
પ્રકાશ પીંજર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બ્યૂવેરીયા બેસીયાના ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ અથવા લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૫ લિટર પાણીમાં ભેળવી જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં છંટકાવ કરવો.
પાન વાળનારી ઈયળ ક્વિનાલફોસ ૨૫ ઇસી ૩૦ મિ.લી. અથવા કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૩૦ મિ.લી. ૧૫ લિટર પાણીમાં મેળવી વાવેતર પછી ૩૦, ૪૫ અને ૬૦ દિવસે છંટકાવ કરવો.




















