aries agro

મગફ્ળી છોડની ખાસ કરીને વેલડી પ્રકારની જાત જમીન પર પથરાઈ જતી હોઈ સૂકા અને અર્ધસુકા વિસ્તારના ઢાળવાળા ખેતરોની જમીનનું ધોવાણ અટકાવે છે અને પાણીને વહી જતું રોકે છે, આ પાક વધારે વરસાદ કે વાવાઝોડામાં અન્ય પાર્કો માફ્ક ઢળી પડતો નથી.

ઊંચી માત્રામાં ખાદ્ય તેલ ધરાવતો અગત્યનો પાક છે, જેમાંથી વનસ્પતિ ઘી બનાવી ઘી ની ગરજ પણ સારી શકાય છે. મગફ્ળી તેલમાંથી બનતા વેજીટેબલ ઘી માંથી અનેક પ્રકારના ફરસાણ અને મીઠાઈઓ બને છે. મગફ્ળી તેલ ઉત્તમ પ્રકારનું ખાદ્ય તેલ હોવા ઉપરાંત, લાંબો સમય સંઘરી શકાય છે.

કઠોળ વર્ગનો પાક છે તેથી છોડની મૂળ ગંડીકાઓમાં રાઇઝોબિયમ બેક્ટેરીયાને લઈ હવાનો નાઇટ્રોજન ખેંચી તેને સ્થિર કરી પોતાનો વિકાસ કરે છે અને વધારાનો નાઇટ્રોજન જમીનમાં ઉમેરે છે તેથી જમીન ફ્ળદ્રુપ બને છે.

છોડ નાનો હોઈ અન્ય બીજા કેટલાયે પાકો સાથે મિશ્ર પાક કે આંતરપાક તરીકે વાવી શકાય છે અને બે પાકોથી વધુ ઉત્પાદન લઈ શકાય છે તેમજ, મુખ્યત્વે વરસાદ આધારિત ચોમાસુ પાક હોઈ ખેતીનું જોખમ ઘટાડી શકાય છે. તુવેર, પાસ, એરંડા, તલ વગેરે સાથે વાવી શકાય છે.

મગફ્ળી ખોળ ઢોર અને મરઘાં, બતકા માટે શક્તિવર્ધક અને રૂચીવાળો પાચ્ય ખોરાક છે. ઉપરાંત સેન્દ્રીય ખાતર તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

ચોમાસુ, ઉનાળુ અને શિયાળુ ૠતુમાં પણ વાવી શકાય છે. બદામ અને કાજુ જેવા કિંમતી સૂકા મેવા સામે મધ્યમ અને ગરીબ પ્રજાનો એક પર્યાય બને છે.

વધુ ઓલીક એસિડનું પ્રમાણ ધરાવતી જાતોનાં તેલની ગુણવતા લાંબો સમય જળવાઈ રહે છે તેમજ સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવે છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

મગફળીમાં ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે

વધુ વાંચો....

રોગ : મગફળી માં ગેરૂ

ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે કરવા.

વધુ વાંચો....

મગફળી ટીકકા અને ગેરૂ

ટેબુકોનાઝોલ ૦.૦૩૫ ટકા દવાના ત્રણ છંટકાવ ૩૫, ૫૦ અને 90 દિવસે કરવાથી રોગનું નિયંત્રણ થાય છે. ગેરુ માટે મગફ્ળી પાક ૪૦ દિવસનો થાય ત્યારે કલોરોથેલોનીલ ૦.ર ટકા દવા છાંટવી. આવા બીજા બે

વધુ વાંચો....

રોગ : મગફળી પાનનાં ટપકાં/ ટીક્કા

રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 10 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ અથવા ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 20

વધુ વાંચો....

મગફળી – મગફળીમાં મોલો-મશી, તડતડીયા(લીલી પોપટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરી

 ચુસિયા પ્રકારની જીવાતોમાં મુખ્યત્વે મોલો-મશી, તડતડીયા (લીલી પો૫ટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરી નો ઉપદ્રવ વધારે હોય છે. આ કીટકો પાનમાંથી રસ ચુસી નુકસાન કરે છે. જીવાતોના સંકલિત નિયંત્રણ માટે પાકની

વધુ વાંચો....

મગફળીમાં પીળાશનું નિયંત્રણ

સામાન્ય રીતે મગફળીના પાનમાં પીળાશ પડવા માટે મુખ્યત્વે લોહની ઉણપ અથવા રેચક જમીન અથવા તાજા સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કે રોગ જીવાતની અસરની પરિસ્થિતી જવાબદાર છે. જો લોહ તત્ત્વની ખામી હોય તો મગફળીનો

વધુ વાંચો....

મગફળીનાં ધૈણ

ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા તેમજ પાન ખાનાર ઇયળના ફૂદાનો નાશ કરવો. ધૈણ  ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે

વધુ વાંચો....

મગફળીની પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા)

પાન ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા)  સામૂહિક ધોરણે ફેરોમોન ટ્રેપ ૪૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવી આ જીવાતની વસ્તી કાબૂમાં  રાખી શકાય.  શરૂઆતમાં બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ 

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks