‘નર’ પપૈયાના થડમાં લાકડા કે લોઢાની ફાડ મારી દઈએ એટલે એ ‘નર’ ઝાડને પણ ફળો લાગવા માંડે છે :

હા, થોડા ઘણા અંશે આ વાત સાચી છે, પણ એ ન સમજાય તેવો ચમત્કાર નથી. મધપૂડામાં ઈંડા મૂકવાનું કામ માત્ર ‘રાણીમાખી’ જ કરતી હોય છે. વળી આખી વસાહતમાં રાણી તો એક જ હોય છે. થોડી નર માખીઓને બાદ કરતાં બાકીની બધી જ માખીઓ જે સ્વયંસેવકની ફરજ બજાવતી હોય છે, તે બધી નપુંસક હોય છે, પણ જયારે રાણીમાખીનું જીવન ઓચિંતાનું સમાપ્ત થવાની ઘટના બને છે ત્યારે વસાહતને જાળવી રાખવાના અદમ્ય આશયથી આવા સ્વયંસેવકો પોતે પણ કયારેક ઈંડા મુકવા લાગી જાય છે. પણ તે નિર્જીવ હોવાથી તેમાંથી માખીઓ બનથી નથી. કંઈક એમ જ…

નર પપૈયાને સામાન્ય પરિસ્થિતિ માં ફળો લાગતાં નથી. પણ જયારે આપણે એના થડમાં લોઢું કે લાકડું-ફાટ પાડીને ભરાવી દઈએ, ત્યારે  એને ઈજા પહોંચે છે. એની જીંદગી જોખમમાં મૂકાઈ જાય છે. એને ‘અકાળે મૃત્યુ આવી જશે’ એવો ભય લાગે છે. એના મનમાં ચિંતા ઉદભવે છે કે ‘અરેરે ! બચ્ચાં (બિયાં) પેદા ન થયા અને મારે મરી જવાનું થશે ! વંશ વહ્યો જશે તો ?’ એટલે નર ફુલોની વચ્ચે માદા ફુલો ખિલવા માંડે છે અને બીજ પેદા કરવાનો પ્રયત્ન શરૂ કરે છે. નર પપૈયો આવા માદાફૂલો તો ખિલવે છે પણ તે સંપૂર્ણ અવયવો વાળા ન હોવાથી બંધાયેલા ફળમાં બિયાં ઉત્પન્ન થતાં નથી. બરાબર નિરીક્ષણ કરજો ! નર પપૈયાના ઝાડને જે ફળો લાગેલાં હશે, તે લાંબી દાંડી પર ઘાટઘૂટ વિનાના અને અંદર બિયાં ન હોય તેવા માલુમ પડશે. પ્રકૃતિ સૌ જીવમાં પોતાનો વંશ ચાલુ રાખવાની જે અદામ્ય ઈચ્છા મુકી છે તે આના પરથી સાબિત થાય છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો

આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો • પૃથ્વીના વાતાવરણમાં અંગારવાયુનું (co2) પ્રમાણ વધવાને કારણે ઘઉં અને ડાંગર જેવા પાકોમાં વૃદ્ઘિ અને વિકાસ વધુ અને પાણીનું બાષ્પીભવન ઓછું જોવા મળશે. તેમ છતાં

વધુ વાંચો....

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ • કૃષિમાં ખાસ કરીને ઊંચા તાપમાન, ક્ષારીય જમીનો, વારંવાર પૂર તથા દુષ્કાળની આફતો સામે ટકી શકે તેવા પાકો અને તેની જાતોની વાવણી કરવી. • હવામાન આગાહી તથા

વધુ વાંચો....

પપૈયામાં છોડનો વિકાસ અટકાવનાર આ રોગનું નિયંત્રણ કેમ કરશો ?

પપૈયાના પાન કરચલીવાળા અને વિકૃત થવા, પાંદડાની કિનારીઓ અંદર અને નીચે તરફ વળી જાય , નસો જાડી થવી.પાંદડા ચામડા જેવા, બરડ અને વિકૃત થઈ જાય . છોડનો વિકાસ અટકી જાય . અસરગ્રસ્ત

વધુ વાંચો....

પપૈયામાં છોડનો વિકાસ અટકાવનાર આ રોગનું નિયંત્રણ કેમ કરશો ?

પપૈયાના પાન કરચલીવાળા અને વિકૃત થવા, પાંદડાની કિનારીઓ અંદર અને નીચે તરફ વળી જાય , નસો જાડી થવી.પાંદડા ચામડા જેવા, બરડ અને વિકૃત થઈ જાય . છોડનો વિકાસ અટકી જાય . અસરગ્રસ્ત

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks