
શું માત્ર ખાતર નાખવું પૂરતું છે ? આપણે એવું વિચારીએ છીએ કે જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે, પણ હંમેશા એવું હોતું નથી. તમે જમીનમાં જે ખાતર નાખો છો તે સીધું છોડને નથી મળતું. તેને જમીનમાં ઓગળવું પડે છે અને છોડના મૂળ (roots) સુધી પહોંચવું પડે છે. જો મૂળની આસપાસનું વાતાવરણ જ યોગ્ય ન હોય, તો ખાતર જમીનમાં જ પડ્યું રહે છે અને છોડ તેને ગ્રહણ કરી શકતો નથી. વિજ્ઞાન કહે છે કે છોડને મજબૂત અને ઉપજ આપતો કરવો હશે તો છોડનું મૂળતંત્ર (root system) અને મૂળની આસપાસના મૂળ વિસ્તારને (rhizosphere) આપણા છોડની અનુકૂળ કરવો પડશે અને તેને ટેકો આપવા માટે જીવવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનના સંશોધન આપણી મદદે આવ્યું છે તેનો પ્રયોગ કરી જુવો.














