aries agro


 મરચીની ખેતી કરવી હોય તો પાળા ઉપર શા માટે કરવી જોઈએ ?  એટલે કે તમે ફેરરોપણી કરો ત્યારે મરચીના રોપના મૂળને ફુગનાશક અને કીટનાશકના દ્રાવણ માં બોલીને પાળા ઉપરજ શા માટે ચોપવા જોઈએ ? 

આપણને ખબર છે કે મરચીમાં નિયમિત ડ્રેનચિંગ કરી છોડને જમીનજન્ય ફૂગ અને જીવાત થી બચાવવો પડે છે કારણકે જમીનમાં જો 100 % ભેજ રહે તો મરચીમાં જમીનજન્ય  રોગ આવવાની શક્યતા રહે છે .સપાટ ક્યારામાં મરચીમાં રોગ લાગવાની શક્યતા વધુ હોય  છે . એટલેજ કૃષિ વૈજ્ઞાનિકોએ મરચીની ખેતી રેઈઝબેડ એટલેકે ઊંચા પાળા ઉપર ને સપ્રમાણ ભેજ સતત જળવાય રહે તે માટે પાળા ઉપર  ડ્રિપ અને મલચીંગ કરવું જોઈએ. મરચીની સફળ ખેતી કરવા માટે આ ટેક્નિક વાપરવી એજ સાચો રસ્તો છે.


જમીનજન્ય રોગો સામે બચવા આપણે મરચીની ખેતી જૂની પુરાની પદ્ધતિ કે જેમાં સપાટ ક્યારામાં મરચી ચોપીયે છીએ તે હવે નહિ ચાલે , જો આવું આપણે કરશું અને  જમીન જો વધુ ભેજ પકડી રાખશે કે જમીનમા સાવ ઓછો  ભેજ ટકશે તો  એ બંને પરિસ્થિતિમાં મરચીના પાકને નુકશાન જાય છે તેવું સાબિત થયું છે . 

આપણી જમીનમાં વધુ પડતો ભેજ રહેતો હોય એટલે કે નિતાર ઓછો હોય તો મરચીના મૂળમાં સડો લાગે છે કારણકે જમીનમાં રહેલા  રોગકારક જેવા કે  પીથીયમ,સ્યુડોમોનાસ,ફાયટોપથોરા વગેરે અને જમીનજન્ય જીવાતો જેવીકે કૃમિ વગેરે મરચીના છોડને નુકશાન કરે છે. મરચીના મૂળ પ્રદેશને સારું રાખવા માટે સપાટ ક્યારા  કરતા રેઈઝબેડ એટલે કે પાળા કરીયે તો મૂળ વિસ્તાર એટલે કે રાઇઝોસ્પીયર વિસ્તારને પોષણ થી સમૃદ્ધ રાખી શકીયે તો ધાર્યું ઉત્પાદન લઇ શકીયે . ( મૂળ પ્રદેશ એટલેકે રાઇઝોસ્પીયર માં પોષણ જાળવી રાખવા શું કરવું તેની વાત હવે પછી ?) 


  છોડને ઓછા પાણીયે ટકાવી રાખવા કે  વધુ સારી રીતે રોગ જીવાત મુક્ત રાખવા ડ્રિપ અને મલચીંગ  ખુબ ખુબ ઉપયોગી છે જે વાત આપડે અગાઉ કરી હતી કે આ વર્ષે મરચીની  ખેતી પાળા  ઉપર કરજો  , જે મિત્રોએ આવું કર્યું છે તે પોતાના પાકના ફોટા સાથે અમને મોકલે આપડે તેની સફળતાની વાત ખેતરની વાત ટેલિગ્રામ દ્વારા બીજાને પણ કહીશું . 


વાંચતા રહો અને બીજા મિત્રોને પણ ખેતરની વાત ટેલિગ્રામ ચેનલમાં જોડો 


મરચીની ખેતીની વૈજ્ઞાનિક વાતો રોજ….





——xxxx——
તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

મરચીમાં તીખાશ શેના લીધે હોય અને તેને શું કહેવાય , તીખાશનું મીટર શું?

મરચીમાં તીખાશ હોય છે તે મરચીની અંદર રહેલા એક ખાસ તત્વ કેપ્સાઈસીનોઈડના લીધે હોય છે. મરચીમાં રહેલું આ તત્વ માપવા SHU કેટલું છે તેના આધારે નક્કી થાય છે. જેમ SHU એટલે કે

વધુ વાંચો....

ભીંડાની વાવણી પદ્ધતિ અને બીજનો દર

ભીંડાની વાવણી થાણીને અથવા ઓરીને કરવામાં આવે છે. સંકર જાતોનું બીજ વધારે મોંઘુ હોવાથી તેનું વાવેતર હંમેશાં થાણીને તેમજ દરેક થાણે એકથી બે બીજ મૂકીને કરવું જોઇએ. જેથી એકમ વિસ્તારમાં ઓછું બીજ

વધુ વાંચો....

આંતરપાક પદ્ધતિના લાભ

આંતરપાક પદ્ધતિમાં એક જ ખેતરમાં એકસાથે એક કરતાં વધારે પાક જુદી જુદી ચોક્કસ હારમાં વાવવામાં આવે છે. દા.ત. દિવેલા + ચોળી (૧:૨), કપાસ + મગ,૧. આ પદ્ધતિથી કૃષિના મુખ્ય સંસાધનો જેવા કે

વધુ વાંચો....

નવી ખેતી પદ્ધતિ કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે કે શુ?

વિદેશની કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે સીટીટી આ સીટીટીમાં વર્ષો સુધી એકના એક પાળા માં ખેતી થાય છે વર્ષો સુધી ખેડ પણ આટલા પૂરતી જ કરવાની આપણે વારંવાર ટ્રેક્ટરથી ઊંડી ખેડ કે સાતી

વધુ વાંચો....

આ વર્ષે મરચીની ખેતી સારા બિયારણ , પાળા , મ્લચીંગ અને ડ્રિપ અને ફર્ટીગેશન કરીને કરવી પડશે ,માહિતી ક્યાંથી મેળવવી ?

મરચીની ખેતીના સ્માર્ટ ખેડૂત કેમ બનવું ? કોઈ ટ્રેનિંગ ? કોઈ સલાહ ક્યાંથી મળે ? મરચીની ખેતી માટે પાંચ મુદા હવે ખુબ મહત્વના છે સારું નીવડેલું બિયારણ , પાળા ઉપર મરચી ,

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૪

આ વર્ષે મરચીનો ફાયટોપ્થોરા બ્લાઈટ સુકારો કોને આવશે? વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ન હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો

વધુ વાંચો....

રોપ સાથે આવતી આ નીમેટોડ શું છે ? તે કેટલું ખતરનાક જીવાત છે ? જીવનચક્ર સમજાવશો ?

☝ યાદ રાખો કોઈ પણ પાકના તૈયાર રોપ લઈને વાવેતર કરવું સારું છે. પરંતુ માન્ય અને આધુનિક નર્સરીમાંથી રોપ લાવવા જોઈએ . કેમ ? તમને ખબર ન હોય તો જાણો કે મહારાષ્ટ્ર

વધુ વાંચો....

મરચીનો પાક આમ કેટલા દિવસ નો પાક ગણાય ? વધુ ઉત્પાદન લેવા કેટલું પોષણ આપવું પડે ?

મરચીનો પાક લાંબા ગાળા નો પાક ગણાય આપડે જો મરચી ની ખેતી બહુ ખામસી થી કરવી હોઈ તો  મરચીના પાક માં ક્યારે ફૂલ આવે? ફૂલમાંથી ફળ કેટલા દિવસે થાય ? મરચી નો

વધુ વાંચો....

મરચીના રોગની પરખ કરવી હોય તો ખેડૂતો કઈ કઈ બાબતો વિષે વિચાર કરવો જોઈએ ?

મરચીનું પાંદડું પીળું કે નસો કેવી છે ? છોડ સુકાતો નથી ને ? પાંદડા ઉપર કોઈ ટપકા પડ્યા છે ? ટપકા કેવા છે? વાયરસના લક્ષણ છે ? પાંદડા કેવી રીતે વળ્યા છે

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks