aries agro

કાંગ એ વિશ્વના સૌથી જૂના હલકા ધાન્યપાકમાંનો એક પાક છે. આ પાકને અંગ્રેજીમાં ફોકસટેલ મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એશિયા, આફ્રિકા અને અમેરિકાના લગભગ ૨૩ જેટલા દેશોમાં તેની ખેતી થાય છે. તે સ્વ-પરાગિત અને ટૂંકા ગાળાનો પાક છે, જે માનવ વપરાશ માટે ખોરાક તરીકે વપરાય છે, તેનો ઉપયોગ સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ અને બીમાર લોકો અને બાળકો માટે ઊર્જાના સ્ત્રોત તરીકે થાય છે. કાંગએ મધુપ્રમેહ ખોરાક તરીકે ઓળખાય છે. તે ડાયેટરી ફાઇબર, મિનરલ્સ, સૂક્ષ્મ પોષકતત્વો તેમજ પ્રોટીનથી સમૃદ્ધ હોય છે ઉપરાંત તેમાં નીચો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે. ચોખાથી વિપરીત, ફોક્સટેલ શરીરના ચયાપચયને અસર કર્યા વિના સતત ગ્લુકોઝ મુક્ત કરે છે. કાંગનો આહાર લેતી વસ્તીમાં ડાયાબિટીસની ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે છે.

નાગલી એ પાચક રેસાઓથી ભરપુર હોવાથી કોલેસ્ટ્રોલને લોહીમાં પહોંચતાં પહેલાં જ શોષી લે છે અને ખરાબ કોલેસ્ટ્રોલનું નિયંત્રણ કરે છે. વધુમાં મધુપ્રમેહ(ડાયાબીટીસ)ના દર્દીઓ માટે ખૂબ લાભદાયક છે. નાગલીમાં કેલ્શિયમ (૩૦૦- ૩૫૦ મિ.ગ્રા.) અને લોહતત્વ (૨.૫ મિ.ગ્રા.)નું પ્રમાણ અન્ય ધાન્ય પાકો કરતાં સવિશેષ હોવાથી હાડકાની નબળાઈ દૂર કરવા અને લોહી વધારવામાં તથા એનિમિયા સામે પ્રતિકારકતા મેળવવામાં ઉપયોગી છે. નાગલીના લોટમાંથી ખોરાક માટે મુખ્યત્વે રોટલા બનાવી શકાય છે. પરંતુ તેમાંથી પૌષ્ટીક મૂલ્યવર્ધિત બનાવટો જેવી કે, બિસ્કીટ, ચોકલેટ, ટોસ, નાનખટાઈ, વેફર, પાપડી વગેરે પણ બનાવી શકાય છે અને હાલ બજારમાં આવી તમામ બનાવટો ઉપલબ્ધ છે. નાગલીનું પરાળ પણ પોષકતત્વોથી ભરપૂર હોવાથી પશુઆહાર માટે ઉત્તમ છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

પાક વૃદ્ધિ ઉત્તેજકો કોને કહેવાય ?

જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા (વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચય વધારવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને વૃદ્ધિ ઉત્તેજકો કહેવાય છે. દા.ત. દરેક પ્રકારના ઓકઝીન જેવા કે ૧-નેપ્થેલીન એસિટીક એસિડ

વધુ વાંચો....

ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે?

કાગળ પર ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે? ફોસ્ફરસની મોટાભાગની સમસ્યાઓ જથ્થાની નથી હોતી પણ તે છોડને ઉપલબ્ધ કેટલો થાય છે તે સમસ્યા છે. જમીનમાં પુષ્કળ પ્રમાણમાં

વધુ વાંચો....

મોસમ આવી મહેનતની

વર્ષા ઋતુ આવે એટલે મોસમ આવી મહેનતની , આપણા પાકના વધુ ઉત્પાદન માટે આપણે સમતોલ ખાતરનો ઉપયોગ કરીને આપણી આ વર્ષની ખેતીમાં સારું ઉત્પાદન લેવાનું છે ત્યારે આપણે જે તત્વો ખાતરના રૂપમાં

વધુ વાંચો....

સાચી અને સમયસરની સાચા મોલેક્યુલની દવા ન છાંટવામાં આવે તો ક્યાં ક્યાં રોગો આવે ?

સાચી અને સમયસરની સાચા મોલેક્યુલની દવા ન છાંટવામાં આવે તો ટામેટા આગોતરો સુકારો (Early blight), પાછોતરો સુકારો (Late blight), પાન પરના ડાઘ (Leaf spot) મરચાં એન્થ્રેકનોઝ (Anthracnose), સુકારો (Wilt), કોકડવાને લીધે થતી

વધુ વાંચો....

ચોમાસા દરમિયાન રોગોનું પ્રમાણ વધવા માટે ક્યાં પરિબળો જવાબદાર છે. ?

ચોમાસા દરમિયાન રોગોનું પ્રમાણ વધવા માટે કેટલાક પરિબળો જવાબદાર છે. હવામાં ઊંચો ભેજ ફૂગના બીજાણુઓ (spores) ને અંકુરિત થવામાં મદદ કરે છે. સતત પડતો વરસાદ પાંદડાને લાંબા સમય સુધી ભીના રાખે છે.

વધુ વાંચો....

ચોમાસું આવે એટલે ફૂગ, બેક્ટેરિયા અને અન્ય રોગકારકોને શા માટે વધુ આવે છે.

ચોમાસાની ઋતુ આવે એટલે જરૂરી વરસાદ લાવે છે જે પાકના વિકાસમાં મદદ કરે છે, ભૂગર્ભજળના સ્તરને સુધારે છે અને જમીનમાં ભેજ વધારે છે. જો કે, આ જ હવામાન ઘણી વનસ્પતિઓના રોગો માટે

વધુ વાંચો....

ફોસ્ફરસ ખાતર આપવાની રીત

ગુજરાત રાજ્યની મોટાભાગની જમીનમાં ફોસ્ફરસ પુરતા પ્રમાણમાં છે. તે જમીનમાં માટીના રજકણો સાથે જકડાયેલો હોય છે. તેથી પાકને તે સરળતાથી લભ્ય થઈ શકતો નથી. આવા અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવવા યોગ્ય ઉપાયો

વધુ વાંચો....

પોષક તત્વો : શાકભાજીના પાકોમાં પોષક તત્વો આપવા શા માટે જરૂરી ?

ઉત્તર ગુજરાતના લોહતત્ત્વની ઉણપવાળી જમીનમાં બટાટા ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત મલ્ટી માઈક્રોન્યુટ્રીઅન્સ મિક્સર ગ્રેડ-૨ (કે જેમાં લોહ ૬%, મેંગેનીઝ ૧%, ઝીંક ૪%, કોપર ૦.૩%

વધુ વાંચો....

આવી શોધ કરનારને દુનિયા મદદ પણ કરે છે.

આવી શોધ કરનારને દુનિયા મદદ પણ કરે છે. વિશ્વને હજુ ક્લાઈમેટ સામે લડે તેવી જરૂરિયાતને ધ્યાનમાં લઈને બેલ્જિયમની રેઈનબો ક્રોપ નામની કંપનીએ આબોહવા પરિવર્તન (Climate Change) સામે ટકી શકે તેવા અને વધુ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks