aries agro

આજના સમયમાં તમે જ્યાં જુઓ ત્યાં એઆઈ (AI) એટલે કે “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” ની ચર્ચા થઈ રહી છે. અહીં સુધી કે AI હવે શહેરમાં જ નહીં, પણ ગામડામાં અને ખેડૂત સુધી પહોંચી ગઈ છે. તમે ખેતરમાં કામ કરતાં હો ત્યારે હવે તમારું મોબાઈલ ફક્ત વાતચીત માટે નહીં, પણ એ તમને હવે પાકની યોગ્ય સંભાળ માટે માર્ગદર્શન આપે છે, રોગચાળા અંગે સમયસર ચેતવે છે અને બજાર ભાવ વિશે માહિતગાર પણ કરે છે. આ એઆઈ– એક એવી નવી તકનીક, જે ખેડૂતને જમીનના યોગ્ય ઉપયોગથી લઈ પાકના સચોટ વ્યવસ્થાપન અને માર્કેટમાં વેચાણ સુધી સંપૂર્ણ સહાય કરે છે – એક પાંગરતું યૂગ છે સ્માર્ટ ખેતીનું. આજનો ખેડૂત હવે ટેક્નોલોજીથી જોડાઈ રહ્યો છે – જેથી ઘટે મહેનત અને વધી કમાણી.

ચાલો, જાણીએ કે કેવી રીતે AI ખેડૂત માટે એક વિશ્વસનીય સહાયરૂપ સાથી બની રહી છે.
AI એટલે શું? : AI એટલે “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” – એવી ટેક્નોલોજી જે માનવમાફક વિચારે છે. AI આધારીત યંત્રો કે એપ્લિકેશનો ખેતીમાં એવું કાર્ય કરે છે જે પહેલાં માત્ર અનુભવી ખેડૂત જ કરી શકતો:
હવામાનનું ચોક્કસ અનુમાન
રોગ અને જીવાત સામે અગાઉથી ચેતવણી
પાણી બચાવતી સિંચાઈ પદ્ધતિ
પાકના વિકાસનું મૂલ્યાંકન
યોગ્ય ખાતર/દવા શું તે કેટલી માત્રામાં આપવી.
બજાર ભાવ જાણીને નફાકારક વેચાણ
ચાલો જાણીએ ખેડૂતોને ખેતરમાં AI કેવી રીતે સાથ આપે છે.

  1. પાક માટે યોગ્ય સમય અને પરિબળો જાણી શકે છે.
    AI આધારિત એપ્લિકેશનો ખેડૂતને જણાવે છે કે કયા સમયે પાક વાવવા વધુ ફાયદાકારક છે. જેમ કે વરસાદના પૂર્વાનુમાન, તાપમાનની જાણકારી, જમીનનું પીએચ સ્તર – આ બધું જાણીને ખેડૂત વધુ યોગ્ય પાક પસંદ કરી શકે છે.
  2. પાકમાં રોગ અને જીવાતો સામે ચેતવણી પહેલેથી,
    એઆઈ આધારિત કૅમેરા અથવા મોબાઇલ એપ ફોટા પરથી પાકમાં હોય તેવી રોગ કે જીવાતને ઓળખી શકે છે. આનાથી સમયસર દવા આપી શકાય છે અને પાકને નુકશાન થતું અટકાવે છે.
  3. પાક પસંદગી અને વાવણીની યોગ્ય સમયસૂચકતા
    એઆઈ આધારિત સિસ્ટમો હવામાન, જમીન અને પાણીની ઉપલબ્ધતા અનુસાર ખેડૂતને ખેતર માટે યોગ્ય પાક પસંદ કરવા સલાહ આપે છે.
  4. પાણીના સંચાલનમાં મદદરૂપ
    એઆઈથી સંચાલિત ડ્રિપ સિંચાઈ પદ્ધતિ દ્વારા પાકને એટલું જ પાણી મળે છે જેટલાનું જરૂરી હોય.
    આ રીતે પાણી પણ બચે છે અને પાકની વૃદ્ધિ પણ સારી થાય છે.
    બજારભાવની માહિતી અને યોગ્ય વેચાણ સમય
  5. એઆઈ આધારિત પોર્ટલ દ્વારા ખેડૂતને તાજો બજારભાવ મળતો રહે છે. કઈ મંડીમાં શું ભાવ છે તે જાણીને ખેડૂત યોગ્ય સમયે વેચાણ કરી શકે છે.
    ચાલો, આપણે પણ સાથે મળીને સ્માર્ટ ખેતી તરફ આગળ વધીએ અને એક નવા યુગની શરુઆત કરીએ – જ્યાં ટેક્નોલોજી અને કૃષિનો સંગમ, ખેતીનું ભવિષ્ય ઉજળું બનાવશે

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

હવામાન માપક યંત્ર કહેશે, ખેતરમાં કયો રોગ ક્યારે આવશે ?

આપણી ખેતીમાં એવું સાધન શોધાય કે પાકમાં કયો રોગ છે તે આપણને બતાવે તો કેવું સારું ? ડીલરો દ્વારા થતા અઠે ગઠે છંટકાવ થી થતા ખોટા ખર્ચ માંથી બચાવ અને સાચું મોલેક્યુલ

વધુ વાંચો....

હજારો ખેડૂતો એકસાથે કૃષિ વિજ્ઞાન માસિક વાંચી શકે છે

પહેલાના વખતમાં આપણે ટપાલ સેવા અને પત્ર દ્વારા સંદેશા મોકલતા હતા સંદેશ પહોંચતા સમય પણ લાગતો આ બધું વોટ્સએપ અને ઇમેઇલ દ્વારા ડિજિટાઇઝ થયું .હવે લગનની કંકોત્રી પણ આપણે વોટ્સએપથી મોકલીએ છીએ

વધુ વાંચો....

કાગળની અરજીમાંથી ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે

આપણને ખબર છે કે જ્યારે કોઇપણ સેવા કે કાર્ય કાગળની અરજી માંથી મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ ખૂબ જ ઝડપથી મોટા સમુદાય સુધી પહોંચાડી શકાય છે.

વધુ વાંચો....

આંગળીના ટેરવે : એ આઈનો કૃષિમાં ઉપયોગ

આંગળીના ટેરવે : એ આઈનો કૃષિમાં ઉપયોગ કૃષિ, પરંપરાગત રીતો અને માનવ મજૂરી પર આધારિત રહી છે. તેમ છતાં, કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને ટકાઉપણું વધારવા માટે નવીનતમ ઉકેલો રજૂ કરીને આજકાલ “AI in

વધુ વાંચો....
આંગળીના ટેરવે :આપણા મોબાઈલમાં  આપણી વાડી કહેશે પોતાની વ્યથા.

આંગળીના ટેરવે :આપણા મોબાઈલમાં આપણી વાડી કહેશે પોતાની વ્યથા.

શું એવું શક્ય છે? શું આ વૈજ્ઞાનિક હવામાનના સાધનો આપણા ખેતરમાં ફિટ કરવાનો ખર્ચ વધુ થાય ? શું આજુ બાજુની વાડી વાળા ભેગા થઈને એક હવામાન સ્ટેશન શરુ કરી શકાય? શું ગામ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks