
જમીન વિહોણી ખેતી એટલે કે આજે જેને આપણે કિચન ગાર્ડનિંગ કહીયે છીએ તે ઘરઆંગણે શાકભાજી કેમ ઉગાડી શકાય તેની વાત કૃષિ વિજ્ઞાનમાં ઓગસ્ટ 1978 ના અંકમાં આપેલી જુવો તો ખરા આપણું કૃષિ વિજ્ઞાન કેટલું આગળ છે
તમારા ઘરની અગાસીમાં કે ગેલેરીમાં ટોપલી અથવા ખોખાંઓમાં તમને ખુબ ગમતા અને ભાવતાં હોય તેવાં શાકભાજી માત્ર થોડુંક ધ્યાન આપવાથી ઉગાડી શકશો અને તમારો શોખ પુરો કરી શકશો. તમને એ માટે જગ્યાની કેટલી સગવડ મળે છે તેના પર શાકભાજી ઉગાડવાને આધાર રહે છે.
શહેરોમાં વસતા લોકોને જમીનનો નાનકડો ટુકડો મેળવવોય મુશ્કેલ છે. એટલે પોતાની નાની જગ્યામાં તેઓ શાકભાજી તો જરૂર ઉગાડી શકે પરંતુ તેમ કરવાને માટે તેમણે કુંડામાં શાકભાજી ઉગાડવાની યોગ્ય પધ્ધતિ શીખી લેવી જોઈએ.

















