અજમાના પાકમાં વાવણી બાદ પરંતુ પાક અને નીંદણના સ્ફુરણ પહેલાં નીંદણ નિયંત્રણ માટે મુખ્ય બે દવાઓનો છંટકાવ કરી શકાય છે. પહેલી દવા પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) છે, જેનું પ્રમાણ હેક્ટર દીઠ ૦.૯૦૦ કિ.ગ્રા. (૩ લિટર) અને ૧૫ લિટર પાણીમાં ૯૦ મિ.લિ. રાખવાનું હોય છે. બીજી દવા ઓક્ઝાડાયાર્જીલ (રાફ્ટ ૬% ઈસી) છે, જેનું હેક્ટર દીઠ પ્રમાણ ૦.૦૭૫ કિ.ગ્રા. (૧.૨૫૦ લિટર) અને ૧૫ લિટર પાણીમાં ૩૭.૫ મિ.લિ. પ્રમાણ રાખવું જરૂરી છે.
સાભાર: ડો. આર. કે. માથુકીયા




















