હરિયાળી ક્રાંતિના ઉદય પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારાની સાથે સાથે કૃષિ રસાયણોનો પણ વપરાશ વધવા પામ્યો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા વિવિધ જીવાત-રોગ અને નીંદણના નિયંત્રણ માટે જુદા જુદા કૃષિ રસાયણો અને તેની જીવાતના ચોક્કસ ભાગ પર આક્રમણ કરી નાશ કરવાની કાર્ય પ્રણાલી આધારિત કૃષિ રસાયણોનું સતત સંશોધન થતું રહ્યું છે. આવું જ એક રસાયણ સાયનોપાયરાફેન (Cyenopyrafen) છે.જે કથીરીનુ સારૂ નિયંત્રણ કરે છે. આ કથીરીનાશકની નોંધણી ભારતમાં તાજેતરમાં કરવામાં આવી છે. ભારતમાં આ કથીરીનાશક સોલ્યુબલ કોન્સર્ટ સ્વરૂપમાં જ ઉપલબ્ધ બનેલ છે. આ કથીરીનાશક કુનોઇચી, સ્ટારમાઇટતથા અરીમાના નામે મળે છે. જેનું વિશ્વ-વ્યાપી ઉત્પાદન સીજેન્ટા તથા નિશાન એગ્રો. કેમિકલ્સ કરે છે. આ રસાયણ દક્ષિણ કોરિયા, કોલંબિયા અને યૂકાડોર જેવા દેશોમાં હાલમાં બજારમાં ઉપલબ્ધ છે. આ કથીરીનાશક તાજેતરમાં જ ભારતમાં કુનોઇચી (Cyenopyrafen) ૩૦ એસ.સી.ના વ્યાપારી નામે નિશાન કેમિકલ્સ કોર્પોરેશન, જાપાન અને ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયા લિમીટ નો સંયુક્ત ઉપક્રમે બજારમાં મૂકવામાં આવી છે. 

આ આધુનિક કથીરીનાશક સાયનોપાયરાફેનનો સમાવેશ પાયરેઝોલ વર્ગમાં કરવામાં આવે છે. જે જુદા જુદા પાકોમાં નુકસાન કરતી પાનકથીરી સામે ઉપયોગ કરતા સારા પરીણામો મળે છે. આ રસાયણની પાનકથીરીને મારવાની પદ્ધતિ કઇક જુદા પ્રકારની છે. આ રસાયણ પાનકથીરીના શરીરમાં રહેલા કણાભસૂત્ર (mitochondria) પર અસર કરે છે. જેને શક્તિ ઉત્પન્ન કરતા કારખાના તરીકે ઓળખવામાં આવે છે 

અને તે શરીરના વિવિધ કોષો માટે રસાયણિક શક્તિ પેદા કરે છે. જયારે સાયનો પાયરાફેનનો છંટકાવ કરવામાં આવે ત્યારે કથીરીના શરીરમાં આ શક્તિ મળતી બંધ થઈ જાય છે જેના પરીણામે લકવો થતાં કથીરી નાશ પામે છે. આ કથીરીનાશકના યોગ્ય વપરાશથી કથીરીમાં પ્રતિકારકશક્તિ ઉત્પન્ન થતી નથી. આ કથીરીનાશક પક્ષી, મધમાખીઓ તથા પરભક્ષી કથીરીઓ પર ઓછી ઝેરી માલુમ પડેલ છે જયારે માછલીઓ અને અન્ય કરોડર૩૬ વગરના પ્રાણીઓ પર વધુ ઝેરી માલુમ પડેલ છે. પરંતુ તે પાણી તથા જમીનમાં ઝડપથી વિઘટન પામતી હોઈ ઝોખમ ઓછું રહે છે. 

આ કથીરીનાશક સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ(CIR)માં પણ નોંધણી પામેલ છે. આ રસાયણનો સફરજનની કથીરી માટે ર-૩ મિ.લિ. અને મરચીની કથીરી માટે ૪-૬ મિ.લિ. પ્રતિ ૧૦લિટરે વપરાશ કરવાનું જણાવવામાં આવેલ છે. આ કથીરીનાશકના છંટકાવ બાદ સફરજન અને મરચા અનુક્રમે ૧૫ અને ને ૭ દિવસ બાદ ઉતારવાથી તેની અવશેષ અસરનો પ્રભાવ રહેતો નથી. 

ડો. આર.કે. ઠુંમર, કુ. ખુશ્બુ પટેલ, ડો. પી. કે. બોરડ, કીટક શાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય. આણંદ કૃષિ યુનિવર્સીટી, આણંદ-૩૮૮૧૧૦

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    મોલેક્યુલ : ડાયફેનોકોનાઝોલ

    કાર્ય પધ્ધતિ :ડાયફેનોકોનાઝોલ, એક શોષક ફૂગનાશક છે અને રોગ નિવારક તથા રોગહર અસર (Preventive and curative action) ધરાવે છે જે ફૂગના કોષોના બાહ્યાવરણમાં થતી પિત્તઘન (સ્ટીરોલ) દ્રવ્યોના જૈવ સંશ્લેષણની પ્રક્રિયાને અવરોધે છે

    વધુ વાંચો....

    મોલેક્યુલ : પ્રોપીકોનાઝોલ

    કાર્ય પધ્ધતિ :પ્રોપિકોનાઝોલ એ ટ્રાયાઝોલ સંયોજનનું શોષક ફૂગનાશક છે જે રોગ પ્રતિબંધક/રક્ષણાત્મક અને રોગહર અસર ધરાવે છે. પ્રોપિકોનાઝોલ છોડની અંદર રહેલા ફૂગ-રોગાણૂ ઉપર જ્યારે ફૂગની કવચજાળ ઉપર પ્રથમ વખત ચૂષકાંગો બને છે

    વધુ વાંચો....

    મોલેક્યુલ : ટેબુકોનાઝોલ

    કાર્ય પધ્ધતિ:ટેબુકોનાઝોલ શોષક અને ટ્રાયાઝોલ સંયોજનનુંફૂગનાશક છે. ડી- મિથાઇલેશન અવરોધક ફૂગ સેલ દિવાલનુંમાળખુંબનાવવાની પ્રક્રિયામાંદખલ કરે છે અને ફૂગના પ્રજનન તથા વૃધ્ધિને રોકે છે. તે ઘણા બધા રોગ સામે રક્ષણાત્મક, રોગહર અને ઉન્મૂલનાત્મક

    વધુ વાંચો....

    જીવાત : રીંગણ, ભીંડા, મરચી અને વેલાવાળા શાકભાજીમાં પાનકથીરી

    પાનકથીરી છોડનો વધુ ઉપદ્રવિત ભાગ કાપી તેનો નાશ કરવો. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૪૦ મિ.લી. (૧ ઈસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૫

    વધુ વાંચો....

    કથીરીનાશક એક નવું સારું કેમિકલ- મોલેક્યુલ બઝારમાં આવ્યું છે.

    કથીરી માટે કથીરી નાશક જોઈએ બીજું કીટનાશક ચાલે નહિ . કથીરી એક નવું સારું કેમિકલ- મોલેક્યુલ બાઝાર માં આવ્યું છે. તમારી ડાયરીમાં નોંધી રાખો . હેક્ઝીથાયાઝોક્સ એ કૃષિમાં વપરાતી એક મહત્વની કથીરીનાશક

    વધુ વાંચો....

    કથીરી માટે જાણીતું મોલેક્યુલ ક્લોરફેનપાયર

    કથીરીની વાત ચાલે છે ત્યારે કથીરી માટે જાણીતું મોલેક્યુલની વાત કરીયે અને એનું નામ છે ક્લોરફેનપાયર એ સૌ પ્રથમ ૨૦૦૧માં બી.એ.એસ.એફ. કેમિકલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ. ક્લોરફેનપાયર એ પાયરોલ જુથમાં સમાવેશ

    વધુ વાંચો....

    ફેનપાયરોક્ષીમેટ

    ફેનપાયરોક્ષીમેટ દવા સૌ પ્રથમ નિહોન નોહયાકૂ કંપની દ્વારા ૧૯૯૦માં તૈયાર કરવામાં આવી હતી જ્યારે તેની નોંધણી ૧૯૯૧માં કરવામાં આવી હતી. ફેનપાયરોક્ષીમેટ એ પાયરેક્ષોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું નવીનતમ કથીરીનાશક છે.  

    વધુ વાંચો....

    ક્રોમાફેનોઝાઇડ

    એક જૂથની કીટનાશકનો સતત ઉપયોગ કરવામાં આવે તો તેની સામે રક્ષણ માટે પ્રતિકારક શક્તિ કેળવાય છે. આથી તેના ઉકેલ માટે વૈજ્ઞાનિકો જુદા જુદા ભૌતિક તેમજ રાસાયણિક બંધારણ ધરાવતી કીટનાશકની શોધ કરતા રહે

    વધુ વાંચો....

    પાકસંરક્ષણ વિશેષાંક : ફ્લુફેનોક્ઝુરોન

    ફ્લુફેનોક્ઝુરોન એક કથીરીનાશકની સાથે સાથે કીટનાશક તરીકે પણ કામ કરે છે. પરંતુ કૃષિમાં તે મુખ્યત્વે કીટનાશક કરતાં કથીરીનાશક તરીકે વધુ પ્રચલિત છે. આ કથીરીનાશક સૌ પ્રથમ વાર યુનાઈટેડ કિંગડમ (બ્રિટન) સ્થિત શેલ

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks