
મૂલ્યવર્ધન કરીને ખેત પેદાશ વેચવા અને ડાઇરેક્ટ વેચાણ કરીને સારી આવક કરવાનું હવે બધા વિચારી રહ્યા છે . વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એપ્લિકેશન આ માટે આપણી મદદ કરે છે . આજે ઘણા ખેડૂતો શહેરના મિત્રો અને કુટુંબીજનો સાથે વોટ્સએપ અને ટેલિગ્રામ સાથે જોડાઈને મરચા પાવડર બનાવીને પોતાની બ્રાન્ડ વેચી રહ્યા છે . આ વર્ષે જેમને ઘઉં વાવ્યા છે તે ખેડૂતો હાથ વિણાટ ગ્રેડિંગ કરીને સરબતી ઘઉં વેચવાના છે. હવે તો ઘઉંનું ગ્રેડિંગ કરવાના શોર્ટેક્સ મશીનની અત્યંત આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે. તમારા ઘઉંને શોર્ટેક્સ કરાવવાની કિંમત હવે ઓછી થાય છે , જો તમે તમારી ઘઉંની વિણાટ બ્રાન્ડ બનાવીને વેચવા માંગતા હો તો આવી સેવા હવે ખુબજ વ્યાજબી ભાવથી મળે છે .શું કહો છો ? તમે પણ તમારા ઘઉં ડાયરેક ખાનારા વર્ગને વેચવાનું વિચારો .