દરેક ઉપયોગી ફૂગ કે જેને આપણે કીટક નિયંત્રણ માટે વાપરીએ છીએ તૈની કામ કરવાની અને વિકસવાની રીત લગભગ સરખી છે પણ તે જેને ટાર્ગેટ બનાવે છે તે જીવાત અલગ હોય છે. મેટારીઝીયમ એ તેના દેહધાર્મિક ક્રિયા વખતે ડેસ્ટ્રક્સીન (Destruxin) નામનું ઝેરીતત્ત્વ પેદા કરે છે. આ જીવાતની ચામડીના કાયટીનને તોડવાનું કામ કરે છે. આ જીવાતથી અસરથી મરેલી જીવાત ઉપર લીલાશ પડતાં રંગની ફૂગ જોવા મળે છે. તે ૩૦૦થી વધુ જીવાત ઉપર પરજીવીકરણ કરે છે. તે ચૂસિયા જીવાત જેવી કે પાયરીલા, બદામી ચુસિયા, મીલીબગ ઉપરાંત જમીનમાં રહોને નકસાન કરતી જીવતોમાં ધેણ, ઉધઈ, થડ કાપતી ઈયળો ગેંડા કીટક વગેરેમાં તે ખૂબ ઝડપ થી ફેલાયને નિયંત્રણ કરે છે. તે બજારમાં મેટાસોફ્ટના નામથી ઉપલબ્ધ છે

ફૂગનાશક: ફૂગનાશકોની કાર્ય કરવાની પધ્ધતિ
ફૂગનાશકોનું વર્ગીકરણ જુદી-જુદી રીતે કરવામાં આવતું હોય છે, જેમાં મુખ્યત્વે ફૂગનાશક પ્રતિકારક કાર્યવાહી સમિતિ સંકેત(FRAC CODE) દ્વારા આપવામાં આવેલ વર્ગીકરણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વધુ આવકાર્ય પામેલ છે. ફૂગનાશકો પાકમાં જોવા મળતા મુખ્યત્વે ફૂગજન્ય


















