થ્રિપ્સ વિષે જાણો : થિપ્સ એક્દમ નાજુક ૧થી ૨ મિ.મી લંબાઈના, શંકુ આકારના પીળાશ પડતા કે ભૂખરાં રંગના કીટક છે. બચ્ચાં પાંખો વગરના હોય છે જયારે પુખ્ત કીટક પીંછા જેવી બે જોડ પાંખો ધરાવે છે. બન્ને પાંખોની ધાર પર નાના-નાના વાળ હોય છે. થિપ્સની હાજરી મોટે ભાગે યજમાન પાકના પાનની નીચેની બાજુએ જોવા મળે છે પરંતુ કોઈક વખત તે પાનની ઉપરની સપાટીએ પણ જોવા મળે છે. પુખ્ત કીટક ખુબ જ ચપળ હોય છે અને પાનને સહેજ અડકતા તે ઝડપથી ચાલી જાય છે. અથવા તો ઉડી જાય છે. થિપ્સની ઘણી જાતિઓ નોધાયેલ છે તે પૈકી કેટલીક જાતિની થિપ્સ પોતાના ઉદરપ્રદેશના છેડાનો ભાગ થોડી-થોડી વારે ઉપર-નીચે કરતી હોય છે અને ઝડપથી ઉડી જાય છે. આ રીતે ઉદર પ્રદેશનો ભાગ ઉપરનીચે કરવાની ચેષ્ટા થિપ્સની ઉડવાની પૂર્વ તૈયારી દર્શાવે છે.

સાયલા – નાની જીવાત મોટું નુકશાન
અમેરીકા જેવા દેશોમાં હમણાં સાયટ્રસ પાકો એટલે કે સંતરા, મોસંબી, લીંબુ પકવતા ખેડૂતો અને સરકાર એક નાનકડી જીવાત સામે રીતસર યુદ્ધના ધોરણે લડી રહ્યા હતા આ જીવાતનું નામ છે Asian Citrus psyllid




















