
ટ્રાન્સલેમિનાર અથવા સિસ્ટેમિક દવાથી ઈંડા મરે ખરા? એવો પ્રશ્ન તમને થતો હશે તો તે વિષે નોંધો જયારે ટ્રાન્સલેમિનાર દવા છાંટો છો, ત્યારે તે દવા પાંદડાની અંદર શોષાઈ જાય છે અને ઈંડાની આસપાસની જગ્યાને ઝેરી બનાવી દે છે. ટ્રાન્સલેમિનાર અથવા સિસ્ટેમિક દવા સીધી ઈંડાને મારતી નથી, પરંતુ જેવું ઈંડું ફૂટે અને તેમાંથી નવજાત બચ્ચું (લાર્વા) બહાર આવીને પહેલો જ ડંખ મારે કે પાંદડું ખાવાનો પ્રયાસ કરે, કે તરત જ તે ઝેર તેના શરીરમાં જાય છે અને તે મરી જાય છે. એટલે કે, ઈંડું સુરક્ષિત રહે છે, પણ તેમાંથી નીકળેલું બચ્ચું તરત જ મરી જાય છે.


















