લીલો ઘાસચારો એ વાગોળતા પશુઓનો કુદરતી ખોરાક છે. પશુઓના આહારમાં લીલા ઘાસચારાનો ઉપયોગ આશાવાદી ઉત્પાદન ક્ષામતાંની ખાતરી આપે છે. ભારત વિશ્વમાં સર્વોચ્ચ દૂધ ઉત્પાદક હોવા છતાં કેટલાંક અવરોધો જેવાં કે અપૂરતો પશુઆહાર અને ઘાસચારો કે જે પશુઓનાં વિકાસ, સ્વાસ્થય , ઉત્પાદન અને પ્રજનન ક્ષમતાંને અવરોધે છે, વધતી જતી માનવવસ્તી અને રોકડીયા પાકોના ધસારાને કારણે હવે ભારતમાં કુલ ખેતીલાયક જમીનમાંથી ફક્ત ૪ 0% જેટલી જમીન ઘાસચારાનાં ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે. ભારત ૩૫.૬% લીલાચારો, ર૬% સુકોચારો અને ૪૧% દાણ પ્રકારનાં તત્વોની અછત અનુભવાઇ રહી છે. સમય જતાં ગોચર જમીન પણ ઘટી રહી છે. તેમ છતાં ઘાંસચારાનું ઉત્પાદન સરકારની વિવિધ યોજનાઓ દ્વારા વેગ પકડી રહ્યું છે અને આ લીલાચારાની જે અછત વર્તાય છે, તેને પડકારે છે. 

પશુઆહારમાં વપરાતા તમામ ઘટકોમાંથી, લીલો ઘાસચારો પશુના સ્વાસ્થય, વિકાસ અને ઉત્પાદન પર સીધી અસર કરે છે. પશુઓ માટે વિટામીન એ નો એક માત્ર કુદરતી સ્ત્રોત છે, ઉપરાંત ઓમેગા તથા અન્ય પોલી અનસેપ્યુરેટેડ ફ્ટી એસીડ કે જે માનવીય સ્વાસ્થય માટે ખુબજ મહત્વ ધરાવે છે, તેનું દુધમાં પ્રમાણ વધારવા માટે દુધાળા પશુઓને નિયમીત પણે લીલો ચારો ખવરાવવો જરૂરી છે. “હાઈડ્રોપોનિક્સ” (Hydroponic) એક નવી તાંત્રિક પદાતિ વિકસાવાઈ છે કે, જેમાં છોડવાનો ઉછેર જમીન વિના પોષક્તત્વો યુક્ત પાણી, યોગ્ય તાપમાન અને ભેજ દ્વારા કરવામાં આવે છે. હાઈડ્રોપોનિક્સ દ્વારા સરળતાથી અને ઝડપી પોષણયુક્ત લીલાચારાનું ઉત્પાદન કરી શકાય છે. મકાઈ, રાગી, બાજરાં, ચોખાં, Hrose grass (ચણા), Sunheme, જુવાર and frotail Millet નાં બીજ હાઈડ્રોપોનિક પધ્ધતિ દ્વારા ઉછેર માટે યોગ્ય છે. ગુજરાતમાં “હાઈડ્રોપોનિક્સ” પતીનું ૨00૫ પછી આગમન થયું, જેમાં સહકારી ડેરી, સરકારી યોજના તેમજ પશુપાલન ક્ષેત્રે કામ કરતા કેટલાક બિનસરકારી સંગઠનો દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્થાપવામાં આવેલ હતું. 

હાઈડ્રોપોનિક શું છે? 

હાઈડ્રોપોનિક શબ્દ ગ્રીક શબ્દ (પાણીકામ) “હાઈડ્રો” પરથી આવ્યો છે. “Hydro‘ પાણી , ‘Ponic‘– (કામ) અને આ એ તાંત્રિક પધ્ધતી છે, જેના દ્વારા જર્મન વગર પોષકત્તત્વો યુક્ત દ્વાવણમાં ઓછા સમયગાળામાં, સંયમીત વાતાવરણીય પર્યાવરણીય આબોહવાકીય house/machine/ સાધનમાં છોડનો ઉછેર કરી શકાય છે તેમજ, રસાયણો જેવા કે જંતુનાશકો, નિંદણનિયંત્રિત દવાઓ, ફૂગનાશક અને કૃત્રિમ વિકાસ ઉત્તેજક દવાઓથી મુક્ત વાતાવરણીય પરિસ્થિતિમાં ઉછેરવામાં આવે છે. અહેવાલ પ્રમાણે નોંધાયેલું છે કે હાઈડ્રોપોનિક ઘાસચારાનાં ઉત્પાદન માટે પરંપરાગત પધ્ધતી કરતાં ફક્ત આશરે ૨–૩% પાણીનો ઉપયોગ થાય છે સાથે કુર્ત ઉત્પાદન પણ સમાંતરે મળી રહે છે. પોષકતત્વોયુક્ત દ્રાવણ હાઈડ્રોપોનિક ઘાસચારાના વિકાસ માટે કાયમીધોરણે જરૂરી નથી, ફક્ત નળનાં પાણી નો પણ ઉપયોગ કરી શકાય છે. હાઈડ્રોપોનિક ઘાસચારો નું ઉત્પાદન હાઈડ્રોપોનિક મશીન સિવાય ગ્રીનહાઉસમાં (મર્યાદીત કિંમતનાં સાધનમાં) માં પણ થઇ શકે. એવાં સ્થળો કે જ્યાં પાણી , જમીન તથા ખેતમજુરની અછત છે, ત્યાં આ મર્શીન દ્વારા હાઈડ્રોપોનિક પધ્ધતિનાં ટેક્નીકનો ઉપયોગ દ્વારા ૫૦ કીગ્રા થી ૧ ટન જેટલો ઘાસચારો ખૂબ જ ઓછા વિસ્તારમાં ઉત્પાદન કરી શકાય છે. આ ઘાસચારો ઓર્ગેનિક છે અને તે ૧૫% જેટલું દૂધ ઉત્પાદન અને તેમજ ગુણવત્તા વધારે છે અને પશુને તંદુરસ્ત રાખે છે. ભારતમાં સામાન્ય રીતે મકાઈનાં ધાન્યદાણાં હાઈડ્રોપોનિક ઘાસચારાનાં ઉત્પાદન માટે પસંદગીને પાત્ર છે. હાઈડ્રોપોનિક લીલો ઘાસચારો ૨૦–૩૦ સે.મી. ઉંચાઈની સાદડી કે જે મૂળ, બીજ અને છોડ ધરાવે છે. ૧ કીગ્રા તાજાં હાઈડ્રોપોનિક મકાઈનાં ઘાસચારાનું ઉત્પાદન ૭ દિવસમાં કરવા માટે આશરે ૩ થી ૪ લિટર પાણી જરૂરી છે. જ્યારે પારંપરીક રીતે ૧ કીગ્રા મકાઈનાં ઘાસચારાનાં ઉત્પાદનમાં ૬૦–૭૦ લિટર પાણીની જરૂર રહે છે. સામાન્ય રીતે હાઈડ્રોપોનિક પધ્ધતીમાં ૧ કીગ્રા મકાઈના બીજ માંથી ૭. દિવસના અંતે ૭ થી ૮ કીગ્રા લીલોચારો તૈયાર થઇ શકે છે. તૈયાર થયેલ ચારામાં ૧૧–૧૪% ડ્રાઈમેટર (સુકો ભાગ) હોય છે. હાઇડ્રોપોનિક ઘાસચારો વધુ રોચક, સુપાચ્ય અને પોષણયુક્ત જ્યારે બીજાં સ્વાસ્થયકારક ફાયદા પણ આપે છે. 

બીજની કિંમત કુલ હાઈડ્રોપોનિક મકાઈનાં ઉત્પાદનની ૯૦% ભાગ ધરાવે છે. ૩–૧૦ કીગ્રા તાજાં હાઈડ્રોપોનિક મકાઈ ઘાસચારો પ્રતિ ગાય પ્રતિ દિવસ દીઠ આપવા માટે વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ કરેલ છે. હાઈડ્રોપોનિક પધ્ધતી થી તૈયાર કરેલ મકાઈ ઘાસચારામાં પોષક તત્વો નું પ્રમાણ પરંપરાગત (જમીન પર) તૈયાર કરેલ ચારા કરતા વધુ અને ગુણવતાસભર હોય છે, જે નીચે જણાવેલ કોષ્ટક દ્વારા સ્પષ્ટ થાય છે. 

હાઈડ્રોપોનિક ઘાસચારાનો પશુઆહારમાં ઉપયોગ: હાઈડ્રોપોનિક ઘાસચારો આહારમાં રહેલાં અન્ય ઘટકોના પોષકતત્વોની પાચ્યતા વધારે છે કે જે દૂધ ઉત્પાદનમાં ૮–૧૩% નો વધારો કરવામાં ભાગરૂપ બને છે. એવી પરિસ્થિતીમાં કે જ્યાં પરંપરાગત લીલા ઘાસચારા નો ઉછેર સફળતાપૂર્વક કરી શકાતો નથી, ત્યાં હાઈડ્રોપોનિક ઘાસચારા દ્વારા ખેડૂતો ઓછી કિંમતે તેમનાં પશુધન માટે લીલોચારો તૈયાર કરી શકે છે.

લીલાઘાસચારાનું પશુપાલનમાં મહત્વઃ આહાર એ કુલ દૂધ ઉત્પાદનનાં ૭૦ થી ૭પ% જેટલો ભાગ ભજવે છે. ડેરીઉધોગમાં આહાર એ જ નિવેશનો મુખ્ય સ્ત્રોત છે. લીલોચારો એ ડેરી ઉદ્યોગનો એક મહત્વનો અને મૂળભૂત હિસ્સો છે અને કુલ આહારનો ૩૦ થી ૩૫% હિસ્સો ધરાવે છે. છતાં, લીલોચારા માટે ખૂબ જ ઓછા પ્રમાણમાં નિવેશ થતો હોય છે. બીજા બધા આહારના ઘટકોની સરખામણી કરતાં લીલોચારો પશુઓ માટે સૌથી વધુ રૂચીકર, લાભદાયક અને સ્વાસ્થયકારક હોય છે.

What is hydroponic farming? Why use hydroponics?

લીલાચારાના ફાયદા: 

  1. પશુની ભૂખ સરળતાથી અને ઝડપથી સંતોષે છે. 
  2. વનસ્પતીજન્ય પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત
  3. સારા પ્રમાણમાં કાર્બોદીતનો સ્ત્રોત (દ્રાવ્ય અને રેસાવાળા)
  4. સારા પ્રમાણમાં ખનીજ તત્વોનો સ્ત્રોત
  5. પુષ્કળ પ્રમાણમાં વિટામીનનો સ્ત્રોત
  6. કુલ જરૂરીયાતના આશરે ૧૦–૧૫% પાણીનો સ્ત્રોત
  7. શહેરી વિસ્તારમાં લીલા ચારાની જરૂરીયાત પુરી પાડી શકાય.

પરંપરાગત રીતે ઉત્પાદીત લીલાચારાના ઉત્પાદનમાં આવતા અવરોધો:

  1. મોટા પ્રમાણમાં જમીનની જરૂરીયાત
  2. પાણીની અછત
  3. વધુ પ્રમાણમાં મજૂરોની વાવણી માટે જરૂરિયાત (વાવણી , માટીકામ, નિંદણ, કાપણી વગેરે માટે)
  4. વધુ વિકાસ સમય ( આશરે ૪૫–૬૦ દિવસ)
  5. આખા વર્ષ દરમિયાન સરખી ગુણવત્તાવાળા ઘાસચારાની અનઉપસ્થિતિ
  6. ખાદ્ય અને ખાતરની જરૂરિયાત 
  7. કુદરતી આફ્લો/પરિસ્થિતિઓથી અસરગ્રસ્ત. 

હાઈડ્રોપોનિક ચારાના ઉત્પાદન માટેની શું શું જરૂરિયાતો છે?

૧૦૦૦ કિગ્રા રોજનાં લીલાચારાનાં ઉત્પાદન માટે 

  • ૪૮૦ સ્કે ફીટ વિસ્તાર
  • હાઈડ્રોપોનિક મશીન અથવા ગ્રીનહાઉસ ર૫ ફીટX ૧૦ફીટX ૧૦ફીટ(આશરે). 
  • વિજપૂરવઠાની સગવડ
  • ચોખ્ખું પાણી
  • ઉત્તમ અંકુરણ ક્ષમતા ધરાવતાં બીજ
  • સારી ચોખ્ખાઈ
  • બે મજૂર 

કેવી રીતે ઉછેરી શકાય?

  1. પાણીમાં બીજને પલાળી રાખો (૨૦ કલાક)
  2. બીજનું અંકુરણ (૨૪ કલાક)
  3. અંકુરત થયેલ બીજને મશીનની ટ્રેમાં પાથરવા
  4. ટ્રેનું મર્શીનમાં ગોઠવણ
  5. દરરોજ ટ્રેને પછીના ક્રમિક સ્તરે ખસેડવું
  6. સંપૂર્ણ ઉછેર થયેલ ચારો ૮ માં દિવસે ઉપબ્ધા
  7. સારી સ્વરછતા. 

આ બધી વિશેષતાઓ ઉપરાંત વધારામાં આ પધ્ધતિનું લીલાંચારા નાં ઉત્પાદનમાં ખાસરૂપેરણ અને અર્ધરણ જેવા વિશ્વનાં વિસ્તારોમાં મહત્વની વધી જાય છે. મર્યાદીત ખર્ચ અને મર્યાદિત પાણી દ્વારા વધુ જથ્થામાં ગુણવત્તાયુક્ત ચારો મેળવવા માટે ઉપરોક્ત વિસ્તારોમાં આ ખેત પધ્ધતિ વરદાનયુક્ત છે. આ બધાં પાછળનો ખાસ હેતુ એ છે કે, ટકાઉ ખેર્તીની ટેક્નોલોજી કે જે હાઇડ્રોપોનિક તરીકે જાણીતી છે તેનો લીલાચારાનાં ઉત્પાદન માટે ઉપયોગ તે ખેતીની ટેકનોલોજીમાં એક ક્રાંતિકારી પગલું છે. લીલાચારા ઉપરાંત, આપણે ડાંગર અને ઘઉંનાં ધરૂઓ વગેરેનો ઉછેર પણ આ પધ્ધતિનો ઉપયોગ દ્વારા કરી શકીએ છીએ. હાઈડ્રોપોનિક તાંત્રિકી સ્થાપવી એ એક જ વખતનું નિવેશ છે, પરંતુ તેને વિકસાવવાનું શરૂઆતી ખર્ચ વધુ હોવાથી , આ તાંત્રિકી સામાન્ય રીતે મોટા ડેરી ફાર્મ અથવા ગ્રામ્ય સ્તરે સામૂહીક રીતે સ્થાપવામાં આવે તો પ્રતિ ઘાસચારા ઉત્પાદન દીઠ ખર્ચ ઘટાડી, પશુપાલન વ્યવસાયને આત્મનિર્ભર અને નફાકારક બનાવી શકાય છે. આ તાંત્રિકીમાં હજુ પણ સંશોધનને અવકાશ છે, જેમાં સૌર ઉર્જાના વપરાશ થી લઇને સ્થાપન અને ઉત્પાદન ખર્ચ કેમ ઘટાડી શકાય સાથે ચારાની ગુણવતા વધારવા અંગેના વિષયો આવરી શકાય.

 

ડો. અભિષેક પરમાર અને ડો. વિ. આર. પટેલ પશુપોષણ વિભાગ, વનબંધુ કોલેજ ઓફ વેટરનરી અને એનીમલ હસ્બન્ડરી નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    બીજમંત્ર : દેશનું ભાવી જોબ માર્કેટ કૌશલ્ય આધારિત રહેશે.

    ડુબકીયા સિંધુ મેં ગોતાખોર લાગાતા હૈજા કર ખાલી હાથ લોટકર આતા હૈમિલતે નહીં સહજ હી મોતી ગહરે પાની મેંમુઠ્ઠી ઉસકી ખાલી હર બાર નહીં હોતી’ આ પંક્તિઓ સોહનલાલ ત્રિવેદીની તે કવિતાની છે,

    વધુ વાંચો....

    કાર્બેન્ડીઝીમ

    કાર્ય પધ્ધતિ :કાર્બેન્ડાઝીમ ફૂગ ઉપર વિવિધ પ્રકારની અસર ધરાવતું , શોષક/સર્વદૈહિક , રક્ષણાત્મક અને રોગહર/ઉપચારક ફૂગનાશક છે. તે ફૂગમાંકોષ વિભાજનની ક્રિયાને અવરોધે છે જેથી ફૂગની જનન-નલિકાઓનો વિકાસ, આસંબિંબનું નિર્માણ અને કવકજાળ/તંતુજાળની વૃધ્ધિ

    વધુ વાંચો....

    મેંકોઝેબ

    કાર્ય પધ્ધતિ :“મેન્કોઝેબ’ એ ડાયથાયોકાર્બામેટ્સ જુથના ફૂગનાશકોમાં સમાવેશ થતું અગત્યનું બિનશોષક પ્રકારનું ફૂગનાશક છે. મેન્કોઝેબ ફૂગનાશક બે ડાયથાયોકાર્બામેટ્સ, મેનેબ અને ઝાઇનેબનું મિશ્રણ છે. મેન્કોઝેબ, સ્પર્શધ્ન ફૂગનાશક છે. તે ફૂગ માટે ત્યારે જ

    વધુ વાંચો....

    લીલો પડવાશ : સજીવ ખેતીનું અભિન્ન અંગ

    જમીનની ફળદ્રુપતા જાળવવા કે વધારવા માટે જમીનમાં સેંદ્રિય પદાર્થો ઉમેરવા અનિવાર્ય છે. આ સેંન્દ્રિય પદાર્થોના. મુખ્ય સ્ત્રોત છાણીયું ખાતર, કમ્પોષ્ટ , ખોળ અને લીલો પડવાશ છે. કઠોળ વર્ગના અમુક પાકો ઉગાડીને લીલો પડવાશ કરી જમીનમાં ભેળવવાથી પુષ્કળ માત્રામાં સેંદ્રિય પદાર્થ અને પોષકતત્વોની પૂર્તિ ઉમેરા સાથે બીજા અનેક ફાયદા કરે છે. જેમકે જમીનની તંદુરસ્તી, ળદ્રુપતા જળવાય છે. પરિણામે પાક ઉત્પાદન વધે છે. છાણિયા ખાતરની અછત અને ખોળ જેવા આર્થિક રીતે મોંઘા ખાતરના પર્યાયરૂપે લીલો પડવાશ એક સસ્તો સ્ત્રોત છે જે ખેડુતો સહેલાઈથી અપનાવી શકે છે. લીલો પડવાશ એટલે શું?  એવા પાકો કે જે (ખાસ કરીને કઠોળર્ગના પાક) સહેલાઈથી જમીન ઉપર ઉગાડી કૂલ આવતા પહેલા જમીનમાં દાટી દેવામાં આવે છે. જે જમીનમાં ભળી જઈ વિઘટન પામે છે અને જમીનને પોષક તત્વો પૂરા પાડે છે. આવા પાકોને લીલા પડવાશના પાકો કહેવામાં આવે છે અને આ આખી પ્રક્રિયાને “લીલો પડવાશ‘ કહે છે. લીલા પડવાશનો ખ્યાલ સૌ પ્રથમ જર્મન વૈજ્ઞાનિક લુઝલુમીઝે આપેલો. લીલો પડવાશની રીતો  લીલો પડવાશના પાકો  વિવિધ લીલા પડવાશના પાકો દ્વારા લીલા માવાનું ઉત્પાદન અને નાઈટ્રોજનનો ઉમેરો ક્રમ પાક બિયારણનો દર (કિગ્રા/હે.) લીલો જથ્થો (ટન/હે./વર્ષ) જમીનમાં ઉમેરાતો નાઈટ્રોજનનો જથ્થો (કિગ્રા.હે.વર્ષ) ૧ શણ ૭૫-૮૦ ૧૫-૩૦

    વધુ વાંચો....

    જમીન વગરની ખેતી વિષે જાણો.

    વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય નીમેટોડ નો ઉપદ્રવ વધતો  હતો અને કોકોપીટ અથવા નાળીયેરના છોતરામાં

    વધુ વાંચો....

    ઉત્પાદન વધારવું પડશે.-એડવાન્સ એગ્રીકલ્ચર ટેકનોલોજી (ATT) એટલે શું ?

    આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks