વરસાદને શહેર, ગામ કે જિલ્લા-રાજ્યની હદનું ધ્યાન રાખી વરસવાનું બંધન ન હોય. ખેતર, પાદર, સીમ, વગડો કે ડુંગર-ખીણ, અરે ! દરિયામાંયે એતો એટલા જ પ્રેમથી વરસી જાણે ! આવે ટાણે પંડ્યનાં પાથરણાં અને અંગનાં ઓશિકાં કરી સત્કારવાની જેની કાગડોળે રાહ જોઇ રહ્યા હોય તેવા ખેડૂતો મેઘરાજાની મહેર પછી પોતાનાં ખેતર-વાડીમાં જે જે પાકનું ઉત્પાદન લેવાની ગણતરી રાખી રહ્યા હોય, જેમાં આખી સીઝન તનતોડ મહેનત કરી ખાતર-પોતર-પાણી વગેરે સેવા આપી જીવની જેમ જતન કરી, કુટુંબ-કબીલા માલઢોર માટે રોટલો રળવાનો છે તેમાં જીવ રેડવા યાને ધરતીને ધારેલું બીજદાન કરવા [વાવણી કરવા ] ના કામમાં હવે ઝાલ્યા રહેતા હોતા નથી. એની હોંશ અને ઉમંગના કોઇ સીમાડા હોતા નથી. પણ એ ન ભૂલવું જોઇએ કે ‘વાવણી અને ઘી તાવણી’ બન્ને બહુ ચોક્કસાઇ માગે તેવાં છે. ઘી-તાવણીમાં જરાક ફેર પડે તો જેમ ગૃહિણીના ઘીના આખેઆખા જથ્થાની ગુણવત્તા બગડી જાય તેમ વાવણીમાં થોડોકેય ફેર પડે તો ખેડૂત આખેઆખું વરસ હારી જાય. હર્ષ અને ઉમંગ સાથે ઉતાવળ પણ એટલી જ હોય છતાં વાવણીના કામમાં કેટલીક ચોક્કસાઇ કરવી ભૂલાઇ ન જાય તેનો ખ્યાલ કરી લઈએ. વાવણી વખતી ચોક્કસાઇની વિગતો : (૧) વાવણી કરવી એ એક જાતની કળા છે. જેવી તેવી આવડતવાળાનું એ કામ નથી. હાથની મુઠ્ઠીમાંથી માપસરના જથ્થામાં એકધારાં બીજ સરકતાં રાખવાં, વચ્ચે ક્યાંય ખાલું ન પડવા દેવું તે અનુભવી-તાલીમબાજ અને હોંશિયાર માણસ જ કરી શકે છે. બીજાં કામો પડતાં મૂકીને ખેડૂતે જાતે જ આ કામ કરવાનો આગ્રહ રાખવો જોઇએ. વાવણી વખતે કેવી ચોક્કસાઇ રાખવી પડે ? (૨) સૌ પહેલાં બીજ કેટલું શુદ્ધ અને ઉગાવાની કેટલી ક્ષમતા ધરાવતું છે તે તપાસી લેવું પડે. આ માટે બીજનો થોડો થોડો જથ્થો લઈ પાણીમાં ડૂબાડવાથી હલકું-ફોફલું બીજ ઉપર ઉપર તરવા માંડશે. ઉપર તરતું બીજ પૂરો ઉગાવો લઈ શકે નહીં, તેનો નિકાલ કરી બીજ ચોખ્ખું કરી લેવું. પછીથી બની શકે તો અગાઉથી બીજના 100 અગર તો 10 દાણા ગણી, તેને ત્રણ-ચાર દિવસ ભીના કંતાનમાં રાખી જોવાથી બીજના અંકુરણની ટકાવારી મળી જશે. તેના પરથી બીજ કેટલું ઘાટું-પારવું વાવવું, અને એકરે બિયારણનો કેટલો જથ્થો વાવવો જોઇશે તે નક્કી કરી શકાય. વરસાદ પહેલાં જ પોતાને જરૂરી બધી જ જાતનાં બિયારણનો જથ્થો ખેડૂતે પોતાના કબજામાં મેળવી લેવો જોઇએ. વરસાદ થયે બિયારણ શોધવા નીકળે તે એકવીસમી સદીમાં ખેતી કરવા માટે નાપાસ થઈ જશે. (૩) બીજને વાવતાં અગાઉ ફૂગનાશક દવાનો પટ આપી દેવો. હવે તો બધા જ પાકો માટે બેક્ટેરિયલ કલ્ચર નીકળ્યાં છે. જે પાકને હવામાંથી નાઇટ્રોજન પકડવા માટે મદદગાર હોઇ, તેનો પટ આપવાનું પણ ભુલવું નહીં. સંશોધન દ્વારા એવી નવી વાત બહાર આવી છે કે પાકને શરૂઆતના દિવસો ચૂસિયા કે જીવાતો સામે રક્ષણ મળે તે માટે બીજને ગૌચો પટ ખૂબ ઉપયોગી થાયછે, તે આપણે કરવું. (૪) આખી ઉથલમાં કેટલું બીજ જોઇશે તે સાંતી ચાલુ કરતાં પહેલાં નક્કી કરી લેવું. આખા પ્લોટના જરૂરી બીજની સાથે ચાસની સંખ્યાથી ભાગાકાર કરી, એક ઉથલના બિયારણનું માપ કાઢી લેવું અને તે માપે જ બીજ વાવવાનો આગ્રહ રાખવો. (૫) એકદમ તલ-બાજરી જેવું ઝીણું બિયારણ હોય અને હાથમાંથી વધુ સરકી જવાની ભીતિ હોય ત્યારે તેની સાથે તેવડા જ કદની ચાળેલી રેતી ભેળવી દેવાથી વાવેતર-બીજનું માપ સરળ બનશે, છતાં થોડું વધુ ઊગે તો પછીથી પારી લેવાય, પણ એકદમ પાંખુ ન ઊગે તે જોવું. (૬) બળદથી વાવણી કરવાની હોય કે ટ્રેકટરથી-.વાવણી ચાલુ કરતાં પહેલાં ઓરણીમાં દાણા નાખી જોઇ તપાસ કરી લેવી કે જેટલા ડાંડવા દ્વારા બીજ વાવવાનું છે, તે દરેકમાં સરખે માપે બીજ પડે છે ને ? ઓરણી એક બાજુ નમેલી રહી જવા પામી હોય તો કણગર પડવાની પૂરી શક્યતા છે. (૭) કેટલાક હોશિયાર ખેડૂતો પોતેજ બળદ ચલાવતા જાય અને બીજ પણ પોતે જ ઓરતા જાય એવા પાવરધા હોય છે. આ બાબતમાં જેઓ પૂરા કુશળ ન હોય તેમણે બળદ ચલાવનાર જુદો મદદગાર રાખવો, જેથી વાવણી કરનાર જણ નિરાંતે મગફળી જેવા મોટા બીજની વાવણી કરવાની હોય તો પણ વ્યવસ્થિત રીતે કરી શકે. (૮) વાવણી માટે જમીન ‘વરાપી’ છે કે નહીં તે સાંતી શરૂ કરતાં પહેલાં ભીની જમીનમાં આંટો મારી તપાસી લેવું. જો ભીનું વધારે હશે તો બળદ કે ટ્રેકટર-ખૂંચતા ચાલશે અને દંતાળના દાંતા પણ માટી ચીરે નહીં. વળી દંતાળ ઉપર-નીચે થયા કરે, અને ભીનામાં ખૂંદેલ જમીન જ્યારે સુકાશે કે વરસાદની ખેંચ પડશે ત્યારે તિરાડો પડી વધુ કઠ્ઠણ બની પાણીની ખેંચ ઊભી કરશે. માટે જમીન ટોરાઇ ન જાય તેવી વરાપ થવા દઈને પછી જ કામ શરૂ કરવું. (૯) બળદથી ચાલતા વાવણીયાથી વાવણી કરવાની હોય ત્યારે દંતાળના દાંતા માપસરની ઊંડાઇએ પડે તે ખાસ ગોઠવવુ પડે. બાજરી-તલ જેવું એકદમ નાનું બીજ ઉપરછલ્લું, કઠોળ-જુવાર જેવું બીજ મધ્યમ ઊંડાઇએ અનેમગફળી-મકાઇ જેવું બીજ થોડું વધારે ઊંડાઇએ વાવાય એ માટે દંતાળને માપસર ઊંડો જાય તેમ ચલાવવો જોઇએ. કેટલીક વખત પોચકપાળી [સાવ પોચી] જમીન હોય તો દંતાળ પોતાના જ વજનથી વધુ ઊંડો ખૂંચી જતો હોય ત્યારે કાંતો દાંતાની સંખ્યા વધારી, અગર દાંતાની અણીએ કાથીની કુંડીઓ મૂકીને દંતાળ માપસરની ઊંડાઇએ ચાલે તેમ ગોઠવવું પડે. ટ્રેક્ટરથી ચાલતા વાવણિયાનું હાઇડ્રોલિક લીવર સેટ કરી માપસરની ઊંડાઇ ગોઠવી દેવાતી હોય છે. હવે તો ઓટોમેટિક વાવણિયામાં યોગ્ય અંતરે બીજ આપમેળે પડે એવી ગોઠવણ કરવામાં આવેલી હોય છે. ત્યાં માત્ર ઊંડાઇનું માપ ગોઠવી દઈએ એટલે બીજું ઘણુંબધું સરળ બની જતુ હોય છે.બને ત્યાં સુધી આવા ઓજાર વડે જ વાવણી કરવી. (૧૦) જો કે હવે મોટા ભાગે તો અગાઉથી જ ચાસ પાડી, ચાસે દેશી ખાતર ભરી, પાયાનું ખાતર વાવી, તે નિશાન ઉપર જ વાવણી વખતનો ચાસ આવે એવી પદ્ધતિ શરૂ થઈ ગઈ છે. એટલે અગાઉથી સીધા ચાસ પાડેલ હોય તો વાંધો નહીં, પણ જો વગર ચાસે સીધું જ વાવેતર કરવાનું હોય તો નાગરાણીની ચાલ જેવા વાંકાચૂંકા ચાસ થવા ન પામે તે ખાસ જોવું. સીધો ચાસ માત્ર નજરને ગમે છે એટલું જ પૂરતું નથી, પણ આંતરખેડનાં કાર્યો વખતે રાંપડીઓના ગાળામાં છોડ ઝડપાઇ જઈ મરી જવા ન પામે તે માટે પણ એટલું જ જરૂરી છે. (11) પાયાના ખાતર તરીકે સુપર-ડીએપી જેવાં રાસાયણિક ખાતરો વાવણી અગાઉ કોરામાં જ ચાસમાં આપી દેવાં જોઇએ, પણ કોઇ કારણસર અગાઉ ન આપી શકાયાં હોય તો પણ બીજ અને ખાતર સાથે ભેળવીને ક્યારેય વાવવાં નહીં. રાસાયણિક ખાતરનો નિકટનો સ્પર્શ બીજને નબળું બનાવે છે. બીજની વાવણી પછીની ચોક્કસાઇ : (૧) જમીનના ચાસમાં બીજ પડી જાય પછીથી તે ભીની માટીથી ઢંકાઇ જાય, તેના પર માપસરના દળે જ માટી પડે અને સહેજ દબાણ પણ મળી જાય, કે જેથી તે જલ્દી ઉગાવો લેવા પામે તે માટે બીજ વાવી રહેલા દાંતાની પાછળ માત્ર માટી પૂરવા “વાંકિયાં” નહીં બાંધતાં-કંતાનની થેલીમાં થોડી માટી ભરીને અગર બોરડીના તીરખા પર થોડી ભીની માટી દાબીને ચાસની ઉપર દબાણ આવે તેવું ગોઠવવું જોઇએ. (૨) જો વરસાદ વરસી ગયા પછી ત્રણ-ચાર દિવસ સુધી વાવણી-જોગ વરાપ ન થઈ હોય અને પછી મોડી વાવણી કરવાની થાય તો જમીન પર નિંદામણનો ઘણો ઉગાવો ઊગી ગયો હોય છે.તેને પાડવા વાવણિયા પાછળ રપટો ચલાવી દેવો જોઇએ ટ્રેક્ટરથી વાવણી કરવામાં દાંતાની પાછળ જ રાંપ ગોઠવી શકાતી હોય છે. પણ આમ કરવાથી વવાએલ જમીન બધી પોચી બની જાય છે. પછીથી તેને હળવી રીતે દબાવી દેવા આડા ચાસે કાંટાનો સમાર ચાલાવી દેવો. ટ્રેક્ટરથી વાવણી કરવા માટે વધારે સારી વરાપ થવા દેવી પડે છે. નહીં તો ટ્રેકટરના વજનથી જમીન ખૂબ જ દબાઇ-ટોરાઇ જવાનો ભય છે. (૩) તલ-બાજરી જેવા બારીક બીજવાળા પાકોના ચાસ વવાયા પછી તે વધુ પડતા ઉંડા ન રહી જવા પામે તે ખાસ જોવું. નહીંતો ક્યારેક વાવ્યા પછી ઉપર મોટો વરસાદ વરસી જતાં એવા ઊંડા ચાસમાં માટી વધુ જમા થઈ જાય અને તે માટી સુકાયે જાડો અને કઠ્ઠણ પોપડો બની જાય તો નાનાં બીજ ઊગી શકશે નહીં. કપાસ-દિવેલા અને શાકભાજીની વાવણી બાબતે (૧) પહોળા પાટલે અને ગણ્યા દાણે ચોપાતા કપાસ, દિવેલા, તુવેર કે શાકભાજી જેવા પાકો ચાસ-સરિયાની એક બાજુની ધારે નિશાન કરેલી જગ્યાએ, અગર સાથે બે બીજ વચ્ચેનું અંતર નક્કી કરવાના ‘માપિયા’ થી માપ કરતા કરતા બીજ થાણવાં. બીજ ઉપર ભીની માટી નાખી હાથનાં આંગળાંથી સહેજ દબાણ આપવું. સાવ છૂટી માટી ભભરાવવાથી બીજ ઊગી રહે તે પહેલાં ઉપરની માટી સુકાઈ જવાની બીક રહે છે. (૨) હવે તો ઘણા ખેડૂતો ડ્રીપ ઇરીગેશન સિસ્ટમથી ઓછાં પાણીએ પણ કપાસનો આગોતરો ઊગાવો લેવરાવવા માંડ્યા છે. પ્રવૃતિ ખૂબ ધન્યવાદને પાત્ર છે. પણ એ તો થોડુંકેય પાણી જેમેની પાસે છે, તેવા ખેડૂતો કરી શકે. જેમની પાસે ઉનાળાનમાં બિલકુલ પાણી નથી, પણ વરસાદ થયે જ કપાસ કે શાકભાજી ઊગાડી શકવાના છે, કે પછી ડ્રીપથી સિંચાઇ આપવાના છે, તેમણે વાવણીના વરસાદ પહેલાં જ ચાસે ચાસે લેટરલ લંબાવી, જ્યાં જ્યાં ડ્રીપર્સનાં ઠેકાણાં હોય ત્યાં કોરામાં, અગર તો વરસાદ થયેથી બીજની રોપણી કરવાથી પછીથી પિયત આપવામાં ખૂબ અનુકૂળતા રહેતી હોય છે, અને દરેક છોડ એક સરખું પાણી પી શકતાં હોય છે. (૩) બની શકે તો એક જગ્યાએ બે બીજ થાણવાં જેથી ઊગાવો લેતી વખતે જમીન ઊંચી કરી, માથું બહાર કાઢવામાં સથવારો રહે, એટલે ડૂલ ઓછાં પડે. જો બીજ બહુ મોંઘું હોય અને એક જ બીજ થાણવાનું હોય તો પાકનાં બીજની સાથે સરખા સમયે ઊગી નીકળતું હોય અને ઉપલી જમીનનો પોપડો ઉંચકાવવામાં મદદરૂપ થાય તેવું બળુકું કોઇ બીજું તેનો સથવારો પૂરો પાડવા થાણવું. [ખાસ કરીને કપાસમાં] જેનો છોડ પાકનો ઊગાવો થયા પછી ખેંચી લેવો. (૪) મોટાભાગના ખેડૂતોનો અનુભવ છે કે સંકર કે બીટી કપાસની રોપણી વરસાદ થયા પછી ભીની જમીનમાં કરવામાં બીજ થાણ્યા પછી ઉપર થોડો વરસાદ વરસે તો તો બીજ ઉગાવો સારો લે છે. પણ બીજ થાણ્યા પછી ઉપર થોડોકેય વરસાદ ન પડે તો કેટલાંક બીજ ઉગ્યા પહેલાં તે સ્થળની જમીન સુકાઇ જાય છે અને બીજ નલ્લે જાય છે. પણ કોરામાં રોપણી કરી લેવાથી કામ ઝડપથી ઉકેલી શકાય છે અને ઉગાવાનું પ્રમાણ પણ સારું મેળવી શકાય છે. પણ ગુણની પછવાડે ક્યારેક અવગુણ પણ એનો ભાગ ભજવી જતો હોય છે તેમ કોરામાં બીજ ચોપવાનું સાહસ કર્યું હોય અને અપૂરતો વરસાદ વરસી, બીજ ભીંજવી જાય, પણ નીચેની જમીન સાવ કોરી જ રહી જવા પામી હોય તો બીજ ઉગાવો લીધા પછી યે મરણને શરણ થઈ જતા હોય છે. એટલે કોરામાં વાવણી કરવી એક જાતનું જોખમ તો ગણાય જ !

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ઉત્તમ ખેતી ક્યારે ગણાય ? : કૃષિ વિજ્ઞાન જુના અંકો માંથી

જૂન 1978 વર્ષના કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસદ્ધિ થયેલી વાત વાંચો : ગયા અંકમાં આપણે (1) પીઠ ( બઝાર ) પકવનારના હાથ માં હોવી જોઈએ (2)

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ડીઝીટલ ફાર્મિંગમાં મુખ્ય સાધનો કયાં કયાં હોય ?

પાકનું મહત્તમ ઉત્પાદન લેવા તેના જીવનકાળને અનુરૂપ અને સેન્સર દ્વારા પરિક્ષીત થયેલ રોગ જીવાતનું તાબડતોબ નિયંત્રણ અને છોડના વિકાસ વ્યવસ્થા મુજબ આપમેળે આપવામાં આવતું ચોક્કસ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ડીઝીટલ ફાર્મિંગ શું છે?

ડીજીટલ ફાર્મિંગ એટલે આખા ખેતરનો ખેડૂતના હાથમાં રહે તે પ્રકારની ડીઝીટલ વ્યવસ્થા ને ડીઝીટલ ફામિંગ કહે છે.તેમાં સેન્સર, પિયત કંટ્રોલ અને પોષણ પદ્ધતિ, ફાર્મ મેનેજમેન્ટ,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

છોડને યોગ્ય રીતે પરિપકવ થવા કઈ ત્રણ વાતોની માહિતી રોજ તમારી પાસે હોવી જોઈએ?

આપણે ખેતીમાં આવી રહેલી નવી ટેક્નિકની વાતો કરી રહ્યા છીએ .જાણવું જરૂરી છે. બીજના ઉગાવાથી લઈ છોડ પરિપકવ થાય ત્યાં સુધીમાં કેવી કેવી પરિસ્થિતિમાં છોડને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

છોડને ક્યા ક્યા પોષક તત્વોની જરૂર હોય છે ?

જમીન પર ઉગાડવામાં આવતા કોઈ પણ પ્રકારના પાક જેવા કે ધાન્ય, તેલીબિયા, કઠોળ, મરી-મસાલા, ફળ, ફુલ, વૃક્ષોના વિકાસ અને પૂર્ણ કક્ષાના ઉત્પાદન માટે કુલ ૨૦

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સિન્જેન્ટાની TYMIRIUM® ટેકનોલોજી નવી શોધ

TYMIRIUM® ટેકનોલોજી એ સિન્જેન્ટા ટ્રેડમાર્ક ધરાવતું સક્રિય ઘટક છે જેને સાયક્લોબ્યુટ્રીફ્લુરામ કહેવાય છે, જેનો ઉપયોગ નેમાટીસાઇડ અને ફૂગનાશક બંને તરીકે છોડને માટીજન્ય જીવાતો અને રોગો,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઇસબગુલ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

ઇસબગુલ માટે નિંદામણનાશકની ભલામણ દવાનું નામ : આઈસોપ્રોચ્યુરોન (કનક ૫૦% વેપા) પ્રમાણ : હેકટરે ૦.૫૦૦ કિગ્રા (૧.૦૦૦ કિગ્રા) ૧૫ લીટર પાણીમાં : ૩૦ ગ્રામ છંટકાવનો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ ક્યારે આવે ?

જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ જમીનજન્ય તેમજ બીજ જન્ય ફૂગથી થાય છે. શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટપકાં પડે છે ત્યારબાદ ટપકાં મોટા થઈ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દીપાવલી અને નુતન વર્ષાની હાર્દિક શુભકામના

વાંચક મિત્રોને કૃષિ વિજ્ઞાન તરફથી આપને અને આપના પરિવારને દીપાવલી અને નુતન વર્ષની હાર્દિક શુભકામના.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરૂ વાળા ખેતરમાં જીરું નહિ , પાક ફેરબદલી કરવી.

જુદા જુદા ખરીફ પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઈ, તલ, મગ, ચોળી કે મગફ્ળી પછી જીરૂની ખેતી સરળતાથી કરી શકાય છે. જુરુ વાળા ખેતર માં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બ્રોકોલીની ખેતી માટે હવામાનની જરૂરિયાત

બ્રોકોલી એ શિયાળુ અને એક વર્ષાયું પાક છે. તેના બીજના ઉગવા માટે નીચા તાપમાનની જરૂર રહે છે. જો તાપમાન વધુ હશે તો બીજનો ઉગાવો સારો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

છોડની સૂક્ષ્મ તત્ત્વોની જરૂરિયાત પૂર્ણ ન થાય તો?

સૂક્ષ્મ તત્ત્વો ન નાખીયે તો શું થાય તે સમજાવવા તમને ઘરેલું ઉદાહરણ આપું. ઘરે મહેમાન આવે ત્યારે સમજો ૧૦ કિલો રીંગણ-બટાકાનું શાક બનાવવાનું છે. પાંચ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખાતરનો સદુપયોગ કેમ કરવો? : કૃષિ વિજ્ઞાન જુના અંકો માંથી

જુઓ તો ખરા કૃષિ વિજ્ઞાન માર્ચ ૧૯૭૮ વિશેષાંકમાં પ્રસિદ્ધ થયેલ લેખ આજે પણ પ્રસ્તુત છેકૃષિ વિજ્ઞાન હંમેશા ખેડૂતની સાથે…. કોઈપણ પાકને ખાતર આપવામાં આવે તો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : નાળિયેરીમાં ગેંડા કીટક

આ જીવાતની માદા કીટક છાણીયાં ખાતરના ખાડામાં ઈંડા મૂકતી હોવાથી નાળિયેરીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી. આજુબાજુના ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું વાંચશો ઓગસ્ટ મહિનાના નવા કૃષિ વિજ્ઞાન અંકમાં ?

૫૧ વર્ષ થી પ્રસિદ્ધ થતું કૃષિ વિજ્ઞાન મેગેઝીનનો તાજેતરનો નવો અંક ઓગષ્ટ ૨૦૨૫ પ્રસિદ્ધ થવામાં છે ત્યારે અહી જોઈએ આ અંકમાં શું શું નવું જાણવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સલ્ફર યુક્ત ખાતરના પ્રકારોના બઝારું નામ

સલ્ફર યુક્ત ઉપલબ્ધ ખાતરોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો એ ખેડૂતો માટે પડકારરૂપ બની શકે છે. સલ્ફેટ ધરાવતા ખાતરો મોટાભાગનું ખાતર જમીનમાં આપવામાં આવે છે. ખાતરમાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
Enable Notifications OK No thanks