે મુખ્યત્વે કીટનાશક કરતાં કથીરીનાશક તરીકે વધુ પ્રચલિત છે. આ કથીરીનાશક સૌ પ્રથમ વાર યુનાઈટેડ કિંગડમ (બ્રિટન) સ્થિત શેલ

    વધુ વાંચો....

    ટોલ્ફેનપાયરાડ

    ટોલ્ફેનપાયરાડ એ સૌ પ્રથમ ૧૯૯૧ માં મિત્સુબીસી કેમિકલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ. ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. આ કીટનાશક કીફુન, ટોરાક વગેરે જેવા અલગ અલગ વ્યાપારી (બજારું)

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks