aries agro

ખેડૂત નામઃ અનિલભાઈ ઠુંમર ગામ ત્રાકુડા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મો. ૯૯૭૯૫૬૦૪૯૪

મારા ખેતર માં દર વર્ષે મરચી તો હોય જ છે. આ વર્ષે મારા ખેતર માં પુરા ૨ મહિના પાણી ચાલ્યું. વરસાદજ એટલો પડ્યો કે મરચી રયે તેમજ નહોતી. જે જોવે તે માં ક્યે કે આ વર્ષે તારી મરચી ગય. પણ, હવે જે જોવે તે પૂછે છે કે મરચીની જાત બોવ સારી કેવાય. કઈ મરચી વાવી છે એટલે ગર્વથી ક્વ છુ કે મરચી વાવવી હોય તો આ ડ્રિઝલ સીડ્સની ડ્રિઝલ પ્રતિમા જાત જ વવાય. બીજી જાત કરતા વાઇરસ પણ ઓછો છે. અને ખિલામૂળ વાળી જાત કેવાય. અન્ય બીજી જાત કરતા બગાડ પણ ઓછો છે. આ વર્ષે બધાને ૧૦ ભારીમાં ૮ બગાડ અને ૨ જ સારી નીકળી જયારે મારે ડ્રિઝલ પ્રતિમા માં ૧૨ ભારીમાં ૧૦ સારી અને માત્ર ૨ જ બગાડ નીકળ્યો.

ખેડૂત નામઃ ધીરુભાઈ ગોરધનભાઈ ઠુંમર ગામ ખાંડાધાર તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મો. ૯૧ ૯૮૭૯૪ ૮૪૧૩૨

હું ઘણા વર્ષથી મરચીનું વાવેતર કરું છું. આ વર્ષે મેં ડ્રિઝલ સીડ્સની પ્રતિમા વેરાયટીનું વાવેતર કર્યું છે. મારે બીજી વેરાયટી પણ છે બાજુમાં. પણ, ડ્રિઝલ પ્રતિમા માં વાઇરસનું પ્રમાણ ખુબ જ ઓછું છે. માલ પણ વધારે લાગ્યો છે. ગામ આખુ જોવા આવે છે અને મરચું કલરમાં પણ સારુ છે. નીચે માલ લાગેલો છે અને ઉપર નવો ફાલ અને આંકડા ચાલુ છે, બીજી જાત નીચે માલ લાગ્યો એટલે થાકી ગઈ છે. હવે એમ થાય કે આખા ખેતર માં ડ્રિઝલ પ્રતિમા વાવેલું હોત તો સારુ હોત.

ખેડૂત નામઃ અરવિંદભાઈ દુદાણી (ભીમભાઇ) ગામઃ મોવિયા તાલુકા ગોંડલ જિલ્લો રાજકોટ મો. ૯૯૦૯૬૨૬૦૩૭

મારા ખેતર માં આ વર્ષે ૩ જાત વાવેલી છે તેમાં જો ૧ નંબર ઉપર હોય તો તે ડ્રિઝલ સીડ્સ નું ડ્રિઝલ પ્રતિમા મરચું. ૫૦-૫૫ મણ આ વર્ષે ઉતરે તેવું ધારેલું છે. મારે ૧ વાર ગોંડલ યાર્ડ માં મરચું વેચાયું તેમાં મરચાની બજાર જ ૨૪૦૦-૨૫૦૦ ચાલતી હતી અને બીજી જાતના ભાવ ૨૪૦૦ આવ્યા અને ડ્રિઝલ પ્રતિમા જાતના ભાવ ૨૯૫૦ આવ્યા. કારણકે કરચલી વધારે પડે છે કલર એકદમ ઘાટો લાલ આવે છે. આમાં ઉત્પાદન પણ નીકળે અને બજારભાવ પણ સારા મળે છે. બીજી જાત માં મરચાં લાગી ગયા એટલે નવું માથું નીકળતું બંધ થયું અને ડ્રિઝલ પ્રતિમા માં નવા પીલ્લા નીકળે છે અને ઉપર નવો ફાલ પણ ચાલુ છે અને બીજું ખાસ કે ૩જી વીણી માં પણ મરચાની લંબાઈ પુરેપુરી નીકળે છે જયારે બીજી જાત માં લંબાઈ ટૂંકી થઈ ગઈ છે.

ખેડૂત નામઃ મહેન્દ્રભાઈ વાલજીભાઇ ખૂંટ ગામ મોવિયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મો. ૮૨૦૦૨૫૭૭૯૯

આ વર્ષે બોવ વરસાદ પડ્યો આખા ગામમાં મરચીમા બોવ ખરાબ હાલત છે. મેં આ વર્ષે ડ્રિઝલ સીડ્સની ડ્રિઝલ રેડ વેલ્વેટ ઓરિજિનલ ડબ્બી કાશ્મીરી જાતનું વાવેતર કર્યું છે. કલરમાં કાંઈ ન ઘટે. ઓરિજિનલ રેડ વેલ્વેટ હોય તેવો જ કલર. મારે ૧૦ ગુંઠાનું વાવેતર છે અને માલ અંદાજે ૧૮-૨૦ મણ જેવો ઉતરશે. બીજી(અન્ય)કાશ્મીરી જાત કરતા વાવવા જેવી જાત છે
વધુ માહિતી માટે કંપની પ્રતિનિધિનો સંપર્ક કરશો. મોં. ૯૭૨૬૪૩૪૦૩૪

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

યુએસ સીડ્સની નંબર – ૧ જાત SW-૪૩૧ : મરચી ફિલ્ડ રીપોર્ટ

નંબર-૧ જાત એસડબલ્યુ-૪૩૧ પ્રકાશભાઈ વજુભાઈ ખુંટ મુ. ઉમરાળી, તા. જેતપુર, જી.રાજકોટ મો. ૯૮૨૫ ૯૭૨૬૫૫ 🌶 મેં આ વર્ષે યુએસ એગ્રી સીડ્સના મરચા એસડબલ્યુ-૪૩૧નું વાવેતર ૬/૭/૨૦૨૪ના રોજ કરેલું હતું. એસડબલ્યુ-૪૩૧નો છોડ ઉંચો અને

વધુ વાંચો....

જી-૪ સેગ્મેન્ટમાં હાઈબ્રીડ નામધારી ૨૭૦૧ ઓછા ખર્ચે ખેતી માલામાલ : મરચી ફિલ્ડ રીપોર્ટ

જી-૪ સેગ્મેન્ટમાં હાઈબ્રીડ નામધારી ૨૭૦૧ ઓછા ખર્ચે ખેતી માલામાલ વિમલભાઈ પરસાણા, ગામ-ઢોલરા, તા.જીલ્લોઃ- રાજકોટ મો. ૯૮૯૮૬ ૯૬૯૫૧નામધારીની ૨૭૦૧ મરચી વાવેતર કરેલું છું ૧ એકરમાં (૨.૫ વીઘા) અત્યારે નામધારી ૨૭૦૧ માં ત્રીજી લીલા

વધુ વાંચો....

જીવાત : મરચીની થ્રિપ્સ

ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યૂરાન ૩% જી ૭ કિ.ગ્રા./એકર પ્રમાણે આપવી. ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઈસી 8 મીલિ અથવા સ્પીનોટેરામ

વધુ વાંચો....

મરચી,ટામેટીનો કોકડવાનું કેવી રીતે નિયંત્રણ કરશો ?

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 8 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15  લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ  ઓડી 30 મીલિ

વધુ વાંચો....

મરચીની ખેતીમાં હવામાન ને સમજવું જરૂરી છે

મરચીની ખેતીમાં હવામાનની અસરોને ધ્યાનમાં રાખીને ખેતી કરવામાં આવે તો ફાયદો થાય છે. મરચીની ખેતીમાં હવામાનને સમજવું જરૂરી છે આ માટે ખેતર ઉપર થર્મોમીટર વસાવવામાં આવે અને તેને વાંચતા આવડે તો મરચીની

વધુ વાંચો....

રોગ : મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો

મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો રોગ જણાય તો મેન્કોઝેબ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ

વધુ વાંચો....

રોગ : મરચી અને ટામેટીનો કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૭ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૨૫

વધુ વાંચો....

મરચીના પાંદડા ખરે કેવી રીતે ?

મરચીના પાંદડા ખરવાનું કારણ… મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી મરચીના પાન ૧૫ થી ૨૦ દિવસ પછી

વધુ વાંચો....

મરચીમાં વાઇરસ

મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી

વધુ વાંચો....

મરચીની ખેતીમાં આબોહવા : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

મરચીની ખેતીમાં આબોહવા વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર.આર. આચાર્ય ડૉ. એન. એ. પટેલ મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ મરચાંને સમઘાત આબોહવા માફક આવે છે. સામાન્ય રીતે ૨૧° થી ૨૫°

વધુ વાંચો....

જીવાત : મરચીના ચુસીયા

 મરચીની રોપણી કરવાની હોય તે ખેતરમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી.  તંદુરસ્ત ધરૂ ઉછેરવા ધરૂવાડીયાની જમીનમાં ઉનાળામાં સોઈલ સોલારાઈઝેશન અથવા રાબીંગ કરવુ.  ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મીલિ અથવા

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks