Visitors
Visitors

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય. ૪ થી ૫ મહિનામાં કંદ તૈયાર થઈ જાય અને તેનો આધાર વાવેતર, સંભાળ ૠતુ તથા જમીન પર રહે છે. લણણી વહેલી કરવામાં આવે તો સંગ્રહ વ્યવસ્થા દરમ્યાન ગુણવત્તા નબળી પડે છે. જયારે મોડી લણણી કરાય તો અંકુર ફૂટી જાય અને ગુણવત્તા સારી ન રહે. જમીનમાંથી લસણને પાન સાથે ઉપાડવું અને તેની નાની નાની ઝુડીઓ બનાવી તે સીધી હારમાં ગોઠવી બે દિવસ સુધી ખેતરમાં રાખ્યા બાદ ઝુડીઓને છાંયાવાળી જગ્યામાં પાસ પાસે ઊભી ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ લસણના કંદ ઢંકાય જાય તે રીતે ફરતે માટીનો થર ચડાવવામાં આવે છે. આમ કરવાથી વધારેનું પાણી સૂકાઈ જાય છે અને કંદ નકકર થાય છે. ત્યારબાદ ૨૦ થી ૩૦ દિવસે કંદ ઉપરના પાન ૨.૫ થી ૩.૦ સે.મી.નું ડીટું રાખી કાપવામાં આવે છે. તેમજ કંદની નીચેના તંતુમૂળ દૂર કરવામાં આવે છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    લસણમાં ખાતર

    લસણના પાકમાં જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૧૨ થી ૧૫ ટન છાણિયું ખાતર જમીનમાં સારી રીતે ભેળવી દેવું. વાવણી વખતે હેકટરે ૨૫ કિલો નાઈટ્રોજન, ૫૦ કિલો ફોસ્ફરસ અને ૫૦ કિલો પોટાશ પાયાના

    વધુ વાંચો....

    લસણની નવી જાતો

    NHRDF દ્વારા વિકસાવેલ લસણની વિવિધ જાતો. એગ્રીફાઉન્ડવ્હાઈટ  યમુના સફેદ  યમુના સફેદ – ૨  યમુના સફેદ – ૩  એગ્રીફાઉન્ડ પાર્વતી  એગ્રીફાઉન્ડ પાર્વતી – ૨

    વધુ વાંચો....

    લસણની સૂકવણી, પેકીંગ અને યોગ્ય સંગ્રહ

    લસણનાં પાકમાં સંગ્રહશક્તિ વધારવા કાપણીના ૧૫ દિવસ પહેલાં મેલિકહાઈડ્રેઝાઈડ (MH)નો ૧૫૦૦ પીપીએમ (૧૫ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ છોડ પર કરવો. બીજને બરાબર સાફ કરી ૬ થી ૮ % ભેજનું પ્રમાણ રહે તે

    વધુ વાંચો....

    પ્રશાંત મહાસાગરની એક ડિગ્રી ગરમી પણ બગાડી દે છે તમામ ગણિત!

    અત્યાધુનિક વિજ્ઞાને અલનીનો શબ્દને જોડ્યો છે પ્રશાંત મહાસાગર સાથે. ધરતી જરા અમથી ગરમ કે ઠંડી થાય છે તો પ્રશાંત મહાસાગર એટલો મોટો છે છતાં આ ગરમીની અસર તેના પાણી પર એટલી પડે

    વધુ વાંચો....

    પૃથ્વીને આવ્યો છે તાવ! માટીનું સ્વાસ્થ્ય અને પાક ઉત્પાદન જાળવવા ધરતીને ઢાંકવી કેમ જરૂરી છે?

    બદલાતા હવામાનની, ગરમ થતી પૃથ્વીની ચિંતા સૌને અને સૌથી વધારે ખેડૂતોને છે.ખેડૂતે પોતાની ધરતીને ઢાંકી દેવા માટે પ્રયાસ કરવો પડશે. મ્લચીંગ કરવું પડશે નહીંતર આ ગરમી તેની માટીનો સેન્દ્રીય કાર્બન બાળી નાખશે

    વધુ વાંચો....

    ધાણામાં ભૂકીછારો

    ● પાન પર સફેદ રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. પાનમાં ફૂગની વૃદ્ધિ થતાં આખું પાન સફેદ પાવડર છાંટેલ હોય તેવું દેખાય છે. સમય જતાં પાન રાખોડી અને છેવટે કથ્થઈ બને છે.

    વધુ વાંચો....

    જ્યારે વરસાદની ભવિષ્યવાણી ખોટી પડે ત્યારે આગળ ધરાતું નામ: ‘અલ-નીનો’ ખરેખર છે શું?

    સૌરાષ્ટ્રમાં વરસાદ જ આવ્યો નહિ .આજે ભવિષ્યવાણી સાચી નથી પડતી એટલે એક શબ્દનો પ્રયોગ થાય છે . તેનું નામ છે અલનીનો. શું છે આ અલનીનો ? આ શબ્દ એક ધર્મગ્રંથમાંથી લેવાયેલો શબ્દ

    વધુ વાંચો....

    સુરતના વરસાદે સાબિત કર્યું કે કુદરતની ઝડપ આગળ ટેકનોલોજી કંઈ જ નથી!

    હજુ વધારે સમય નથી થયો, જ્યારે થોડા જ કલાકોના વરસાદમાં આખું સુરત તણાઈ ગયું હતું . તે જંગલમાં વસેલું કોઈ અનામી શહેર નથી. દેશનું અત્યાધુનિક શહેર છે. ત્યાં હવામાન વિભાગ તો હશે

    વધુ વાંચો....

    ધાણાની ખેતી માટે બીજનો દર કેટલો હોય છે ?

    ● એક હેક્ટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ઘાણાને ઘીમા દબાણથી બે ભાગ (ફાડિયા) કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ● ધાણાના બિયારણને ૮ થી ૧૦

    વધુ વાંચો....

    એક્ઝોટિક શાકભાજીની ખેતી અને માર્કેટિંગની સરળ ટિપ્સ

    લોકોને શું જોઈએ છે અને બીજા કરતા નોખું શું કરી શકાય તે વિચારો , તમારા ખેતરમાં બીજા ન ઉગાડતા હોય તેવું સેલડ ઉગાડો અને આ સેલડ ઓર્ગનિક રીતે ઉગાડીને આજના યુવાનોને આકર્ષી

    વધુ વાંચો....

    72 કલાકનું વિજ્ઞાન: શા માટે ‘ક્લેટન ફાર્મ્સ’ રસોડાની બાજુમાં જ શાકભાજી ઉગાડીને તરત પીરસે છે?

    વાત છે વિદેશની , ક્લેટન ફાર્મ્સ (Clayton Farms)ના માલિક ઓન-સાઇટ ખેતરોની આસપાસ બનેલી ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટ્સ ચલાવે છે, જે રસોડાથી થોડા જ ડગલાં દૂર લીલોતરી (શાકભાજી/પાંદડા) લણે છે અને થોડી જ મિનિટોમાં તેને

    વધુ વાંચો....

    ફાર્મ ટુ ફોર્ક (Farm to Fork): ખેતી સાથે રેસ્ટોરન્ટનો નવો કન્સેપ્ટ

    જો તમે શહેરની આસપાસ રહો છો અને ખેતી કરો છો ? તો તમે આ આઈડિયા લઈને તમારા ખેતરના શેઢે એક નાનકડું યુવા ને ગમતું રેસ્ટોરન્ટ ખોલીને તમારા પોતાના ખેતરમાં લણણી કરીને અને

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks