
ગ્રીન હાઉસમાં ટામેટાને સાનુકૂળ વાતાવરણ કરી આપ્યું હવે ટામેટાનાં સારા ઉત્પાદન માટે ટામેટાનાં છોડને એક થડ, બે થડ અથવા ત્રણ થડ પર કેળવણી કરો. કેળવણી કરેલા થડ સિવાય સાઈડમાથી નીકળતા બધા ગૌણ પીલા કાઢી નાખવા જરૂરી છે. બધા પીલાં રાખવાથી ફ્ળની સંખ્યા તો વધુ મળે છે પરંતુ ફ્ળની સાઈઝ નાની અને નબળી ગુણવત્તાના ફ્ળ જોવા મળતા હોય છે .અસીમિત વધવાળી જાતોનો યોગ્ય અને પૂરેપૂરો ફાયદો લેવા માટે વાયરના ટેકાથી ઊભા બાંધવા જરૂરી છે અને જ્યારે છોડ વાયરની ઊંચાઈ સુધી પહોંચે છે ત્યારે ડાળીને ઝુકાવી દેવામાં આવે છે.
એક થડની કેળવણી આપીને છોડને ટેકા માટેની દોરી સાથે બાંધો, શરૂઆતથી કોઈ એક જ દિશામાં (ઘડિયાળની દિશામાં અથવા તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં) છોડને દોરી સાથે બાંધતા રહેવું હિતાવહ છે, નહિ તો છોડ જ્યારે વધારે ફ્ળથી લચી પડે છે ત્યારે દોરી પરથી નીચે આવી જવાનો ભય રહેતો હોય છે. જે જાતોમાં ઝૂમખામાં ઘણા બધા ફ્ળ આવે છે તેમાં થોડા ઘણા નાના અથવા તો રોગવાળા ફ્ળને કાઢી લેવાથી બાકી ફ્ળની સાઈઝ અને ગુણવત્તામાં વધારો થયેલ હોય એવું નોંધાયેલ છે. ગ્રીન હાઉસે ખેતી સારી છે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણ સાથે મહેનત કરવામાં આવે તો જ .
























